Signal ના ફાઉન્ડરે આપ્યું રાજીનામું, સિગ્નલ હવે વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં
આ રાજીનામા બાદ વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટન (Brian Acton)ને વચગાળાના સીઈઓ બનાવવામાં આવ્યા છે. મોક્સીએ પોતાના બ્લોગ અને ટ્વીટ દ્વારા રાજીનામાની માહિતી આપી છે.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ સિગ્નલ(Instant messaging app signal)ના સ્થાપક અને સીઇઓ મોક્સી માર્લિન્સપાઇ(founder Moxie Marlinspike)કે રાજીનામું આપ્યું છે. આ રાજીનામા (Resigns) બાદ વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટન(Brian Acton, co-founder of WhatsApp)ને વચગાળાના સીઈઓ બનાવવામાં આવ્યા છે. મોક્સીએ પોતાના બ્લોગ અને ટ્વીટ દ્વારા રાજીનામાની માહિતી આપી છે.
મોક્સીએ તેમના પોસ્ટમાં જણાવ્યું કે “આ નવું વર્ષ છે અને મેં નક્કી કર્યું છે કે મારી જાતને સિગ્નલના સીઇઓ તરીકે બદલવાનો આ સારો સમય છે,” મોક્સીએ વધુમાં કહ્યું છે કે તે સિગ્નલના કાયમી સીઈઓ પદ માટે ઉમેદવારોની શોધમાં છે. આ રાજીનામા બાદ વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટન (Brian Acton)ને વચગાળાના સીઈઓ બનાવવામાં આવ્યા છે. મોક્સીએ પોતાના બ્લોગ અને ટ્વીટ દ્વારા રાજીનામાની માહિતી આપી છે.
It’s a new year! I’ve decided it’s a good time to replace myself as the CEO of Signal: https://t.co/oX6yLebDhh
— Moxie Marlinspike (@moxie) January 10, 2022
હાલમાં બ્રાયન એક્ટન (Brian Acton)ને સીઈઓની જવાબદારી સોંપવામાં આવી છે. એક્ટને 2009માં WhatsApp લોન્ચ કર્યું હતું, જે હાલમાં સિગ્નલની હરીફ એપ છે. વર્ષ 2014 માં, મેટા પ્લેટફોર્મ (Facebook) એ WhatsAppને ખરીદ્યું. બ્રાયન એક્ટને 2017માં વોટ્સએપ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.
વર્ષ 2018 માં, એક્ટને Moxie સાથે બિન-લાભકારી સંસ્થા તરીકે સિગ્નલ એપ શરૂ કરી. એક્ટને તે દરમિયાન સિગ્નલમાં $50 મિલિયન અથવા લગભગ 370 કરોડનું ફંડિંગ આપ્યું હતું.
સિગ્નલ એ WhatsApp જેવી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ પણ છે જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. તમે તેનો ઉપયોગ Windows, iOS, Mac અને Android ઉપકરણો પર કરી શકો છો. સિગ્નલ એપ્લિકેશન સિગ્નલ ફાઉન્ડેશન અને સિગ્નલ મેસેન્જર એલએલસીની માલિકીની છે અને તે એક બિન-લાભકારી કંપની (Non-profit company)છે.