ના OTP ના કોઈ પીન નંબર! એક મહિલાના ડિજિટલ વોલેટમાંથી 1 લાખ રૂપિયાની ચોરી, જાણો કેવી રીતે થયું ફ્રોડ
મહિલાએ જણાવ્યું કે, છેતરપિંડી કરનારાએ તેના પિતાનું નામ લઈને તેના ડિજિટલ વોલેટમાંથી 1 લાખ રૂપિયાની ચોરી કરી છે. તે મહિલાએ ન તો કોઈ લિંક પર ક્લિક કર્યું અને ન તો તેને કોઈ OTP મળ્યો હતો. આ કેસને લઈ સાયબર ક્રાઈમ એક્સપર્ટે જણાવ્યું કે, ટેક્સ્ટ મેસેજ એક કોડ સાથે એન્ક્રિપ્ટેડ હોય છે જેના દ્વારા સ્કેમર્સ ખાતામાંથી રૂપિયાની ચોરી કરે છે.
બેંગલુરુમાં સાયબર ક્રાઈમનો એક નવો જ કેસ સામે આવ્યો છે, જેમાં એક મહિલાના ડિજિટલ વોલેટમાંથી 1 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. છેતરપિંડી કરનારે પોતાને તેના પિતાના એક મિત્ર તરીકે ઓળખ આપી હતી. આ કેસમાં ઠગે આ મહિલાને ક્લિક કરવા માટે ન તો કોઈ OTP મોકલ્યો કે ન તો કોઈ લિંક મોકલી હતી.
ડિજિટલ વોલેટમાંથી 1 લાખ રૂપિયાની ચોરી
જેમની સાથે ફ્રોડ થયું છે તે મહિલાએ જણાવ્યું હતું કે, છેતરપિંડી કરનારાએ તેના પિતાનું નામ લઈને તેના ડિજિટલ વોલેટમાંથી 1 લાખ રૂપિયાની ચોરી કરી છે. તે મહિલાએ ન તો કોઈ લિંક પર ક્લિક કર્યું અને ન તો તેને કોઈ OTP મળ્યો હતો. આ કેસને લઈ સાયબર ક્રાઈમ એક્સપર્ટે જણાવ્યું કે, ટેક્સ્ટ મેસેજ એક કોડ સાથે એન્ક્રિપ્ટેડ હોય છે જેના દ્વારા સ્કેમર્સ લોકોના ખાતામાંથી રૂપિયાની ચોરી કરે છે.
મહિલાએ જણાવ્યું હતું કે, તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ફોન કરનારે તેની ઓળખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપી. તેણે કહ્યું કે તે તેમના પિતાનો મિત્ર છે અને તેમના પિતાએ કહ્યુ છે કે, મહિલાના ખાતામાં રૂપિયા મોકલવાના છે. તેથી મારું UPI ID માંગ્યું હતું.
વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા
મહિલાએ જ્યારે UPI ID આપ્યું, ત્યારે તેણે મારા ફોન પર એક મેસેજ મોકલ્યો અને મને કહ્યું કે તેણે મારા વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને મને તેક ચેક કરવા કહ્યું. મેં તેમના કહ્યા મૂજબ કર્યું પરંતુ ન તો તેમને કોઈ OTP કહ્યું કે ન તો કોઈ લિંક પર ક્લિક કર્યું, તેમ છતાં ખાતામાંથી બે વખત 25,000 રૂપિયા અને એક વખત 50,000 રૂપિયા ડેબિટ થયા હતા.
આ પણ વાંચો : કૌન બનેગા કરોડપતિના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે ફોન કોલ અને વોટ્સએપ પર રૂપિયાની લાલચ આપીને થાય છે ફ્રોડ
અજાણ્યા નંબર પરથી ફોન આવે તો તેના પર વિશ્વાસ કરવો નહી
છેતરપિંડી થયા બાદ મહિલાએ સ્કેમર્સને અનેક વખત ફોન કર્યા અને તેઓએ રૂપિયા પરત કરવાનું પણ કહ્યું હતું, પરંતુ છેતરપિંડી કરનારાએ નાણા આપ્યા નહીં. તેથી જ્યારે પણ આવા અજાણ્યા નંબર પરથી ફોન આવે તો તેના પર વિશ્વાસ કરવો નહી અને સાવેચેત રહેવું જોઈએ.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો