મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ બાદ અમેરિકી સંરક્ષણ વિભાગનું મુખ્યાલય ‘પેન્ટાગોન’ કરાયું બંધ, ફોર્સ પ્રોટેક્શન એજન્સીને મોકલાયું એલર્ટ
અમેરિકી સંરક્ષણ વિભાગના મુખ્ય મથક પેન્ટાગોનમાં મંગળવારે સવારથી હિલચાલ બંધ છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મેટ્રો બસ પ્લેટફોર્મ નજીક ફાયરિંગની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Pentagon in Lockdown: અમેરિકી સંરક્ષણ વિભાગના મુખ્ય મથક પેન્ટાગોનમાં મંગળવારે સવારથી હિલચાલ બંધ છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મેટ્રો બસ પ્લેટફોર્મ નજીક ફાયરિંગની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટના બાદ તરત જ પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સીને એલર્ટ (Pentagon Force Protection Agency) મોકલવામાં આવ્યું હતું. જે તમામ અધિકારીઓને બિલ્ડિંગની અંદર રહેવાનું કહેવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, ન તો તે જાણી શકાયું છે કે બંદૂકધારીની ધરપકડ કરવામાં આવી છે કે નહીં.
મંગળવારે સવારે 11 વાગ્યે (સ્થાનિક સમય) બાદ પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સી (PFPA)એ ટ્વિટ કર્યું હતું કે, પેન્ટાગોન ટ્રાન્ઝિટ સેન્ટરમાં બનેલી ઘટના બાદ પેન્ટાગોન હાલમાં લોકડાઉનમાં છે. અમે લોકોને આ વિસ્તારમાં આવવાનું ટાળવા કહ્યું છે. વધુ વિગતો ટૂંક સમયમાં આવશે. ‘મેટ્રો સ્ટેશન અને બસ સ્ટોપ પેન્ટાગોન બિલ્ડિંગ (પેન્ટાગોન મેટ્રો સ્ટેશન)ની બહાર જ સ્થિત છે. આવી સ્થિતિમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકોએ બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે.
પેન્ટાગોનની આસપાસ આવું પહેલી વાર નથી થયું. આ પહેલા ઘણી મોટી ઘટનાઓ બની છે જેના કારણે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટરની સુરક્ષા અંગે વારંવાર પ્રશ્નો ઉભા થયા છે. પેન્ટાગોન મેટ્રો સ્ટેશન માર્ચ 2020માં સવારે 9 વાગ્યાની આસપાસ એક વ્યક્તિની છરીના ઘા માર્યા બાદ બંધ કરવામાં આવ્યું હતો (Pentagon Closed). પછી પાછળથી તે જ દિવસે લગભગ 2:30 વાગ્યે ખોલવામાં આવ્યું. જો કે, તાજેતરની ઘટના વિશે હજી સુધી વધુ માહિતી શેર કરવામાં આવી નથી