AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : દુલ્હને લહેંગા અને જ્વેલરીમાં કર્યું Push-Ups, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘અરે ભાઈ… બોડી બિલ્ડર છે’

વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા હેવી બ્રાઈડલ લહેંગા અને જ્વેલરીમાં પુશઅપ (Bride Pushups Viral Video) કરતી જોવા મળી રહી છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા (Social Media) યૂઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Viral Video : દુલ્હને લહેંગા અને જ્વેલરીમાં કર્યું Push-Ups, વીડિયો જોઈને લોકોએ કહ્યું- 'અરે ભાઈ... બોડી બિલ્ડર છે'
Bride Pushups Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 2:16 PM
Share

આ દિવસોમાં એક દુલ્હનના વીડિયોએ સોશિયલ મીડિયા (Bride Video) પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેને જોયા બાદ ઈન્ટરનેટના લોકો દંગ રહી ગઈ છે. ખરેખર, વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા હેવી બ્રાઈડલ લહેંગા અને જ્વેલરીમાં પુશઅપ (Bride Pushups Viral Video) કરતી જોવા મળી રહી છે. દુલ્હનનો આ વીડિયો (Bride Viral Video) ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, લગ્ન પહેલા દુલ્હનએ પોતાની તાકાત બતાવી છે.

વાયરલ થયેલો આ વીડિયો કોઈ સલૂનમાં શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં તમે દુલ્હનના કપડાંમાં એક મહિલાને જોઈ શકો છો, જે પોતાના જીવનમાં એક નવું જીવન શરૂ કરવા માટે તૈયાર છે. વીડિયોમાં મહિલા બ્રાઈડલ લહેંગા અને ઘણી બધી જ્વેલરી પહેરીને પુશ અપ્સ કરી રહી છે. વર્કઆઉટ કર્યા પછી તમે દુલ્હનના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકો છો. રસપ્રદ વાત એ છે કે લહેંગા અને જ્વેલરીમાં પણ આ મહિલા કોઈ પણ સમસ્યા વિના ફ્લોર પર ખૂબ જ સારી રીતે પુશ અપ્સ કરે છે.

પુશઅપ્સ કરતી દુલ્હનનો વીડિયો અહીં જુઓ…

દુલ્હનની આ અનોખી સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 12 સેકન્ડની આ ક્લિપ જોઈને કેટલાક લોકો દુલ્હનના સ્ટેમિનાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે. કેટલાક કહે છે કે, લગ્ન પહેલા દુલ્હનએ પોતાની તાકાત બતાવી હતી. જ્યારે કેટલાક કહે છે કે, તે દુલ્હન છે કે બોડી બિલ્ડર છે.

આ વીડિયો ટ્વિટર પર @dineshakula નામ પર શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘ફિટનેસનું અલગ સ્તર. લહેંગા અને જ્વેલરીમાં પુશ-અપ કરતી દુલ્હન.’ એક દિવસ પહેલા શેયર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. લોકો વીડિયો પર સતત તેમના પ્રતિભાવ આપી રહ્યા છે. વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે સાસરિયાઓ માટે આ એક પ્રકારની ચેતવણી છે.’ અન્ય એક યુઝરે મીમ દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આ જોયા પછી, વરરાજા પણ પોતાને મજબૂત બનાવવાની તાલીમ લઈ રહ્યો છે. એકંદરે આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Viral Video : આ કોરિયોગ્રાફરે ઘાઘરો પહેરીને રોડ પર કર્યો ડાન્સ, વીડિયો લોકોએ ખુબ વખાણ્યો

આ પણ વાંચો:  Google Maps પર જોવા મળી અજાયબી, રસ્તા પર ચાલી રહ્યું હતું હાથ-પગ-માથા વગરનું ધડ

g clip-path="url(#clip0_868_265)">