UAEના અંતરિક્ષ યાન ‘Hope’એ રચ્યો ઇતિહાસ, મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરનારો પાંચમો દેશ
UAE મંગળ પર તેના પ્રથમ મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યુ છે. મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરીને UAE ના અંતરિક્ષ યાન 'હોપ' (Hope)એ
UAE મંગળ પર તેના પ્રથમ મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યુ છે. મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરીને UAE ના અંતરિક્ષ યાન ‘હોપ’ (Hope)એ ઇતિહાસ રચી દીધો છે, પોતાના પહેલા જ પ્રયાસમાં તેણે મંગળ ગ્રહની કક્ષામાં સુરક્ષિત પ્રવેશ કરી લીધો છે, હોપ લગભગ 1,20,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મંગળ ગ્રહના ચક્કર લગાવી રહ્યુ છે, UAEએ પોતાના આ મિશનને 6 મહિના પહેલા ‘હોપ પ્રોબ’ નામથી લોંચ કર્યુ હતુ, સાથે જ UAE મંગળ ગ્રહની કક્ષામાં પહોંચનાર દુનિયાનો પાંચમા નંબરનો દેશ બન્યો છે.
- UAEના અંતરિક્ષ યાન ‘હોપ’એ સફળતા પૂર્વક મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો
- હોપ લગભગ 1,20,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મંગળ ગ્રહના ચક્કર લગાવી રહ્યુ છે
- આ મિશનનું લક્ષ્ય મંગળ ગ્રહના ગ્લોબલ વેધરનો મેપ તૈયાર કરવાનું છે
- હોપનું ઓર્બિટર અંડાકાર છે અને એક વર્ષ દરમિયાન તે મંગળના સમગ્ર વિસ્તાર પર નજર રાખશે
- UAEની આ સફળતાનો રંગ બુર્જ ખલીફા પર પણ ચઢ્યો
- સાથે જ સમગ્ર દુબઇને લાઇટીંગ થી શણગારવામાં આવ્યુ
Follow Us





