WhatsAppમાં આવ્યુ અમેજીંગ ફિચર, ઈમેજથી ટેકસ્ટ કોપી કરવુ બન્યુ વધુ સરળ, જાણો કઈ રીતે કરશે કામ

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 5:08 PM

મોટાભાગના યુઝર્સ તેમના તમામ કામ વોટ્સએપ દ્વારા કરે છે, પછી તે ઓનલાઈન પેમેન્ટ હોય કે ઓફિસથી લઈને સ્કૂલ સુધીનું કામ પણ વોટ્સએપ દ્વારા જ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વોટ્સએપ યુઝર્સની સુવિધા માટે નવા નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. દરમિયાન WhatsApp એક ફિચર લાવ્યું છે જેમાં વપરાશકર્તાઓ ફોટાથી ટેક્સ્ટને અલગ કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે WhatsAppનું ટેક્સ્ટ ડિટેક્શન ફીચર કેવી રીતે કામ કરે છે.

WhatsAppમાં આવ્યુ અમેજીંગ ફિચર, ઈમેજથી ટેકસ્ટ કોપી કરવુ બન્યુ વધુ સરળ, જાણો કઈ રીતે કરશે કામ
WhatsApp Updates
Image Credit source: Tv9 Digital

આજના સમયમાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ યુઝર્સના જીવનનો એક ભાગ બની ગઈ છે. મોટાભાગના યુઝર્સ તેમના તમામ કામ વોટ્સએપ દ્વારા કરે છે, પછી તે ઓનલાઈન પેમેન્ટ હોય કે ઓફિસથી લઈને સ્કૂલ સુધીનું કામ પણ વોટ્સએપ દ્વારા જ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વોટ્સએપ યુઝર્સની સુવિધા માટે નવા નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. દરમિયાન WhatsApp એક ફિચર લાવ્યું છે જેમાં વપરાશકર્તાઓ ફોટાથી ટેક્સ્ટને અલગ કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે WhatsAppનું ટેક્સ્ટ ડિટેક્શન ફીચર કેવી રીતે કામ કરે છે.

આ પણ વાંચો: Music Video: સ્નેહદીપે 5 ભાષામાં ગાયુ કેસરિયા ગીત, PM મોદી થયા પ્રભાવિત, કહ્યુ- એક ભારત શ્રેષ્ઠ ભારતને દર્શાવતી શ્રેષ્ઠ અભિવ્યક્તિ

WhatsApp Text Detection Feature

વોટ્સએપના નવા ફીચરમાં જો યુઝર ફોટો પર લખેલા ટેક્સ્ટને રિમૂવ કે કોપી કરવા માંગે છે તો અહીં એક ઓપ્શન દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરીને, વપરાશકર્તા ફોટામાંથી ટેક્સ્ટને કોપી અને દૂર કરી શકે છે. અહીં ધ્યાન રહે કે આ ફીચર વ્યુ વન્સ મોડ પર મોકલવામાં આવેલા ફોટાને સપોર્ટ કરતું નથી. એટલે કે યુઝર આ ફોટામાંથી ટેક્સ્ટ કોપી કરી શકશે નહીં.

આપને જણાવી દઈએ કે આ ફીચર iOS વર્ઝન અને બીટા વર્ઝન પર શરૂ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ફક્ત તે વપરાશકર્તાઓને જ આ સુવિધાનો લાભ મળશે જેમણે વર્ઝન 23.5.77 અપડેટ કર્યું છે. WhatsApp બીટાના કેટલાક પસંદ કરેલા વપરાશકર્તાઓ કે જેમણે iOS 23.1.0.73 વર્ઝન અપડેટ કર્યું છે તે WhatsApp ટેક્સ્ટ ડિટેક્શનનો ઉપયોગ કરી શકે છે. સંભવ છે કે ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવશે.

Sticker Maker Tool

આ પહેલા વોટ્સએપે સ્ટીકર મેકર ટૂલ અને વોઈસ સ્ટેટસ અપડેટનું ફીચર શરૂ કર્યું હતું, તેના સ્ટીકર મેકર ટૂલમાં યુઝર્સ પોતાની પસંદગીના સ્ટીકર બનાવી શકે છે. આ સિવાય વોઈસ સ્ટેટસ અપડેટમાં યુઝર્સ પોતાનો અવાજ રેકોર્ડ કરીને સ્ટેટસ પર મૂકી શકે છે. હાલમાં આ બંને ફીચર્સ માત્ર iOS યુઝર્સ માટે જ શરૂ કરવામાં આવ્યા છે. આ ફીચર અપડેટ બાદ યુઝરનો વોટ્સએપ એક્સપીરિયન્સ વધુ સારો થઈ જાય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati