AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Mark Zuckerberg ની ‘મોટી જાહેરાત’, હવે આ ભારતીય ઉદ્યોગસાહસિક સંભાળશે ‘WhatsApp’ ની કમાન

દુનિયાના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ને હવે નવા પ્રમુખ મળી ગયા છે. Meta ના સીઈઓ માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી છે કે, હવે ભારતીય ઉદ્યોગસાહસિક WhatsApp ના આગામી ગ્લોબલ હેડ હશે.

Breaking News: Mark Zuckerberg ની 'મોટી જાહેરાત', હવે આ ભારતીય ઉદ્યોગસાહસિક સંભાળશે 'WhatsApp' ની કમાન
| Updated on: Jun 22, 2026 | 8:59 PM
Share

દુનિયાના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ને નવા પ્રમુખ મળી ગયા છે. Meta ના CEO Mark Zuckerberg એ જાહેરાત કરી કે, CRED ના સ્થાપક અને ભારતીય ઉદ્યોગસાહસિક Kunal Shah ‘WhatsApp’ ના આગામી પ્રમુખ (Head of WhatsApp) હશે.

આ નિમણૂક એવા સમયે થઈ છે, જ્યારે વર્તમાન WhatsApp પ્રમુખ Will Cathcart એ 7 વર્ષ સુધી નેતૃત્વ કર્યા પછી પદ છોડવાનો નિર્ણય કર્યો છે. માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે, વિલ કેથકાર્ટ Meta ના સૌથી પ્રભાવશાળી લીડર્સમાંના એક રહ્યા છે અને તેમના નેતૃત્વમાં WhatsApp નો વિસ્તાર 3 અબજથી વધુ યુઝર્સ સુધી થયો. તેમણે WhatsApp પર ગોપનીયતા (Privacy) ને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Zuckerberg એ જણાવ્યું કે, વિલ કેથકાર્ટ હવે Meta ની અંદર નવી ભૂમિકામાં કામ કરશે, જ્યાં તેઓ નવા પ્રોડક્ટના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, તેઓ આગળ પણ તેમની સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છે.

CRED થી WhatsApp સુધીની સફર

Meta એ કુણાલ શાહની નિમણૂકની જાહેરાત કરતા જણાવ્યું કે, તેમણે CRED ને ભારતની સૌથી મહત્વપૂર્ણ ટેક કંપનીઓમાંથી એક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. માર્ક ઝકરબર્ગના જણાવ્યા અનુસાર, કુણાલ શાહમાં “બિલ્ડર માઇન્ડસેટ” અને ગ્લોબલ (વૈશ્વિક) દ્રષ્ટિકોણ છે, જે દુનિયાની સૌથી મોટી મેસેજિંગ એપનું નેતૃત્વ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

Meta નું માનવું છે કે, કુણાલ શાહના નેતૃત્વમાં WhatsApp યુઝર્સ અને બિઝનેસ (વ્યવસાયો) બંને માટે વધુ ઉપયોગી તેમજ પ્રભાવશાળી પ્લેટફોર્મ બની શકે છે. વર્તમાનમાં WhatsApp દુનિયાભરમાં અબજો લોકો અને લાખો વ્યવસાયો દ્વારા ઉપયોગમાં લેવાય છે.

ભારતીય ટેક ઇન્ડસ્ટ્રી માટે ‘મોટી સિદ્ધિ’

કુણાલ શાહની આ નિમણૂક ભારતીય સ્ટાર્ટઅપ અને ટેક ઇન્ડસ્ટ્રી માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. CRED દ્વારા તેમણે ડિજિટલ નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી અને હવે તેઓ દુનિયાના સૌથી મોટા મેસેજિંગ પ્લેટફોર્મના નેતૃત્વની જવાબદારી સંભાળશે.

માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે, તેઓ કુણાલ શાહ સાથે મળીને WhatsApp ને દુનિયાભરના અબજો લોકો અને લાખો કારોબાર માટે વધુ સારી સેવા બનાવવાની દિશામાં કામ કરવા માટે ઉત્સાહિત છે.

Breaking News: મમતા બેનર્જી આઉટ, 60 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓએ મળીને બનાવી ‘નવી તૃણમૂલ કોંગ્રેસ’

Follow Us
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
g clip-path="url(#clip0_868_265)">