AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 વર્ષના બાળકની પોલીસને ફરિયાદ, “પોલીસ અંકલ જમવાનું માગુ તો મા મારે છે” જુઓ વીડિયો

Bihar: બાળકે રડતાં રડતાં SHO રાકેશ કુમારને કહ્યું કે મારી મા મને ખાવાનું નથી આપતી, જો હું ખાવાનું માંગુ તો તે મને મારે છે. બાળકની ફરિયાદ સાંભળ્યા બાદ પોલીસે પહેલા બાળક માટે ખાવાનુ મગાવ્યુ અને બાળકને જમાડ્યો હતો. ત્યારબાદ બાળકને સમજાવીને ઘરે મોકલ્યો હતો.

8 વર્ષના બાળકની પોલીસને ફરિયાદ, પોલીસ અંકલ જમવાનું માગુ તો મા મારે છે જુઓ વીડિયો
બિહાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 9:11 PM
Share

બિહાર(Bihar)ના સીતામઢી (Sitamarhi)માં માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચેલા 8 વર્ષના બાળકનો વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાળકે રડતા રડતા પોલીસકર્મીઓને તેની માતા દ્વારા માર પડવાની વાત કહી હતી. આ 8 વર્ષના બાળકનું નામ શિવમ કુમાર છે, જે ચંદ્રિકા માર્કેટ સ્ટ્રીટમાં રહેતા સંદીપ ગુપ્તાનો પુત્ર છે. નગર પોલીસ થાણાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ(Viral) થઈ રહ્યો છે.

આ વીડિયોમાં શિવમે જણાવ્યું કે જ્યારે તેણે માતા સોની દેવી પાસે ખાવાનું માંગવા ગયો તો માતાએ તેને માર માર્યો હતો. વધુમાં બાળકે કહ્યુ કે માતા તેને સમયસર ખાવાનું પણ નથી આપતી. બાળકની આ વાત સાંભળી SHO રાકેશ કુમારે બાળક માટે ભોજન મગાવી તેને વ્યવસ્થિત જમાડ્યો હતો અને ત્યારબાદ તેને સમજાવીને તેના ઘરે મોકલ્યો હતો.

SHO બાળકને કરાવ્યુ ભોજન

આ ઘટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ચંદ્રિકા માર્કેટ ગલીનો છે. અહીં એક 8 વર્ષનો બાળક તેની માતાની મારપીટની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો એ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બાળકે રડતાં રડતાં જ્યારે SHO રાકેશ કુમારને કહ્યું કે મારી માતા મને ખાવાનું નથી આપતી, જો હું ખાવાનું માંગુ તો તે મને મારે છે. બાળકની ફરિયાદ સાંભળીને ચોંકી ગયેલી પોલીસે પહેલા બાળક માટ ખાવાનું મગાવ્યુ અને તેને વ્યવસ્થિત જમાડ્યો હતો. ત્યારબાદ સમજાવીને તેને પરિવારના સભ્યો સાથે ઘરે મોકલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બાળકના પિતા બહાર રહે છે. તો બાળકને માર મારવા અંગે માતા કહે છે કે જ્યારે તે બહુ તોફાન કરે તો ક્યારેક તે તેની પીટાઈ કરે છે.

ઘટનાનો વીડિયો વાયરલ

હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળક કહી રહ્યો છે કે તેનું નામ શિવમ છે અને તે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે કહ્યું કે જ્યારે તે તેની માતા પાસેથી ખાવાનું માંગે છે તો તે તેને માર મારે છે. બાળકનો આરોપ છે કે તેને સમયસર ભોજન પણ મળતું નથી. વીડિયો અનુસાર બાળકે કહ્યું કે તેના દાદા-દાદી પણ ઘરે આવી ગયા છે. જ્યારે તે બોલે છે, ત્યારે તે તેમને ઠપકો પણ આપે છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">