Ahmedabad: વિવેકાનંદ વોર્ડમાં ભાજપના મહામંત્રી મહેશ આચાર્યએ AMCનાં સુપરવાઈઝરને લાફો ઝીંકી દીધો?  મામલો પોલીસ મથકમાં પહોચ્યો

Ahmedabad: વિવેકાનંદ વોર્ડમાં ભાજપના મહામંત્રી મહેશ આચાર્યએ AMCનાં સુપરવાઈઝરને લાફો ઝીંકી દીધો? મામલો પોલીસ મથકમાં પહોચ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 11:09 AM

AMCના સુપરવાઇઝરે ભાજપના મહામંત્રી મહેશ આચાર્યે તેમની બદલી કરાવી દેવાની અને જોઇ લેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

અમદાવાદના પૂર્વ ઝોનના વિવેકાનંદ વોર્ડમાં ભાજપના મહામંત્રી દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ થયો છે. ભાજપના મહામંત્રી મહેશ આચાર્ય પર આક્ષેપ છે કે તેમણે પેવર બ્લોકનું કામ અટકાવીને AMCના સુપરવાઈઝરને લાફો ઝીંકી દીધો હતો. જેને લઈ સુપરવાઈઝરે વિવેદાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ કરનાર AMCના સુપરવાઇઝર દિલીપ ચૌહાણે જણાવ્યુ છે કે, ગત ડિસેમ્બરના અંતે વિવેકાનંદનગરમાં મહાકાલેશ્વર મંદિર પાસે પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ થઇ હતી. તે સમયે વિવેકાનંદનગર વોર્ડના ભાજપના મહામંત્રી મહેશ આચાર્ય સ્થળ પર ધસી આવ્યા હતા અને કામ બંધ કરાવી દીધું હતું.

AMCના સુપરવાઇઝરે ભાજપના મહામંત્રી મહેશ આચાર્યે તેમની બદલી કરાવી દેવાની અને જોઇ લેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. AMCના સુપરવાઇઝરના જણાવ્યા અનુસાર બાદમાં ગત સોમવારે સવારે સ્ટાફ સાથે મહાકાલેશ્વર મંદિર પાસે ફરીથી પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી.. આ દરમિયાન મહેશ આચાર્ય ફરી ત્યાં પહોંચ્યા હતા અને લાફો ઝીંકી ધક્કો મારીને ધમકી આપી હતી.

AMCના સુપરવાઇઝરે જણાવ્યુ કે તેમના પર હુમલો થયો તે સમયે સહ-કર્મચારી સહિતના લોકોએ વચ્ચે પડીને તેમને ગેરવર્તન ન કરવા સમજાવ્યા હતા. જેના જવાબમાં મહેશ આચાર્યએ કહ્યું હતું કે પોતે ન કહે ત્યાં સુધી કામ શરૂ નથી કરવાનું. જેથી ભયભીત થયેલો સ્ટાફ કામગીરી બંધ કરીને ચાલ્યો ગયો હતો.

આ પણ વાંચોઃ

Ahmedabad: અસારવા અને સોલા સિવિલમાં સ્ટાફમાં 29 લોકો કોરોના સંક્રમિત, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ

આ પણ વાંચોઃ

ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા

 

g clip-path="url(#clip0_868_265)">