AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Account Ban: કેમ 11 લાખથી વધારે ભારતીય એકાઉન્ટ પર લાગ્યો પ્રતિબંધ? જાણો કારણ

Twitter Account Ban: ટ્વિટરને ભારતમાં સ્થિત ટ્વિટર વપરાશકર્તાઓ તરફથી દુરુપયોગ/સતામણી (264), હેટફૂલ કન્ડક્ટ (84), એડલ્ટ કન્ટેન્ટ (67) અને બદનક્ષી (51) સંબંધિત ફરિયાદો સૌથી વધુ મળી છે.

Twitter Account Ban: કેમ 11 લાખથી વધારે ભારતીય એકાઉન્ટ પર લાગ્યો પ્રતિબંધ? જાણો કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 9:12 AM
Share

Twitter Account Ban: જ્યારથી એલોન મસ્કે (Elon Musk) ટ્વિટરનો (Twitter) હવાલો સંભાળ્યો છે, ત્યારથી તેમણે યુઝર્સ માટે પ્લેટફોર્મને સારૂ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તમને જણાવી દઈએ કે પ્લેટફોર્મ પર થઈ રહેલી કેટલીક ખોટી બાબતોને અટકાવવા માટે હવે ટ્વિટરે ભારતમાં 26 એપ્રિલથી 25 મે વચ્ચે ચાલી રહેલા 11 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કેમ એકાઉન્ટસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો?

તમને જણાવી દઈએ કે ટ્વિટરે બાળ યૌન શોષણ અને સહમતિ વગરની ન્યૂડિટી જેવી વસ્તુઓને પ્રમોટ કરતા 11,32,228 ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, ટ્વિટરે આવા 1,843 ટ્વિટર એકાઉન્ટને પણ પ્રતિબંધિત કરી દીધા છે. જે એકાઉન્ટ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા હતા.

નવા IT નિયમો 2021ના પાલન સાથે સંબંધિત તેનો માસિક રિપોર્ટ જાહેર કરતાં ટ્વિટરે કહ્યું કે કંપનીને ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા ભારતમાં વપરાશકર્તાઓ તરફથી 518 ફરિયાદો મળી છે. આ રિપોર્ટમાં ટ્વિટરે જણાવ્યું છે કે ફરિયાદોની નજીકથી તપાસ કર્યા બાદ અમે 25 એકાઉન્ટને સસ્પેન્ડ કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ અન્ય એકાઉન્ટ પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે.

ટ્વિટરને ભારતમાં સ્થિત ટ્વિટર વપરાશકર્તાઓ તરફથી દુરુપયોગ/સતામણી (264), હેટફૂલ કન્ડક્ટ (84), એડલ્ટ કન્ટેન્ટ (67) અને બદનક્ષી (51) સંબંધિત ફરિયાદો સૌથી વધુ મળી છે. જો તમે પણ ટ્વિટર પર કંઈક એવું કર્યું છે જેના કારણે તમારી સામેની વ્યક્તિને મુશ્કેલી થઈ અને તેણે તમારા વિશે ફરિયાદ કરી તો શક્ય છે કે તમારૂ ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લાગી શકે છે.

આ પણ વાંચો: PM Modi in Shahdol: આદિવાસી સમુદાયને મળ્યા, બાળકોને કર્યું વ્હાલ, પકરિયામાં પીએમ મોદીની અનોખી શૈલી

શું કહે છે નવા આઈટી નિયમો 2021?

2021 IT નિયમો હેઠળ, મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે જેનો યુઝર ડેટા બેઝ 5 મિલિયન (50 લાખ) કરતાં વધુ છે તેમને દર મહિને કંપ્લાયન્સ રિપોર્ટ્સ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. યાદ અપાવી દઈએ કે ટ્વિટરે 26 માર્ચથી 25 એપ્રિલની વચ્ચે 25,51,623 ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">