WhatsApp Updates: WhatsApp હવે થશે વધુ સુરક્ષિત, કંપનીએ લોન્ચ કર્યું બ્રાઉઝર એક્સટેંશન, આ રીતે કરશે કામ
વોટ્સએપે આ એક્સટેન્શનને કોડ વેરીફાઈ (Code Verify)નામ આપ્યું છે. આ એક્સટેન્શન વડે તમે ચેક કરી શકશો કે તમે સાચી લિંક વડે WhatsApp વેબનો ઉપયોગ કરી રહ્યાં છો કે નહીં.
વોટ્સએપે (WhatsApp)ચેટિંગને વધુ સુરક્ષિત બનાવવા માટે વેબ બ્રાઉઝર એક્સટેન્શન લોન્ચ કર્યું છે. વોટ્સએપે આ એક્સટેન્શનને કોડ વેરીફાઈ (Code Verify)નામ આપ્યું છે. આ એક્સટેન્શન વડે તમે ચેક કરી શકશો કે તમે સાચી લિંક વડે WhatsApp વેબનો ઉપયોગ કરી રહ્યાં છો કે નહીં. આ એક્સટેન્શન વોટ્સએપની ઓથેંટિસિટી આપમેળે ચકાસણી કરશે. આ એક્સ્ટેંશન Cloudflare સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે.
તમે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ અને એજ બ્રાઉઝર્સમાં કોડ વેરીફાઈ એક્સ્ટેંશન ડાઉનલોડ કરી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો. જ્યારે પણ વપરાશકર્તા વેબ વર્ઝન પર WhatsAppનો ઉપયોગ કરે છે, ત્યારે આ એક્સટેન્શન તપાસે છે કે રિસોર્સ સાચું છે કે નહીં. જો કોઈ સુરક્ષા ખતરો હોય, તો આ એક્સ્ટેંશન વપરાશકર્તાઓને તેના વિશે ચેતવણી આપે છે.
WhatsAppએ આ એક્સ્ટેંશન વિશે કહ્યું છે કે, ‘અમે Cloudflareને WhatsApp વેબના JavaScript કોડ માટે ચોકસાઈનો ક્રિપ્ટોગ્રાફિક હેશ સ્ત્રોત પ્રદાન કર્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ કોડ વેરીફાઈનો ઉપયોગ કરે છે, ત્યારે એક્સ્ટેંશન WhatsApp વેબ પર ચાલતા કોડની વોટ્સએપ દ્વારા ચકાસવામાં આવેલા અને Cloudflare પર પ્રકાશિત થયેલા કોડના વર્ઝન સાથે આપમેળે સરખામણી કરે છે, જેનાથી ઓથેંટિસિટી ચકાસવામાં આવે છે.’
જ્યારે એક્સ્ટેંશન તમારી ઓથેંટિસિટી ચકાસી શકતું નથી, ત્યારે તે નેટવર્ક ટાઈમ્સ આઉટ, સંભવિત જોખમ શોધાયેલ અને માન્યતા દર્શાવે છે. એકવાર એક્સ્ટેંશન દ્વારા કોડની ચકાસણી થઈ જાય, તે પછી તે વપરાશકર્તાને ચેતવણી આપે છે કે તેઓ જે વેબ ક્લાયંટનો ઉપયોગ કરી રહ્યાં છે તે પ્રમાણિત છે કે નહીં.
વધુ એક નવું ફિચર
ટિપસ્ટર દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટ મુજબ, જ્યારે તમે કોઈ ડિસઅપીરિંગ મેસેજ મોકલો છો, ત્યારે તમારી સ્ક્રીન પર એક સંદેશ દેખાશે, જેમાં પૂછવામાં આવશે કે શું તમે આ સંદેશને ચેટમાં રાખવા માંગો છો. જો તમે પહેલાથી જ ડિસઅપીરિંગ સંદેશ સાચવ્યો હોય, તો તમે તેને કાઢી શકો છો. રિપોર્ટ અનુસાર, આ ફીચર હજુ શરૂઆતના તબક્કામાં છે, તેથી તે હજુ સુધી લૉન્ચ થશે તે સ્પષ્ટ નથી. તે રિલીઝ થાય તે પહેલા તેમાં ઘણા ફેરફારો થઈ શકે છે.
આ પણ વાંચો: Viral: ઘુવડ પર સાપે કર્યો હુમલો, આવી ખતરનાક લડાઈ તમે ભાગ્યે જ જોઈ હશે, જુઓ વીડિયો