તમારૂ ફેસબુક પર એકાઉન્ટ છે? તો આ સમાચાર ખાસ વાંચજો અને તેમાં આ સેટિંગ્સ કરી દેજો, નહીં તો તમારૂ બની જશે ફેક આઈડી
લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. ફેસબુક દ્વારા છેતરપિંડી કરનારા ઠગ સામન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. સ્કેમર્સ ફેક ફેસબુક એકાઉન્ટ ક્રીએટ કરીને લોકોના તેના ફ્રેન્ડ અને સંબંધીઓના નામે નિશાન બનાવી રહ્યા છે. ઠગ ફેક ફેસબુક આઈડી બનાવી મદદના નામે લોકોને લૂંટી રહ્યા છે.

હાલમાં લગભગ દરેક લોક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જુદા-જુદા સોશિયલ મીડિયા પર લોકો તેમની માહિતી, ફોટો કે વીડિયો શેર કરતા હોય છે. તે બધામાં ફેસબુક એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. ફેસબુકનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. ફેસબુક યુઝર્સની કુલ સંખ્યા દુનિયાના ઘણા દેશો કરતા પણ વધારે છે.
ફેક ફેસબુક આઈડી બનાવી મદદના નામે લોકો સાથે છેતરપિંડી
આટલા પ્રમાણમાં જ્યારે લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. ફેસબુક દ્વારા છેતરપિંડી કરનારા ઠગ સામન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. સ્કેમર્સ ફેક ફેસબુક એકાઉન્ટ ક્રીએટ કરીને લોકોના તેના ફ્રેન્ડ અને સંબંધીઓના નામે નિશાન બનાવી રહ્યા છે. ઠગ ફેક ફેસબુક આઈડી બનાવી મદદના નામે લોકોને લૂંટી રહ્યા છે.
કોઈ તમારો પ્રોફાઈલ પિક્ચર ડાઉનલોડ કરી શકે નહીં
તેથી તમારૂ ફેક આડી ન બને તેના માટે તમારે કેટલાક સેટિંગ્સ ફેસબૂકમાં સેટ કરવા પડશે. સૌથી પહેલા એવું સેટિંગ કરો કે ફેસબુકથી કોઈ તમારો પ્રોફાઈલ પિક્ચર ડાઉનલોડ કરી શકે નહીં. આ ઉપરાંત તમારી ફ્રેન્ડ લિસ્ટને પબ્લિક હોય તો ચેન્જ કરી પ્રાઈવેટ કરો. તમે જે પણ પોસ્ટ શેર કરો છો તો તેની વિઝિબિલિટી પણ સિમિત કરો.
આ પણ વાંચો: ના OTP ના કોઈ પીન નંબર! એક મહિલાના ડિજિટલ વોલેટમાંથી 1 લાખ રૂપિયાની ચોરી, જાણો કેવી રીતે થયું ફ્રોડ
કોઈ યુઝર તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ટેગ ન કરી શકે
ફેસબુકમાં એ પણ સેટિંગ કરો કે તમને કોઈ યુઝર તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ટેગ ન કરી શકે. તેના માટે પણ ફેસબુક પર સેટિંગ આપવામાં આવ્યું છે, જેને તમે ઓન કરી રાખી શકો છો. જો આ બધા સેટિંગ્સ કર્યા બાદ પણ તમારું ફેક ફેસબુક એકાઉન્ટ બને તો તમારે તે અંગે ફેસબુકને રિપોર્ટ કરવું પડશે. જેથી તે આઈડી નિષ્ક્રિય થઈ જાય.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
