AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વોટ્સએપમાં તમે 50 ગ્રૂપ કરી શકશો એડ, 32 લોકો સાથે થશે વીડિયો કોલ, જાણો 10 મોટી વાતો

આની મદદથી યુઝર્સ એક જ જગ્યાએ ઘણા વોટ્સએપ ગ્રુપ્સ સાથે ચેટ કરી શકશે. આ સિવાય Metaની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 32 લોકો એકસાથે વીડિયો કૉલ કરી શકે છે.

વોટ્સએપમાં તમે 50 ગ્રૂપ કરી શકશો એડ, 32 લોકો સાથે થશે વીડિયો કોલ, જાણો 10 મોટી વાતો
WhatsAppImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 2:28 PM
Share

વોટ્સએપ તેના યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે એક કરતા વધુ નવા ફીચર્સ બહાર પાડે છે. તાજેતરમાં જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે કોમ્યુનિટી ફીચર રજૂ કર્યું છે, જ્યાં યુઝર્સ એકસાથે 50 ગ્રુપ ઉમેરી શકશે. આ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે ત્યારે હવે વપરાશકર્તાઓ તેમના પડોશી, શાળા, માતાપિતા અને કામકાજ માટે બનાવેલા વિવિધ વોટ્સએપ ગ્રુપ એક સાથે જોડી શકે છે. આની મદદથી યુઝર્સ એક જ જગ્યાએ ઘણા વોટ્સએપ ગ્રુપ્સ સાથે ચેટ કરી શકશે. આ સિવાય Metaની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 32 લોકો એકસાથે વીડિયો કૉલ કરી શકે છે.

યુઝર્સના અનુભવને સંપૂર્ણપણે બદલવા માટે, કોમ્યુનિટી ફીચરમાં ઘણા વધુ અપડેટ્સ આપવામાં આવ્યા છે. વોટ્સએપે આ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. ધીરે ધીરે આ ફીચર તમામ વોટ્સએપ યુઝર્સ સુધી પહોંચશે. વપરાશકર્તાઓ આના દ્વારા અદ્ભુત યુઝર્સ એક્સપીરિઅન્સનો લાભ લઈ શકશે. ચાલો જોઈએ વોટ્સએપ કમ્યુનિટી બનાવવાની રીત અને તેની સાથે જોડાયેલી 10 ખાસ વાતો જાણીએ.

વોટ્સએપ કમ્યુનિટી બનાવવાની રીત

  • તમારા સ્માર્ટફોનમાં WhatsApp ખોલો.
  • હવે New Chat પર ટેપ કરો અને New Community પસંદ કરો.
  • Get Started પર ક્લિક કરો.
  • કમ્યુનિટીનું નામ અને તેની માહિતી લખો. તેનો પ્રોફાઈલ ફોટો પણ સેટ કરો.
  • અહીં એ નોંધવું જરૂરી છે કે કમ્યુનિટીનું નામ ફક્ત 24 અક્ષરોમાં જ લખી શકાય છે.
  • કૅમેરા આઇકન પર ટૅપ કરો અને કમ્યુનિટી આયકન પસંદ કરો.
  • હવે નવું ગ્રુપ ઉમેરવા અથવા પહેલેથી બનાવેલું ગ્રુપ ઉમેરવા માટે Next પર ટેપ કરો.
  • તમારા કમ્યુનિટીમાં ગ્રુપ ઉમેર્યા પછી, Create પર ટૅપ કરો. આ પછી તમારો કમ્યુનિટી બની જશે.

નવા ફીચર સાથે જોડાયેલી 10 ખાસ વાતો

  1. હવે વોટ્સએપ ગ્રુપમાં 1,024 મેમ્બર એડ કરી શકાશે.
  2. 32 યુઝર્સ સાથે વીડિયો કોલ કરી શકાય છે.
  3. વપરાશકર્તાઓ ઇન-ચેટ પોલનો લાભ લઈ શકે છે.
  4. કમ્યુનિટી ફીચરમાં 50 જેટલા અલગ-અલગ ગ્રુપ ઉમેરી શકે છે.
  5. એક કમ્યુનિટી ગ્રુપમાં માત્ર 5,000 મેંબર જ રાખી શકાશે.
  6. કમ્યુનિટીના કોઈપણ સભ્ય ગ્રુપમાં જોડાઈ શકે છે.
  7. તમારા કમ્યુનિટીમાં એનાઉન્સમેન્ટ માટે એક ગ્રુપ હશે, જે આપમેળે બનાવવામાં આવશે.
  8. કોમ્યુનિટી એડમિન આ ફીચરની મદદથી કોમ્યુનિટી એનાઉન્સમેન્ટ ગ્રુપના દરેક મેમ્બરને કોઈપણ મેસેજ મોકલી શકે છે.
  9. ઈમોજી રિએક્શન જેવી મોટી સાઈઝની ફાઈલ શેર કરવા અને એડમિન ડિલીટ જેવા ફીચર્સ કમ્યુનિટી માટે વધુ સારી રહેશે.
  10. કમ્યુનિટી ફીચર રોલઆઉટ થવાનું શરૂ થઈ ગયું છે. ધીરે ધીરે આ ફીચર દરેક વોટ્સએપ યુઝર માટે ઉપલબ્ધ થશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">