AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ્સ આપોઆપ થઈ જશે Silent, આવ્યુ નવું ફીચર

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતે મંગળવારે આની જાહેરાત કરી છે. ઝુકરબર્ગે પોતાની જાહેરાતમાં કહ્યું કે વોટ્સએપ એક નવું ફીચર લાવ્યું છે જેમાં અજાણ્યા નંબરોથી આવતા કોલને ઓટોમેટિકલી સાઈલન્સ કરી શકાય છે.

WhatsApp: અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ્સ આપોઆપ થઈ જશે Silent, આવ્યુ નવું ફીચર
WhatsApp New Privacy Feature
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 12:53 PM
Share

વોટ્સએપે અજાણ્યા નંબરો પરથી આવતા કોલથી છુટકારો મેળવવા માટે એક શાનદાર ફીચર બહાર પાડ્યું છે. હવે વોટ્સએપ પર અજાણ્યા નંબરોથી આવતા કોલ ઓટોમેટીક સાઈલન્સ થઈ શકશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતે મંગળવારે આની જાહેરાત કરી છે. ઝુકરબર્ગે પોતાની જાહેરાતમાં કહ્યું કે વોટ્સએપ એક નવું ફીચર લાવ્યું છે જેમાં અજાણ્યા નંબરોથી આવતા કોલને ઓટોમેટિકલી સાઈલન્સ કરી શકાય છે.

આ પણ વાંચો: International Yoga Day 2023: મોદી સરકારના 75 પ્રધાનોએ દેશના અલગ-અલગ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ યોગ કરીને ઉજવ્યો Yoga day, જુઓ Photos

વોટ્સએપનું નવું ફીચર શું છે?

આ ફીચરને WhatsAppના નવા પ્રાઈવસી ફીચર તરીકે રજૂ કરવામાં આવ્યું છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગના જણાવ્યા અનુસાર, આ ફીચરની મદદથી અજાણ્યા નંબરોથી આવતા કોલને ટાળી શકાશે. તેમણે કહ્યું કે નવા ફીચરની મદદથી અજાણ્યા નંબરો પરથી આવતા કોલને ઓટોમેટિકલી સાઈલન્સ કરી શકાશે. જો કે, યુઝર્સને તેનું નોટિફિકેશન મળશે અને જો યુઝર્સ ઈચ્છે તો એપના કોલ લિસ્ટમાં આ કોલ જોઈ શકે છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં ભારતમાં WhatsApp સ્પામ કોલને લઈને ઘણી ફરિયાદો સામે આવી હતી. મતલબ કે હવે આપણે આ કોલ્સમાંથી છુટકારો મેળવવા જઈ રહ્યા છીએ.

આ રીતે કામ કરશે નવું ફીચર

  • WhatsAppના નવા પ્રાઈવસી ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારી WhatsApp એપ ખોલવી પડશે.
  • હવે અહીંથી સેટિંગ્સમાં જવા માટે આઇ બટન પર ટેપ કરો અને પ્રાઇવસી વિકલ્પ પર ટેપ કરો.
  • અહીં તમને નીચેથી ત્રીજા નંબર પર ‘કોલ્સ’નું નવું ફીચર જોવા મળશે.
  • હવે કોલ્સ ઓપ્શન પર ટેપ કરો અને ‘Silence unknown callers’ ઓપ્શન ઓન કરો.
  • આ પછી ફીચર એક્ટિવ થઈ જશે. જ્યારે તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે ત્યારે જ તમને સૂચના મળશે.
  • તમે આ કૉલ્સને કૉલ ટૅબમાં કોઈપણ સમયે જોઈ શકો છો.

મલ્ટિ-એકાઉન્ટ ફીચર

આ સિવાય WABetaInfoના અહેવાલ મુજબ, મલ્ટી-એકાઉન્ટ ફીચર ડેવલપમેન્ટ તબક્કામાં છે અને તે હજુ સુધી બીટા ટેસ્ટર્સ માટે શરૂ કરવામાં આવ્યું નથી. જો કે, આ ફીચર વ્હોટ્સએપ ફોર બિઝનેસ વર્ઝન 2.23.13.5માં જોવા મળ્યું છે જે પહેલાથી જ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. એવી શક્યતા છે કે વોટ્સએપ ટૂંક સમયમાં બીટા યુઝર્સ સાથે ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરશે. જો કે, હાલમાં તેના વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">