બાપ રે બાપ…!! પેશાબથી બીયર બનાવે છે આ કંપની, બીયર પીનારાઓની લાગી લાઈનો

Singapore Beer Made Of Urine : કાળજાળ ગરમીમાં બીયર પીવાની મજા જ કઈક અલગ હોય છે. લોકો અલગ અલગ પ્રકારની બીયર (Beer) પીવાના શોખીન હોય છે. પણ હાલમાં સોશ્યિલ મીડિયા એક એવી બીયર વાત વાયરલ થઈ રહી છે જેને પેશાબમાંથી (Urine) બનાવવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશે..

બાપ રે બાપ...!! પેશાબથી બીયર બનાવે છે આ કંપની, બીયર પીનારાઓની લાગી લાઈનો
Singapore Beer Made Of UrineImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 5:09 PM

બીયર એ વિશ્વના સૌથી લોકપ્રિય પીણાઓમાંનું એક પીણું છે. તેને બનાવવા માટે પાણીનો વધારે ઉપયોગ થાય છે. પાણીની અછત હોય ત્યારે વિકલ્પ શોધવો પડે છે. હાલમાં સોશ્યિલ મીડિયા એક એવી બીયર વાત વાયરલ થઈ રહી છે જેને પેશાબમાંથી (Urine) બનાવવામાં આવે છે. તમે જાણીને નવાઈ લાગશે કે સિંગાપોરમાં પેશાબમાંથી બીયર (beer Made From Urine) બનાવવામાં આવે છે.

સિંગાપોરમાં બનતી આ બીયરને ન્યુબ્રુ કહેવામાં આવે છે.સિંગાપોરમાં ગટરના પાણીમાંથી પણ બીયર બનાવવામાં આવી રહી છે. ન્યુબ્રુમાં લગભગ 95 ટકા પેશાબ અને ગટરના પાણીમાંથી બનાવવામાં આવે છે.તે પાણીને સારી રીતે ફિલ્ટર કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ બીયર બનાવવા માટે થાય છે. સિંગાપોરમાં અત્યારે પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાણી બચાવવા માટે ગટરના પાણીને ફિલ્ટર કરીને તેનો ઉપયોગ બીયર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આવો છે બીયરનો સ્વાદ

ન્યુબ્રુ નામની આ બીયરને નેશનલ વોટર એજન્સી PUB અને સ્થાનિક બીયર બ્રુઅરી Brewerkz દ્વારા 8 એપ્રિલે લોન્ચ કરવામાં આવી છે. તેને પીધા પછી તેનો સ્વાદ મધ જેવો લાગે છે. પાણીના પુનઃઉપયોગ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવાના હેતુ, ન્યૂબ્રુને સિંગાપોરની સૌથી ગ્રીન બીયર તરીકે નામ આપવામાં આવ્યું છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

પેશાબ અને ગટરના પાણીમાંથી બીયર બનતી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ટ્વિટર યુઝર્સે પણ તેના પર તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. તેના પર વિવિધ પ્રકારના મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે અને લોકોએ મજાકમાં કહ્યું કે આ બીયર પહેલા કંપનીના કર્મચારીઓને ફ્રીમાં આપવામાં આવે. લોકો આ સમાચાર પર ભલે ગમે તેટલા મીમ્સ બનાવે, પરંતુ કેટલાક લોકોને સિંગાપોરમાં આલ્કોહોલિક ડ્રિંક્સમાં પાણીના દુરુપયોગને રોકવાના આ પ્રયાસને પસંદ કરી રહ્યાં છે. અને વખાણ પણ કરી રહ્યાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">