AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મમતા બેનર્જી આઉટ, 60 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓએ મળીને બનાવી ‘નવી તૃણમૂલ કોંગ્રેસ’

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સોમવારે એક મોટો રાજકીય ઉલટફેર સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર જૂથે એક સીક્રેટ મીટિંગ કરીને પક્ષના વડા મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને પદ પરથી સસ્પૅન્ડ કરવાનો દાવો કર્યો છે.

Breaking News: મમતા બેનર્જી આઉટ, 60 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓએ મળીને બનાવી 'નવી તૃણમૂલ કોંગ્રેસ'
| Updated on: Jun 22, 2026 | 8:34 PM
Share

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સોમવારે મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યારે ટીએમસી (TMC) ના બળવાખોર જૂથે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને તેમના પદ પરથી સસ્પૅન્ડ કરી દીધા છે. ન્યૂ ટાઉનમાં યોજાયેલી સાંજની બેઠકમાં ટીએમસીના જૂથે મમતા બેનર્જીને ચેરમેન પદેથી સસ્પૅન્ડ કર્યા છે. તેમની જગ્યાએ હાવડા સેન્ટ્રલના ધારાસભ્ય (MLA) અરૂપ રોયને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જૂથે અભિષેક બેનર્જીને ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરીના પદ પરથી પણ સસ્પૅન્ડ કરી દીધા છે. આ પહેલા સોમવારે વિધાનસભામાં બજેટ સત્ર યોજાયું હતું. સત્ર પૂરા થયા બાદ ટીએમસીના બળવાખોર ધારાસભ્યોએ ન્યૂટાઉન હોટેલમાં મીટિંગ કરી હતી. આ મીટિંગમાં 60 ધારાસભ્ય જોડાયા હતા. આ દરમિયાન 70 પૂર્વ કાઉન્સિલર (પાર્ષદો) પણ હાજર રહ્યા હતા. આ જ મીટિંગમાં 30 સભ્યની એક કમિટી બનાવવામાં આવી હતી.

મીટિંગમાં હાજર સૂત્રોએ માહિતી આપી હતી કે, ન્યૂ ટાઉનની એક હોટેલમાં બંધ બારણે યોજાયેલી બેઠક દરમિયાન 11 સભ્યની એક કમિટી બનાવવામાં આવી છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અરૂપ રોયને નવી બનેલી નેશનલ વર્કિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

મીટિંગમાં કોણ કોણ એકઠું થયું?

માહિતી મુજબ, બેઠકમાં રાજ્યના પૂર્વ મંત્રી જાવેદ ખાન, અરૂપ રોય અને કોલકાતા નગર નિગમના ઘણા કાઉન્સિલરો હાજર હતા. આ મીટિંગમાં ટીએમસીના નામ અને પાર્ટીના ચિહ્ન (લોગો) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સ્થળે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનર્જીની તસવીરો નહોતી.

આ મીટિંગમાં જિલ્લા કક્ષાથી લઈને ધારાસભ્ય સુધીના ટીએમસીના 500 નેતા શહેરની એક હોટેલમાં એકઠા થયા હતા. આમાં 16 જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, કાઉન્સિલર અને બળવાખોર ધારાસભ્ય હાજર રહ્યા હતા. બધાએ મળીને નેશનલ વર્કિંગ કમિટીની રચના કરીને તેની જાહેરાત કરી છે.

આ છે TMCની નવી ‘નેશનલ વર્કિંગ કમિટી’

બીજું કે, જે નવી તૃણમૂલ કોંગ્રેસની નવી નેશનલ વર્કિંગ કમિટી બનાવવામાં આવી છે, તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અરૂપ રોય, નેશનલ જનરલ સેક્રેટરી સંદીપન સાહા, જાવેદ ખાન અને રિતાબ્રતા બેનર્જીને બનાવવામાં આવ્યા છે. સાથે જ ઉપાધ્યક્ષ તરીકે ફિરહાદ હકીમ, અરૂપ બિસ્વાસ અને રથિન ઘોષની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય બળવાખોર જૂથની નજર હવે ટીએમસીના બેંક એકાઉન્ટ્સ પર પણ છે. આ અંગે ટૂંક સમયમાં કાનૂની પગલાં લેવાની વાત કહેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવનો ઉદ્ધાર નહીં પડતી ! 6 સાંસદ પક્ષ છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા

Follow Us
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">