WhatsApp New Feature : એક વાર જોયા પછી ડિલીટ થઇ જશે મેસેજ, View Once ફિચર થયુ લોન્ચ
આ ફિચરને એન્ડ્રોઇડ ફોન માટે લોન્ચ કરી દેવાયુ છે. જો તમે પણ આ ફિચરનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે પહેલા તમારા વોટ્સએપને અપડેટ કરવું પડશે.
દુનિયાભરના કરોડો લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. વોટ્સએપ પોતાના યૂઝર્સના વધુ સારા એક્સપિરિયન્સ માટે નવા નવા ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. હાલમાં જ વોટ્સએપએ પોતાનું સૌથી મહત્વનું ફિચર રોલઆઉટ કર્યુ છે. આ ફિચરનું નામ છે View Once. આ ફિચરના ઉપયોગથી યૂઝર્સ કોઇ પણ વીડિયો અથવા તો ફોટોને View Once મોડ પર મોકલી શક્શે.
આ મોડ પર મોકલવામાં આવેલી તસવીર કે વીડિયોને એક જ વાર શેયર કરી શકાશે. એક વાર આ ફોટો જોયા બાદ યૂઝર્સ તેને બીજી વાર ઓપન નહી કરી શકે તેમજ શેયર પણ નહી કરી શકે. આ ફિચર વિશે કંપનીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીર કરીને જાણકારી પણ આપી છે.
આ ફિચરને એન્ડ્રોઇડ ફોન માટે લોન્ચ કરી દેવાયુ છે. જો તમે પણ આ ફિચરનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે પહેલા તમારા વોટ્સએપને અપડેટ કરવું પડશે. વોટ્સએપને અપડેટ કરવા માટે તમે ગુગલ પ્લે સ્ટોર પર જઇ શકો છો. આ ફિચરની સાથે ઇન-એપ મેસેજ નોટિફિકેશનની સ્ટાઇલ પણ બદલાઇ ગઇ છે. જેવું તમે આ તસવીર કે વીડિયોને જોઇ લેશો તો તે મેસેજની જગ્યાએ Opened લખેલું જોવા મળશે તેમજ તે ફોટો કે વીડિયો ગાયબ થઇ જશે. જાણો આ ફિચરનો ઉપયોગ કઇ રીતે કરી શક્શો.
આ સ્ટેપ્સને ફોલોવ કરો
તમારે જેને ફોટો કે વીડિયો મોકલવો હોય તેની ચેટ વિન્ડો ઓપન કરો. મેસેજ બોક્સ પર ટેપ કરીને હવે અટેચમેન્ટ આઇકોન પર ક્લિક કરો. હવે ગેલેરીમાં જઇને જે વીડિયો કે ફોટો મોકલવો હોય તેને સિલેક્ટ કરો. હવે જ્યાં કેપ્શન લખવાની જગ્યા આવે છે ત્યાં સેન્ડના ઓપ્શનની બાજુમાં તમને એક આઇકોન જોવા મળશે. તેમાં 1 લખ્યુ હશે. હવે એક પોપ અપ આવશે જેમાં તમારે OK પર ટેપ કરવાનું છે. હવે સેન્ડ આઇકોન પર ક્લિક કરી દો.
આ પણ વાંચો – Crime News: બેરોજગારો સાથે લાખોની ઠગાઇ કરનારા Fake Call Center નો થયો પર્દાફાશ, 9 યુવતીઓ સહિત 11 લોકો ઝડપાયા