Cyber Security : અમેરીકાની કંપનીનો દાવો, ભારતીય પોલીસ વિભાગ અને મીડિયાના ડેટા ચોરી રહ્યુ છે ચીન

ખાનગી માલિકીની મુંબઈ સ્થિત કંપનીના નેટવર્કમાંથી આશરે 500 મેગાબાઇટ ડેટા કાઢવામાં આવ્યો હતો. જૂથે કહ્યું કે તેને જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશના રાજ્ય પોલીસ વિભાગમાંથી પણ 500 મેગાબાઇટ ડેટા કાઢવામાં આવ્યો હતો.

Cyber Security : અમેરીકાની કંપનીનો દાવો, ભારતીય પોલીસ વિભાગ અને મીડિયાના ડેટા ચોરી રહ્યુ છે ચીન
US company claims China is stealing data from Indian police and media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 7:17 AM

ચીન (China) પોતાની હરકતોથી બાજ આવે એવું નથી લાગી રહ્યુ. ભારત (India) સાથે સીમા વિવાદની સાથે સાથે તે ભારતીય બજાર (Indian Market) પર પણ પ્રભુત્વ જમાવવા માંગે છે. આ સિવાય ચીની કંપનીઓ (Chinese Companies) ભારતીય લોકોના ડેટા ચોરવાની (Data Hacking) પ્રવૃત્તિઓ કરે છે. આ વિશે અગાઉ પણ કેટલાક ખુલાસાઓ થઇ ચૂક્યા છે અને હાલમાં પણ એક રિપોર્ટ સામે આવી છે જેનાથી તેની કાળી કરતૂતોનો પર્દાફાશ થઇ રહ્યો છે.

અમેરિકા (America) સ્થિત ખાનગી સાયબર સિક્યુરિટી (Private Cyber Security Company) કંપનીએ ચીન પર ભારતની મીડિયા કંપનીઓ અને પોલીસ પર સાઈબર હુમલો કરવાનો દાવો કર્યો છે. યુએસ કંપનીએ બુધવારે દાવો કર્યો હતો કે તેને સાબિત કરવા માટે પુરાવા મળ્યા છે કે રાજ્ય પ્રાયોજિત ચાઇનીઝ ગ્રુપ (ચાઇનીઝ હેકર્સ ઇન્ડિયા) અને ભારતીય મીડિયા સંગઠન સાથે પોલીસ વિભાગ અને રાષ્ટ્રીય ઓળખના ડેટાની એક્સેસ હતી. તેના માટે જવાબદાર એજન્સી હેક થઇ હતી. મેસેચ્યુસેટ્સ સ્થિત રેકોર્ડ્ડ ફ્યુચર ઇન્સેક્ટ ગ્રુપે જણાવ્યું હતું કે હેકિંગ ગ્રુપ, જેનું નામ TAG-28 છે, વિન્ટી મૈલવેયરનો ઉપયોગ કરે છે.

આ મૈલવેયર સામાન્ય રીતે કેટલાક રાજ્ય-પ્રાયોજિત ચાઇનીઝ પ્રવૃત્તિ જૂથો વચ્ચે વહેંચાયેલું છે. ચીની અધિકારીઓએ રાજ્ય પ્રાયોજિત હેકિંગના કોઈપણ પ્રકારનો સતત ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે ચીન પોતે સાયબર હુમલાખોરોનું મુખ્ય લક્ષ્ય છે. આ આરોપથી બે પ્રાદેશિક દિગ્ગજો વચ્ચે ઝઘડો વધવાની ધારણા છે. સરહદ વિવાદને લઈને બંને વચ્ચેના સંબંધો પહેલાથી જ ગંભીર રીતે વણસેલા છે.  જૂથે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સાયબર હુમલાઓ સરહદી તણાવ સાથે સંબંધિત હોઈ શકે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ 2021 ની શરૂઆતમાં નોંધાયેલા ડેટા દર્શાવે છે કે 2020 ની સરખામણીમાં 2021 માં ભારતીય સંગઠનો અને કંપનીઓને નિશાન બનાવતી રાજ્ય પ્રાયોજિત ચીની સાયબર પ્રવૃત્તિઓની સંખ્યામાં 261 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીથી ઓગસ્ટની વચ્ચે બે વિન્ટી સર્વરો સાથે બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડ મીડિયા કંપનીને આપવામાં આવેલા ચાર ‘IP’ સરનામાંઓ શોધી કાવામાં આવ્યા હતા.

તેમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી માલિકીની મુંબઈ સ્થિત કંપનીના નેટવર્કમાંથી આશરે 500 મેગાબાઇટ ડેટા કાઢવામાં આવ્યો હતો. જૂથે કહ્યું કે તેને જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશના રાજ્ય પોલીસ વિભાગમાંથી સમાન તર્જ પર 500 મેગાબાઇટ ડેટા કાઢવામાં આવ્યો હતો. જૂન 2020 માં, ભારત સાથે સરહદી વિવાદ બાદ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચીની ઉત્પાદનોના બહિષ્કારની હાકલ કરી હતી.

આ પણ વાંચો –

IPL 2021: કોહલીની ટીમને હરાવી ફુલફોર્મમાં રહેલી KKR આજે મુંબઇ ને ટક્કર આપશે, મુંબઇ માટે આજે જીત મહત્વની

આ પણ વાંચો –

Jammu Kashmir: શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા

આ પણ વાંચો –

PM Modi US Visit: “લાંબી ફ્લાઇટનો મતલબ ફાઇલ અને પેપર વર્ક” પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યુ અમેરિકા પહોચ્યા ત્યાં સુધી શું કર્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">