AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garena Free Fire અને PUBG India પર પ્રતિબંધ લાગવાના એંધાણ, પીએમ મોદી સુધી પહોંચ્યો મામલો

લોકપ્રિય ગેમ PUBG ને ભારત સરકારે બેન કરી દીધી હતી. ગલવાન ઘાટીની ઘટના બાદ સરકારે ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો હતો જેમાં PUBG પણ સામેલ હતી.

Garena Free Fire અને PUBG India પર પ્રતિબંધ લાગવાના એંધાણ, પીએમ મોદી સુધી પહોંચ્યો મામલો
Garena Free Fire and PUBG India will be ban in india
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:32 PM
Share

ભારતમાં રમાતી કેટલીક પોપ્યુલર ગેમ્સ પર ફરીથી પ્રતિબંધ મુકાય તેવી શક્યતા છે. પીએમ મોદીને કેટલીક ગેમ્સને બેન કરવા માટેની ભલામણ કરતો પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્ર એડીજે નરેશ કુમાર લાકાએ લખ્યો છે. પીએમને લખવામાં આવેલા પત્રમાં “PUBG India” અને ગરેના ફ્રી ફાયર(Garena Free Fire) જેવી ગેમ્સ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.

ભારતમાં ઓનલાઇન ગેમ્સએ ઘણા બાળકોના જીવ લીધા છે તેવામાં લાકાએ પત્રમાં લખ્યુ છે કે, બેટલ રોયલ ગેમ્સ બાળકો પર ખરાબ પ્રભાવ પાડે છે. તેમણે આ પત્રમાં પબજી બેન કર્યા બદલ સરકારના વખાણ પણ કર્યા હતા. તેમણે વધુમાં લખ્યુ કે, હાલમાં બે ગેમ Garena Free Fire અને PUBG India એવી છે જે બાળકોના વિકાસ પર વિપરીત અસર કરે છે.

બાળકો ઓનલાઇન ગેમ્સ રમવામાં એટલો સમય વ્યતિત કરે છે કે જેનાથી તેમનું સામાન્ય જીવન અસ્ત-વ્યસ્ત થઇ જાય છે. તે બાળકોના પરિવાર અને તેમના સામાજીક વ્યવહારને પ્રભાવિત કરે છે. આઉટ ડોર ગેમ્સ રમવાની જગ્યાએ આખો દિવસ ઓનલાઇન ગેમ્સ રમવાથી બાળકોના શારીરીક વિકાસ પર તો અસર થાય છે. આખો દિવસ ફોન અને કોમ્પ્યુટરમાં જોવાના કારણે આંખો પણ ખરાબ થાય છે.

તમને જણાવી દઇએ કે, લોકપ્રિય ગેમ PUBG ને ભારત સરકારે બેન કરી દીધી હતી. ગલવાન ઘાટીની ઘટના બાદ સરકારે ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો હતો જેમાં PUBG પણ સામેલ હતી. જ્યાર બાદ ગેમ ડેવલપર ક્રાફ્ટાને હાલમાં જ દેશમાં બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા અથવા બીજીએમઆઇના રૂપમાં PUBG ને ફરીથી લોન્ચ કરી છે.

આ પણ વાંચો – મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ બાદ અમેરિકી સંરક્ષણ વિભાગનું મુખ્યાલય ‘પેન્ટાગોન’ કરાયું બંધ, ફોર્સ પ્રોટેક્શન એજન્સીને મોકલાયું એલર્ટ

આ પણ વાંચો – Bell Bottom Trailer Launch Photos: અક્ષય કુમાર સહિત ‘બેલ બોટમ’ની ટીમે ટ્રેલર લોન્ચિંગ પર મચાવી ધમાલ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">