આ 20 એપ્લિકેસન્સ છે તમારા ફોનની દુશ્મન, બેટરીને ખલાસ કરીને ફોનને કરે છે સ્લો

આ એપ્સમાં સોશિયલ મીડિયા, ફાર્મેસી, હેલ્થ-ફિટનેસ અને ગ્રોસરી એપ્સ સામેલ છે. 20 સૌથી વધુ બેટરી કન્ઝ્યુમ કરનાર એપમાં ફિટબિટ ટોપ પર રહી.

આ 20 એપ્લિકેસન્સ છે તમારા ફોનની દુશ્મન, બેટરીને ખલાસ કરીને ફોનને કરે છે સ્લો
20 secret battery killer apps
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:18 PM

શું તમે ક્યારે વિચાર્યુ છે કે તમારો નવો આઇફોન કે એન્ડ્રોઇડ ફોન (Android Phone) થોડા દિવસો પછી સ્લો કેમ થઇ જાય છે અને તેની બેટરી ઝડપથી કેમ ઉતરવા લાગે છે. તો તેના પાછળનું મુખ્ય કારણ કેટલીક એવી એપ્સ છે જેને તમે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો છો. આ એપ્લિકેશન્સ તમારા ફોનની બેટરીને ઝડપથી ચૂસી લે છે. આ વિષય પર એક ક્લાઉડ બેસ્ડ સ્ટોરેજ કંપની pCloud એ હાલમાં જ એક રિસર્ચ કરી છે. તેમણે સૌથી વધુ વપરાશમાં લેવાતી એપ્લિકેશન્સ પર રિસર્ચ કરીને શોધી કાઢ્યુ છે કે કઇ એપના કારણે તમારા ફોનની બેટરી વધુ ડ્રેન થઇ જાય છે અને તમારો ફોન સ્લો થઇ જાય છે.

કંપનીએ જણાવ્યુ કે, સૌથી વધુ ડિમાન્ડિંગ એપ્સ વિશે જાણકારી મેળવતી વખતે તેમણે 3 વાતો પર ખાસ ધ્યાન આપ્યુ. આ એપ કયા કયા એપ્લિકેશન્સને યૂઝ કરે છે જેમકે લોકેશન, કેમેરા અથવા તો બેટરીનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેમાં ડાર્ક મોડ ઉપ્લબ્ધ છે કે નહી. ત્યાર બાદ તેમણે એવી 20 મોસ્ટ ડિમાન્ડિંગ એપ્સને શોધી જેનાથી તમને અંદાજો આવી શકે કે એ કયા એપ છે જે સૌથી વધુ બેટરી કન્ઝ્યુમ કરે છે.

આ એપ્સમાં સોશિયલ મીડિયા, ફાર્મેસી, હેલ્થ-ફિટનેસ અને ગ્રોસરી એપ્સ સામેલ છે. 20 સૌથી વધુ બેટરી કન્ઝ્યુમ કરનાર એપમાં ફિટબિટ ટોપ પર રહી. આ ફિટનેસ બેન્ડ એપ 16 માંથી 14 બેકગ્રાઉન્ડ ફંક્શન્સના ઉપયોગ કરે છે જેમાં 4 સૌથી વધુ ડિમાન્ડિંગ છે તેમાં કેમેરા, લોકેશન, માઇક્રોફોન અને વાઇ-ફાઇ ફંક્શન સામેલ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બીજા નંબર પર છે Verizon જેની મદદથી તમે તમારા વેરિઝોન બિલને પે કરી શકો. આ એપ Uber, Skype અને Facebook કરતા વધારે બેટરી કન્ઝ્યુમ કરે છે.

કઇ કઇ એપ સૌથી વધુ બેટરી કન્ઝ્યુમ કરે છે ?

Fitbit, Verizon, Uber, Skype, Facebook, Airbnb, BIGO LIVE, Instagram, Tinder, Bumble, Snapchat, WhatsApp, Zoom, YouTube, Booking.com, Amazon, Telegram, Grindr, Likee અને LinkedIn

આ પણ વાંચો – 15 વર્ષના છોકરાએ 9 વર્ષની મામાની બહેન પર આચર્યું દુષ્કર્મ, પકડાઈ જવાના ડરથી તેને મારી નાખવાની આપી ધમકી

આ પણ વાંચો – આ દેશમાં રસી લેનાર યુવાનોને સરકાર આપશે ગિફ્ટ, પીઝા ડિસ્કાઉન્ટથી લઈને શોપિંગ વાઉચરો છે સામેલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">