AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Website: દુનિયાની પહેલી વેબસાઇટ કઈ હતી અને તેને બનાવવાનો હેતુ શું હતો?

પહેલી વેબસાઇટ ત્યારે લોન્ચ કરવામાં આવી હતી જ્યારે ઈન્ટરનેટ પહેલેથી જ અસ્તિત્વમાં હતું. પરંતુ વર્લ્ડ વાઈડ વેબ નવું હતું. જે લિંક્સ દ્વારા સરળ રીતે નેવિગેશન શક્ય બનાવતું હતું.

First Website: દુનિયાની પહેલી વેબસાઇટ કઈ હતી અને તેને બનાવવાનો હેતુ શું હતો?
First WebsiteImage Credit source: Freepik
| Updated on: Apr 23, 2026 | 9:59 AM
Share

આજે દુનિયાભરમાં ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે. મોબાઇલ ,કોમ્પ્યુટર વગેરેમાં અનેક વેબસાઇટ્સની ઉપલબ્ધતાથી લોકોની રોજબરોજની જરુરી વસ્તુઓ મેળવવાથી માંડીને જ્ઞાનનો અખૂટ ભંડાર પણ આપણને આ વેબલાઇટ્સમાંથી પ્રાપ્ત થાય છે. પણ શું તમે જાણો છો કે  વિશ્વની પ્રથમ વેબસાઇટ World Wide Web છે. આ વેબસાઇટ બ્રિટિશ કમ્પ્યુટર વૈજ્ઞાનિક ટિમ બર્નર્સ-લી દ્વારા 1991 બનાવવામાં આવી હતી. આ વેબસાઇટનું એડ્રેસ info.cern.ch હતું.

વેબસાઈટ એટલે શું?

વેબસાઈટ ઇન્ટરનેટ પર એકસાથે જોડાયેલા વેબ પેજ, ઈમેજીસ અને વીડિયોનો સંગ્રહ છે. જે એક ડોમેન નામ હેઠળ વેબ સર્વર પર સંગ્રહિત હોય છે. જેમ કે www.google.com તે કોઈ ચોક્કસ વિષય પર માહિતી અથવા વ્યાપાર કે મનોરંજન માટે બનાવવામાં આવે છે.

ઇન્ટરનેટ એટલે શું?

ઇન્ટરનેટ એ વિશ્વભરના કમ્પ્યુટર્સ, સર્વર અને સ્માર્ટફોન જેવા ઉપકરણોનું એકબીજા સાથે જોડાયેલું સૌથી વિશાળ વૈશ્વિક નેટવર્ક છે. તે દુનિયાભરના કમ્પ્યુટર્સને કેબલ, ફાઈબર ઓપ્ટિક્સ, સેટેલાઈટ કે વાયરલેસ તકનીકથી એકબીજાને જોડે છે.

ટિમ બર્નર્સ-લી કોણ છે?

સર ટિમ બર્નર્સ-લીનો જન્મ 8 જૂન 1955ના રોજ લંડનમાં થયો હતો. તેઓ એક અંગ્રેજી કમ્પ્યુટર વૈજ્ઞાનિક છે. જે WWW, HTML, URL સિસ્ટમ અને HTTP ના શોધક તરીકે પણ જાણીતા છે. તે દુનિયાભરના કમ્પ્યુટર્સને કેબલ, ફાઈબર ઓપ્ટિક્સ, સેટેલાઈટ કે વાયરલેસ તકનીકથી એકબીજાને જોડે છે

પહેલી વેબસાઇટ વિશેના મુખ્ય મુદ્દાઓ શું હતા?

  • હેતુ: આ વેબસાઇટનો હેતુ WWW પ્રોજેક્ટ વિશે માહિતી આપવાનો હતો. જેમાં વેબ સર્વર અને હાઇપરટેક્સ્ટ કેવી રીતે બનાવવું તેનો સમાવેશ છે.
  • હોસ્ટ: આ સાઇટ CERN (European Council for Nuclear Research) ખાતે આવેલા NeXT કમ્પ્યુટર પર ચાલતી હતી. નેક્સ્ટ કોમ્પ્યુટર, એ સ્ટીવ જોબ્સે એપલ છોડ્યા બાદ 1985માં સ્થાપેલી NeXT અને Inc. દ્વારા તયાર કરવામાં આવેલું વર્કસ્ટેશન છે.

પ્રથમ વેબસાઇટ વિશે મુખ્ય વિગતો

  • નિર્માતા: સર ટિમ બર્નર્સ-લી
  • લોન્ચ તારીખ: મીડિયા રિપોર્ટ્સ મુજબ, 1991 (પ્રોજેક્ટ 1990માં શરૂ થયો હતો)
  • સ્થાન: સ્વિટ્ઝર્લૅન્ડ
  • ઉદ્દેશ: વર્લ્ડ વાઇડ વેબ પ્રોજેક્ટનું વર્ણન કરવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સૂચનાઓ આપવા માટે
  • દેખાવ: વાદળી હાઇપરલિંક્સ સાથે સાદો ટેક્સ્ટ

ભારતની પ્રથમ વેબસાઇટ વિશે મુખ્ય વિગતો

Rediff.com ને ભારતની પ્રથમ વેબસાઇટ માનવામાં આવે છે. જે 1996માં સમાચાર અને મનોરંજન પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. જ્યારે પ્રારંભિક સરકારી સંશોધન નેટવર્ક્સ અસ્તિત્વમાં હતા. Rediff.com નું પ્રથમ ડોમેન 1996 નોંધાયેલું. સ્થાનિક સમાચાર, રમતગમત અને મનોરંજન માટે Rediff.com ને રજૂ કરવામાં આવ્યું હતું.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગત માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Tv9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

એક નાની ભૂલ અને ACનું બિલ બમણું ! આ વસ્તુઓ રૂમમાં રાખતા પહેલા વિચારજો

Follow Us
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
g clip-path="url(#clip0_868_265)">