Tech Tips: Paytm, GPay, Bhim App નો કરો છો ઉપયોગ તો ભૂલથી પણ ન કરતા આ ભૂલ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ગુનાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જો તમે કોઈપણ ડિજિટલ પેમેન્ટ એપનો ઉપયોગ કરી રહ્યાં છો (પછી ભલે તે Google Pay હોય કે PhonePe કે પછી Paytm), તો ચોક્કસપણે આ બાબતોને ધ્યાનમાં રાખો.

Tech Tips: Paytm, GPay, Bhim App નો કરો છો ઉપયોગ તો ભૂલથી પણ ન કરતા આ ભૂલ
Symbolic ImageImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 12:55 PM

બિલ ભરવાથી લઈને ટિકિટ બુક કરાવવા સુધી, આજની દુનિયામાં આપણે બધા સામાન્ય રીતે યુપીઆઈ (UPI App) એપ, નેટ બેંકિંગનો ઉપયોગ કરીએ છીએ. કરિયાણાની દુકાન હોય, શાકભાજીની ગાડી હોય કે પછી મોટો શોપિંગ મોલ હોય, આજકાલ ઓનલાઈન પેમેન્ટ (Online Payment)ની સુવિધા દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આપણે આ પદ્ધતિઓ દ્વારા પૈસા ટ્રાન્સફર અથવા પ્રાપ્ત પણ કરીએ છીએ જે આપણું જીવન સરળ બનાવે છે અને સમય પણ બચાવે છે. જ્યાં એક તરફ ડિજિટલ પેમેન્ટ (Digital Payment)પદ્ધતિઓ વધી રહી છે, ત્યાં સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે. અને છેતરપિંડી કરનારાઓ લોકોના પૈસાની ચોરી કરવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે.

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ગુનાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જો તમે કોઈપણ ડિજિટલ પેમેન્ટ એપનો ઉપયોગ કરી રહ્યાં છો (પછી ભલે તે Google Pay હોય કે PhonePe કે પછી Paytm), તો ચોક્કસપણે આ બાબતોને ધ્યાનમાં રાખો, છેતરપિંડીથી પણ બચી શકશો અને સુરક્ષિત ચુકવણી પણ કરી શકશો.

UPI પેમેન્ટ કરતી વખતે આ બાબતો યાદ રાખો

1. તમારી UPI એપ અપડેટ રાખો

સાયબર ગુનેગારોથી પોતાને સુરક્ષિત રાખવા માટે, તમારે સમયાંતરે તમારી UPI એપને અપડેટ કરતા રહેવું જોઈએ. સાયબર સુરક્ષાને વધારવા માટે, કંપનીઓ દરેક અપડેટ સાથે નવી સુવિધાઓ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં UPI એપને હંમેશા અપડેટ રાખો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

2. પેમેન્ટ રિસીવ કરવા માટે ક્યારેય પિન દાખલ કરશો નહીં

કોઈપણ UPI એપમાં, યુઝરને પૈસા મેળવવા માટે તેનો/તેણીનો પિન દાખલ કરવાની જરૂર હોતી નથી. તેથી, જો કોઈ તમને પૈસા મોકલતી વખતે તમારો PIN દાખલ કરવાનું કહે હોય તો સાવચેત રહો.

3. ફ્રોડ કૉલ્સથી સાવધન રહો

સાયબર અપરાધીઓ ફક્ત લોકોને લિંક્સ મોકલીને પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કરતા નથી, પરંતુ તેઓ વપરાશકર્તાઓને સીધો કૉલ કરીને તેમના પાસવર્ડ, પિન વગેરે માટે પૂછે છે. યાદ રાખો, બેંકો કોલ પર આવી વિગતો માંગતી નથી. તેથી તમારે આવા કોઈપણ કોલનો શિકાર ન થવું જોઈએ.

4. કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરશો નહીં અને PIN દાખલ કરશો નહીં

આ દિવસોમાં લોકોને મેઇલ અને વોટ્સએપ પર ખાસ કરીને તહેવારોની સિઝનમાં આકર્ષક ઑફર્સ મળે છે. આવી લિંક્સ તમને ‘ગિફ્ટ’ અથવા ‘કેશબેક’ મેળવવા માટે તમારો PIN અને અન્ય વિગતો દાખલ કરવાનું કહે છે. તેથી આવી લિંક્સથી સાવચેત રહો અને તેને ખોલવી જોઈએ નહીં.

5. મજબૂત પાસવર્ડ્સ બનાવો

UPI સેવા માટે નોંધણી કરતી વખતે મજબૂત PIN સેટ કરો. કોઈ સરળતાથી અનુમાન ન કરી શકે તેવો પિન બનાવો. UPI PIN સામાન્ય રીતે ચાર કે છ અંકોનો હોય છે.

આ પણ વાંચો: સોનું રેકોર્ડ ઉંચાઈએથી 4000 રૂપિયા સસ્તું થયું, ફેડ રેટમાં વધારા બાદ શું ખરીદવું જોઈએ Gold?

આ પણ વાંચો: Clove Cultivation: લવિંગની ખેતીમાંથી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, બજારમાં રહે છે હંમેશા માગ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">