Twitter સામે સરકારે કરી લાલ આંખ, કહ્યું સૌથી મોટા લોકતંત્રને દબાવવાનો પ્રયત્ન કર્યો

Koo એપ પર સરકારની પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે Twitter ને એક જોરદાર સંદેશ આપવા માંગે છે.

Twitter સામે સરકારે કરી લાલ આંખ, કહ્યું સૌથી મોટા લોકતંત્રને દબાવવાનો પ્રયત્ન કર્યો
FILE PHOTO
Follow Us:
| Updated on: May 27, 2021 | 8:06 PM

Twitter અને કેન્દ્ર સરકાર હવે સામસામે આવી ગયા છે. પહેલા Twitter India ની દિલ્હી અને ગુરૂગ્રામ ઓફીસમાં દિલ્હી પોલીસના દરોડા અને હવે નવી IT પોલીસીને લઈને Twitter અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. સરકારની નવી IT ગાઈડલાઈન અંગે અભિવ્યક્તિની આઝાદીનો મુદ્દો ઉઠાવનાર ટ્વીટર વિરૂદ્ધ સરકારે ટ્વીટર સાથે સ્વદેશી માઈક્રો  બ્લોગીંગ Koo એપ પર પ્રેસ રીલીઝ જાહેર કરી છે.

Twitter સામે સરકારે કરી લાલ આંખ ટ્વીટર વિરૂદ્ધ સરકારે સ્વદેશો માઈક્રો બ્લોગીંગ Koo એપ પર પ્રેસ રીલીઝ જાહેર કરી Twitter સામે સરકારે લાલ આંખ કરી છે. ઇન્ફર્મેશન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા સ્વદેશી Koo એપ પર નિવેદન જાહેર કરીને ટ્વિટર પર હુમલો કરવામાં આવ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ટ્વીટર સાથે Koo એપ પર સરકારની પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે ટ્વિટરને એક જોરદાર સંદેશ આપવા માંગે છે. પોતાના નિવેદનમાં સરકારે એક સુરમાં કહ્યું છે કે ટ્વિટર દ્વારા વિશ્વના સૌથી મોટા લોકતંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.મંત્રાલયે કહ્યું કે ટ્વિટરે સરકારના નવા IT નિયમોને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને ભારતમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ માટે સલામત આશ્રય સ્થાન તરીકે કામ કર્યું છે.

સરકારે અભિવ્યક્તિની આઝાદી અંગે ટ્વીટરને જ ઘેર્યુ Twitter એ નવા IT નિયમો અંગે અભિવ્યક્તિની આઝાદી નો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ જ મુદ્દે કેન્દ્ર સરકારે ટ્વીટરને વેધક સવાલો પૂછ્યા છે અને ટ્વીટરને ઘેર્યુ છે. સરકારે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીની વાત કરનારું ટ્વીટર ભારત વિરોધી ખોટા સમાચાર, લખાણોને શેર કરે છે. ભારત-ચીન સીમા વિવાદમાં પણ ટ્વીતે લદ્દાખને ચીનનો ભાગ ગણાવી દીધું હતું, અને આ ભૂલ સુધારવામાં પણ ઘણો સમય જતો રહ્યો હતો.

વિદેશી કંપની નક્કી ન કરે ભારતના નિયમો સરકારે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીનું રક્ષણ કરવાનો વિશેષ અધિકાર Twitter જેવી વિદેશી, ખાનગી, નફો કમાનારી સંસ્થા પાસે નથી. વિદેશી કંપની નક્કી ન કરે કે ભારતના નિયમો કેવા હોવા જોઈએ. ટ્વીટર માત્ર એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને એના સોશિયલ મીડિયાના નિયમો ઘડવાનું કામ માત્ર અને માત્ર સરકારનું છે.ભારતમાં IT અને સોશિયલ મીડિયા સંબંધી નિયમો કેવા હોવા જોઈએ એ નક્કી કરવાનું કામ ટ્વીટરનું નથી.

આ પણ વાંચો : Varanasi માં અનોખો કેસ : કોવીડ નેગેટીવ મહિલાએ કોવીડ પોઝીટીવ બાળકીને જન્મ આપ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">