શું છે e-NAM જેનો બજેટમાં નિર્મલા સીતારમણે ઉલ્લેખ કર્યો, ફટાફટ જોડાઇ રહ્યાં છે ખેડૂતો

શું છે e-NAM જેનો બજેટમાં નિર્મલા સીતારમણે ઉલ્લેખ કર્યો, ફટાફટ જોડાઇ રહ્યાં છે ખેડૂતો

હાલ દિલ્હીમાં ખેડૂત આંદોલન સતત ચર્ચામાં છે. આ દરમ્યાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કૃષિ બજેટને લઇને મોટી જાહેરાત કરી હતી. આ દરમ્યાન તેમણે ઇ-નામ (e-NAM) સ્કીમનું ઉલ્લેખ કર્યો હતો. આ ખૂબ મોટી સ્કીમ છે.

Chandrakant Kanoja

| Edited By: Pinak Shukla

Feb 01, 2021 | 4:14 PM

હાલ દિલ્હીમાં ખેડૂત આંદોલન સતત ચર્ચામાં છે. આ દરમ્યાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કૃષિ બજેટને લઇને મોટી જાહેરાત કરી હતી. આ દરમ્યાન તેમણે ઇ-નામ (e-NAM) સ્કીમનું ઉલ્લેખ કર્યો હતો. આ ખૂબ મોટી સ્કીમ છે. જેમાં ખેડૂતોના પાકને ઓનલાઇન ટ્રેડિંગનેમાં માધ્યમથી વેચી શકાશે. એક અંદાજ મુજબ આ પ્લેટફોર્મ પર અત્યાર સુધી 1.86 કરોડ ખેડૂતો રજીસ્ટર થઈ ચૂક્યા છે.

ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે એપ્રિલ 2016 માં ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું હતું. ઇ- નામનો મતલબ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે. જે તેના નામથી પરથી સ્પષ્ટ થાય છે. આ એક ઇ- ખેતી પોર્ટલ છે. જેમાં ખેતી સાથે જોડાયેલા ઉત્પાદનોને રાષ્ટ્રીય માર્કેટ આપે છે.

તેની માટે દેશમાં 18 રાજ્યોને એક સાથે જોડવામાં આવ્યા છે. આ રાજ્યોમાં અલગ અલગ ખેતી બજારો છે જેને ઓનલાઈન કરવામાં આવ્યા છે. તેની સાથે રાજ્ય મળીને એક માર્કેટ બની જાય છે. તેના ફાયદાએ હશે કે અગર ઉત્તર પ્રદેશમાં ખેડૂત પોતાનું ઉત્પાદન કોઇ બીજા રાજ્યમાં વેચવા ઈચ્છે તો વેચી શકે છે. તેની કિંમત વધારે મળી શકે છે.

અત્યાર સુધી આ પોર્ટલ સાથે 1. 68 કરોડ ખેડૂતો જોડાયા છે. તેની સાથે દેશના 585 બજારો ઇ-નામ સાથે જોડવામાં આવ્યા છે. ખેડૂત મોબાઇલ એપના માધ્યમથી કે રજીસ્ટર એજન્ટના માધ્યમથી તેમાં જોડાઇને પોતાની ઉપજ વેચી શકે છે. જેના લીધે વચેટીયાની ભૂમિકામાં ઘટાડો થયો છે. તેમજ નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati