AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Water Heater Guide: ખરીદતા પહેલા જાણો કે સોલાર વોટર હીટરમાં 5 વર્ષની વોરંટી અને ISI માર્ક શા માટે જરૂરી છે

સોલાર વોટર હીટર ખરીદતી વખતે માત્ર કિંમત નહીં, પણ ISI માર્ક અને વોરંટીનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

Solar Water Heater Guide: ખરીદતા પહેલા જાણો કે સોલાર વોટર હીટરમાં 5 વર્ષની વોરંટી અને ISI માર્ક શા માટે જરૂરી છે
| Updated on: Nov 29, 2025 | 2:52 PM
Share

સોલાર વોટર હીટર ખરીદતા સમયે ઘણા લોકો ફક્ત કિંમત અને ક્ષમતા પર ધ્યાન આપે છે, પરંતુ બે સૌથી મહત્વપૂર્ણ બાબતો ISI માર્ક અને ઓછામાં ઓછી 5 વર્ષની વોરંટી. ઘણી વખત નજરમાંથી છૂટી જાય છે. જો તમે વીજળીના બિલમાં ઘટાડો કરવા અને પર્યાવરણને અનુકૂળ પગલું ભરવા માંગતા હો, તો સોલાર વોટર હીટર એક ઉત્તમ રોકાણ છે. પરંતુ યોગ્ય મોડેલ પસંદ કરવું જરૂરી છે, જેથી લાંબા સમય સુધી ગરમ પાણી મળી રહે.

ISI માર્ક શા માટે મહત્વપૂર્ણ છે?

વિગત ધ્યાનમાં રાખવાની બાબતો
હીટરનો પ્રકાર FPC / ETC — ઠંડા વિસ્તારોમાં ETC વધુ અસરકારક
ક્ષમતા વ્યક્તિ દીઠ 25–50 લિટર
ટાંકીનું મટીરિયલ સ્ટેનલેસ સ્ટીલ / હળવા સ્ટીલ સાથે ગ્લાસ લાઇનિંગ
સેવા લોકલ સર્વિસ નેટવર્ક ધરાવતી બ્રાન્ડ પસંદ કરો

બજારમાં સોલાર હીટરના અનેક મોડેલ્સ ઉપલબ્ધ છે, પણ દરેક ઉત્પાદન વિશ્વસનીય હોય તે જરૂરી નથી. ISI માર્ક એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર છે, જે ઉત્પાદનની ગુણવત્તા અને સલામતીની ખાતરી આપે છે.

  • ગુણવત્તાની ખાતરી: ISI માર્ક દર્શાવે છે કે હીટર ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીથી બનેલું છે અને લાંબો સમય ચાલવા સક્ષમ છે.
  • ઉત્તમ કામગીરી: આ ચિહ્ન જણાવે છે કે હીટર પાણી ઝડપથી અને અસરકારક રીતે ગરમ કરશે અને જરૂરી તાપમાન જાળવી રાખશે.
  • સરકારી યોજનાઓનો લાભ: ઘણી સબસિડી અને ગ્રાન્ટ ફક્ત ISI-પ્રમાણિત ઉત્પાદનો પર જ ઉપલબ્ધ હોય છે.
  • અથાર્ત્‌, જો હીટર પર ISI માર્ક નથી, તો પસંદગી ટાળવી જ યોગ્ય.

 5 વર્ષની વોરંટી કેમ જરૂરી છે?

સોલાર વોટર હીટર એક લાંબા ગાળાનું રોકાણ છે. એટલે, લાંબી વોરંટી ગ્રાહકને માનસિક અને આર્થિક બંને સુરક્ષા આપે છે.

  • રોકાણની સુરક્ષા: વોરંટી તમને ઉત્પાદનનાં ખામી અથવા નિષ્ફળતા સામે રક્ષણ આપે છે.
  • બ્રાન્ડની વિશ્વસનીયતા: લાંબી વોરંટી આપતી કંપનીઓ તેમના ઉત્પાદના ગુણવત્તા પર વિશ્વાસ રાખે છે.
  • જાળવણીનો ઘટાડો: વોરંટી દરમિયાન જો કોઈ સમસ્યા થાય તો સમારકામ અથવા ભાગો બદલવાનો ખર્ચ કંપની ઉઠાવે છે.
  • ખરીદી કરતી વખતે ધ્યાન રાખો, ન્યૂનતમ 5 વર્ષની વોરંટી જરૂરી છે.

વધારાની જરૂરી સુચનાઓ

  • છત પર પૂરતો સૂર્યપ્રકાશ મળે છે તેની ખાતરી કરો.
  • ગ્રાહક સમીક્ષાઓ અને વેચાણ બાદની સેવા રેટિંગ ધ્યાનમાં લો.
  • જરૂર પડે તો તમારા રાજ્યની સોલાર ઊર્જા સહાય અથવા યોજના વિશે જાણકારી મેળવો.

Water Heater : બિલની ચિંતા નહીં અને ગેસની જરૂર નહીં, આ ટ્રીક વડે વગર ખર્ચે પાણી મિનિટોમાં થશે ગરમ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">