Viral: ઈંડા પરથી પસાર થયો 16 વ્હીલર ટ્રક છતાં ન ફૂટ્યું, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો
કેટલાક લોકોને સ્ટંટ (Stunt) કરતી વખતે એટલો આત્મવિશ્વાસ આવી જાય છે કે તેઓ કોઈ પણ ડર વિના જોખમી અને ખતરનાક જગ્યાએ સરળતાથી સ્ટંટ કરી શકે છે. પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તે એક હેવી ડ્રાઈવરનો છે.
સ્ટંટને લઈ સોશિયલ મીડિયા (Social Media)પર અવારનવાર ચોંકાવનારા વીડિયો વાયરલ થાય છે, જેને યુઝર્સ ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને યુવાનોમાં તેનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે, સ્ટંટ કરવું એટલું સરળ નથી જેટલું લાગે છે. આ માટે તમારે સખત પ્રેક્ટિસ કરવી પડશે. કેટલાક લોકોને સ્ટંટ કરતી વખતે એટલો આત્મવિશ્વાસ આવી જાય છે કે તેઓ કોઈ પણ ડર વિના જોખમી અને ખતરનાક જગ્યાએ સરળતાથી સ્ટંટ કરી શકે છે. પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તે એક હેવી ડ્રાઈવરનો છે.
આપણે ઈંડા જેવી નરમ વસ્તુ પર વાસણ મુકતા પણ ડરતા હોઈએ છીએ કારણ કે જો અકસ્માતે કોઈ વસ્તુ તેના પર પડી જાય તો તે તૂટી જાય છે, પરંતુ જો તમને એમ કહીએ કે ટ્રક ઈંડાની ઉપરથી પસાર થાય છે તેમ છતા તેને કંઈ થતું નથી. આ વાંચીને તમને પણ વિશ્વાસ નહીં આવે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. જેને જોયા પછી તમને ખાતરી થઈ જશે કે આ સ્થિતિ સાચી પણ હોઈ શકે છે.
View this post on Instagram
વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એક ઈંડું મૂકવામાં આવ્યું છે. જે પછી એક 16 વ્હીલર ભારે ટ્રક તેની ઉપરથી પસાર થાય છે. તેમ છતાં, તે તૂટતું નથી. વાસ્તવમાં આ ઈંડું એવી જગ્યાએ રાખવામાં આવ્યું છે જ્યાં ટાયરની વચ્ચે ગેપ છે. આ તિરાડ એટલી મોટી છે કે આખું ઈંડું તેમાંથી પસાર થઈ રહ્યું છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર TechExpress નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખ્યા ત્યાં સુધી તેને હજારો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ ક્લિપ જોયા બાદ હું આશ્ચર્યચકિત થઈ ગયો છું.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ક્લિપને ખૂબ જ સારી રીતે એડિટ કરવામાં આવી છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ડ્રાઈવરની આવડત ખરેખર ગજબ છે.’ આ, અન્ય ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
આ પણ વાંચો:Viral: શખ્સએ ચલાવી એવી ખતરનાક બાઈક કે સીડી પાસે ઉભા રહેલા વ્યક્તિએ ભાગવું ભારે પડ્યું, જુઓ વીડિયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો