આવી ગયું WhatsApp નું સૌથી મોટુ અપડેટ, શું ખતમ થઈ જશે ચેટ લીકની સમસ્યા ? જાણો અહીં

WhatsApp તરફથી મોટુ અપડેટ આપવામાં આવી રહ્યું છે. જેથી તમારી ચેટ ન માત્ર સુરક્ષિત થશે પરંતુ ચેટ લીકની સમસ્યા પણ ખતમ થઈ જશે હકીકતમાં વોટ્સએપ તરફથી ડિસઅપીરિંગ મેસેજ ફીચરમાં આ એડ કરવામાં છે.

આવી ગયું WhatsApp નું સૌથી મોટુ અપડેટ, શું ખતમ થઈ જશે ચેટ લીકની સમસ્યા ? જાણો અહીં
WhatsApp (Symbolic Image)

WhatsApp તરફથી મોટુ અપડેટ આપવામાં આવી રહ્યું છે, જેથી તમારી ચેટ ન માત્ર સુરક્ષિત થશે. પરંતુ ચેટ લીકની સમસ્યા પણ ખતમ થઈ જશે. હકીકતમાં વોટ્સએપ તરફથી ડિસઅપીરિંગ મેસેજ (Disappearing Messages)ફીચરને રોલઆઉટ કર્યું છે.

ડિસઅપીરિંગ મેસેજ સુવિધામાં નવું શું છે ?

હવે તમે કહેશો કે આમાં નવું શું છે? તો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ ફીચર દરેક ચેટ માટે અલગથી ઓન કરવું પડતું હતું. પરંતુ હવે યુઝર્સ પાસે તમામ નવી વન-ઓન-વન ચેટ માટે ઓટોમેટિક ઓન કરવાનો વિકલ્પ હશે. આનાથી તમામ WhatsApp સંદેશાઓ આપમેળે કાઢી નાખવામાં આવશે. તેને નવી ચેટ્સ માટે ડિફોલ્ટ રૂપે ચાલુ રાખી શકાય છે.

iOS ગેજેટ્સ માટે પણ અપડેટ રિલીઝ કરવામાં આવ્યું

વોટ્સએપનું આ નવું ફીચર (New feature)એન્ડ્રોઈડની સાથે આઈઓએસ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ છે. એકવાર વોટ્સએપ ડિસએપિયરિંગ મેસેજીસ ફીચર (Disappearing messages feature)ચાલુ થઈ જાય પછી, સંદેશ મોકલ્યાના સાત દિવસ પછી મીડિયા ફાઇલો, ઑડિયો ફાઇલો અને અન્ય સામગ્રી આપમેળે ચેટમાંથી ડિસઅપીયર થઈ જશે.

વોટ્સએપમાં પહેલા 7 દિવસમાં મેસેજ ડિલીટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જો કે, હવે કંપનીએ 24 કલાક અને 90 દિવસ જેવા બે નવા સમયગાળાનો વિકલ્પ ઉમેર્યો છે. આ ઉપરાંત, જો તમે ચેટ હિસ્ટ્રી રાખવા માંગતા હો, તો તમને આ સુવિધાને ઓફ રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

કેવી રીતે કરવો ઉપયોગ

સૌ પ્રથમ, WhatsApp ખોલો, પછી તે સંપર્કને પસંદ કરો અને ખોલો જેના માટે તમે ડિસઅપીરીંગ મેસેજ ફિચર ઓન કરવા માગો છો તે કોન્ટેક્ટને સિલેક્ટ કરી ઓપન કરો. ટોચ પર દેખાતા કોન્ટેક્ટ પર ક્લિક કરો. ત્યારે બાદ કોન્ટેક્ટ માહિતી ખુલશે. જ્યાં Disappearing Message ફીચર દેખાશે, જેને ઓન કરવાનું રહેશે. ઓપ્શન ઓન કર્યા બાદ ડિસઅપીરીંગ મેસેજ ફીચર એક્ટિવેટ થઈ જશે. આ પછી મેસેજ આપમેળે નીકળી જશે. તેને ડિએક્ટિવેટ કરવા માટે, તે જ પ્રક્રિયાને અનુસરો અને બંધ પર ક્લિક કરો. મીડિયા ફાઇલો ડિવાઈસ પર હાજર રહેશે. ત્યારે ફોરવર્ડ કરેલા મેસેજ આપમેળે ડિલીટ નહીં થાય.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકો વિકસાવશે રોગ પ્રતિરોધક બિયારણ, તેનાથી બટાકા, ઘઉં અને ડાંગરના પાકનું વધશે ઉત્પાદન

આ પણ વાંચો: Crime: પહેલા પોતાની પત્ની અને ત્યાર બાદ તેના પ્રેમીની હત્યા કરી એ પણ પોતાની પ્રેમીકાની મદદથી, આ રીતે ખુલ્યો હત્યાનો રાજ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati