AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Blue Tick: એક શરત અને ફરીથી તમને ટ્વિટર પર ફ્રીમાં મળશે બ્લુ ટિક! આ રીતે તમને થશે ફાયદો

તાજેતરમાં ઘણા વપરાશકર્તાઓ અને મોટી હસ્તીઓની બ્લુ ટિક દૂર કરવામાં આવી હતી. બ્લુ ટિક હટાવ્યા બાદ ઘણી મોટી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક ગાયબ થઈ ગઈ હતી.

Twitter Blue Tick: એક શરત અને ફરીથી તમને ટ્વિટર પર ફ્રીમાં મળશે બ્લુ ટિક! આ રીતે તમને થશે ફાયદો
Twitter Blue Tick
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 4:38 PM
Share

થોડા દિવસો પહેલા ટ્વિટરના માલિક એલોન મસ્કે જાહેરાત કરી હતી કે જે લોકો બ્લુ ટિક માટે ચૂકવણી નહીં કરે તેમની પાસેથી બ્લુ ટિક બેજ છીનવી લેવામાં આવશે અને તાજેતરમાં ઘણા વપરાશકર્તાઓ અને મોટી હસ્તીઓની બ્લુ ટિક દૂર કરવામાં આવી હતી. બ્લુ ટિક હટાવ્યા બાદ ઘણી મોટી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક ગાયબ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Tech News: આ કારણે એલોન મસ્કનું સ્ટારશીપ ઉડાન ભરતા જ સળગી ગયું? જાણો શું હતું કારણ

પરંતુ હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે એલોન મસ્ક કેટલાક ટ્વિટર યુઝર્સને બ્લુ ટિક બેજ ફ્રીમાં આપી રહ્યા છે. હા, કેટલાક યુઝર્સ જેમની બ્લુ ટિક હટાવી દેવામાં આવી હતી, હવે તેમના એકાઉન્ટની સામે ફરીથી બ્લુ બેજ દેખાવા લાગ્યા છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે? ચાલો જાણીએ.

જાણકારી માટે જણાવી દઈએ કે રોલિંગ સ્ટોનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટ્વિટર યુઝર્સને જ કોઈ પૈસા ખર્ચ્યા વિના બ્લુ ટિક બેજ પાછા મળી રહ્યા છે. 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા કેટલાક ટ્વિટર યુઝર્સનું કહેવું છે કે એકાઉન્ટ પર બ્લુ ટિક નહોતું પરંતુ હવે ફરીથી એકાઉન્ટ પર બ્લુ બેજ દેખાય છે.

આવી સ્થિતિમાં આલિયા ભટ્ટ, સલમાન ખાન, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જેવી બોલિવૂડ સેલિબ્રિટીઝની બ્લુ ટિક ગાયબ થઈ ગઈ હતી, પરંતુ હવે આ નવા અપડેટ પછી, તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક બેજ ફરી એક વાર જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ તમામે વેરિફિકેશન માટે ચૂકવણી કરી છે કે નહીં.

જણાવી દઈએ કે હાલમાં ટ્વિટર અથવા એલોન મસ્ક તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી કે 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા કોઈપણ વપરાશકર્તાને મફતમાં બ્લુ બેજ આપવામાં આવશે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">