બદલાઈ જશે ડેસ્કટોપ પર WhatsApp ઉપયોગ કરવાની રીત, આવી રહ્યું છે આ નવું સિક્યોરિટી ફીચર

વોટ્સએપ વેબ (WhatsApp Web)ને વધુ સુરક્ષિત બનાવવા માટે હવે કંપની આ માટે સુરક્ષા ફીચર પર પણ કામ કરી રહી છે. જે પછી તમે લેપટોપ અથવા વેબ પર સરળતાથી WhatsAppનો ઉપયોગ કરી શકશો.

બદલાઈ જશે ડેસ્કટોપ પર WhatsApp ઉપયોગ કરવાની રીત, આવી રહ્યું છે આ નવું સિક્યોરિટી ફીચર
WhatsApp Web (Screenshot)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 8:28 AM

મેટા (Meta) માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ (WhatsApp) તેના વપરાશકર્તાઓની ગોપનીયતા વિશે ખૂબ જ સાવચેત છે. એપ યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે નવા અપડેટ્સ અને ફીચર્સ જાહેર કરતી રહે છે. કંપની ચેટ્સને લીક થવાથી બચાવવા માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. એ જ રીતે, કંપની ફોનમાં યુઝરના એકાઉન્ટમાં લોગિન કરવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન ફીચર આપે છે. ફોન સિવાય લોકો વેબ પર પણ WhatsAppનો ઘણો ઉપયોગ કરે છે.

મોબાઈલની સાથે વોટ્સએપ વેબને વધુ સુરક્ષિત બનાવવા માટે હવે કંપની આ માટે પણ સુરક્ષા ફીચર પર કામ કરી રહી છે. જે પછી તમે લેપટોપ અથવા વેબ પર સરળતાથી WhatsAppનો ઉપયોગ કરી શકશો. WABetaInfo અનુસાર WhatsApp તેના આગામી અપડેટમાં ડેસ્કટોપ અને વેબ વર્ઝનમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ફીચર લાવવાની યોજના બનાવી રહ્યું છે. WABetaInfoએ આ દર્શાવતો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં વેબ (WhatsApp Web) અને ડેસ્કટોપ વર્ઝન પર ટુ-સ્ટેપ વેરિફિકેશન ફીચરને ઈનેબલ અથવા ડિસેબલ કરી શકાય છે.

વેબ/ડેસ્કટોપ પર ટુ-સ્ટેપ વેરિફિકેશન ઉપલબ્ધ થશે

WABetaInfoએ તેની પોસ્ટમાં લખ્યું છે કે “વેબ/ડેસ્કટોપ ક્લાયન્ટ પર ટુ-સ્ટેપ વેરિફિકેશનને ઈનેબલ અથવા ડિસેબલ કરવું શક્ય બનશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને જ્યારે તમે તમારો ફોન ગુમ થઈ જાય અથવા તો તમારો PIN યાદ ન હોય. તમે રીસેટ લિંકની વિનંતી કરીને તેને રિસ્ટોર કરી શકો છો, પરંતુ જો તમે ટેમ્પરેરી તમારા મેઈલ એકાઉન્ટમાં લૉગ ઈન કરવામાં અસમર્થ છો.

ખરીદવી છે સૌથી સસ્તી ડિઝલ કાર, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન
કાળા રંગના આ 7 સુપરફુડનું સેવન કરવાથી શરીર રહે છે તંદુરસ્ત
આ સરળ રીત અપનાવી ઘરે જ વાવો લીલા મરચાનો છોડ
આજનું રાશિફળ તારીખ : 22-02-2024
પાકિસ્તાનમાં એક લીટર દૂધનો ભાવ કેટલો છે ?
એક બીજાના થયા રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની, લગ્નની તસવીરો વાયરલ

જેમ તમે જાણો છો, મોબાઈલ એપ્લિકેશન વર્ઝન પર ટુ-સ્ટેપ વેરિફિકેશન પહેલેથી જ ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ કરીને તમે તમારા એકાઉન્ટમાં લોગીન કરી શકો છો. તેના માટે તમારે ફક્ત તમારો ફોન નંબર એપ્લિકેશન સાથે રજીસ્ટર કરવાનો રહેશે, પછી તમારે વ્યક્તિગત પીન દાખલ કરવો પડશે અને તમે સુરક્ષિત રીતે તમારા એકાઉન્ટમાં લૉગિન કરી શકશો.

યુઝર્સ એન્ડ્રોઈડથી આઈફોન પર ચેટ્સને સ્થાનાંતરિત કરી શકશે

વોટ્સએપ વપરાશકર્તાઓ માટે તેમના એન્ડ્રોઈડ ડિવાઈસમાંથી આઈફોન પર ચેટ સ્થાનાંતરિત કરવા માટે એક સુવિધા પર કામ કરી રહ્યું છે. હાલમાં જ કંપની તેનું ટેસ્ટિંગ કરતી જોવા મળી છે. જો કે, વપરાશકર્તાઓ પહેલેથી જ સરળતાથી તેમના ડેટા અને ચેટ્સને iPhoneથી Android પર સ્થાનાંતરિત કરી શકે છે.

આ નવું iOS v22.2.74 માટે લેટેસ્ટ WhatsApp બીટામાં જોવા મળ્યું હતું. હાલ આ દરેક માટે ઉપલબ્ધ નથી. એવું માનવામાં આવે છે કે માઈગ્રેશન શક્ય બનાવવા માટે WhatsApp Move to iOS નામની એપ પર ડિપેન્ડ રહેશે.

આ પણ વાંચો: Viral: હવે ગુલાબ જાંબુના વડા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા ‘આ એક જ બાકી હતું’

આ પણ વાંચો: WhatsApp-Telegram પર ભૂલથી પણ ન મોકલતા આ મેસેજ, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">