Tech News : Google નું હુકમનામું ! હવે Loan Apps યુઝર્સથી નહીં છુપાવી શકે સત્ય

આ ફીચર્સ એડિશનલ સિક્યોરિટી હેઠળ સામેલ કરવામાં આવી રહ્યા છે, જેને ગૂગલે સામેલ કર્યું છે. ગૂગલે આ નિર્ણય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે યોજાયેલી સત્તાવાર બેઠકમાં લીધો છે.

Tech News : Google નું હુકમનામું ! હવે Loan Apps યુઝર્સથી નહીં છુપાવી શકે સત્ય
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 12:29 PM

ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ઘણા પ્રકારની લોન ડિસ્બર્સિંગ એપ્સ હાજર છે, જે યુઝર્સને ખૂબ જ સરળતાથી પૈસા ઉપલબ્ધ કરાવે છે. પરંતુ હવે ભારતીય બજારમાં લોન આપતી એપ (Loan Apps) ને પણ તેમની સંબંધિત બેંકની લિંક જોવા મળશે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓ સરળતાથી જોઈ શકશે કે જે એપ્સથી તેઓ લોન લઈ રહ્યા છે તેનો સંબંધ કઈ બેંક અથવા કોઈપણ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) સાથે છે.

આ ફીચર્સ એડિશનલ સિક્યોરિટી હેઠળ સામેલ કરવામાં આવી રહ્યા છે, જેને ગૂગલે સામેલ કર્યું છે. ગૂગલે આ નિર્ણય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે યોજાયેલી સત્તાવાર બેઠકમાં લીધો છે.

ગૂગલે આપી છે ડેડલાઈન

ગૂગલે તેની પોલિસી 5 સપ્ટેમ્બરના રોજ અપડેટ કરી હતી અને તે દિશાનિર્દેશોનું પાલન કરવા માટે અંતિમ તારીખ 19 સપ્ટેમ્બર હતી, અન્યથા તે એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે. આ દિશાનિર્દેશો હેઠળ કામ ન કરનારી એપ પર પ્રશ્ન કરવામાં આવ્યા અને આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ તેને Google Play Store પરથી દૂર પણ કરવામાં આવી શકે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

લિંકથી વેરિફાઈમાં થશે સરળતા

ગૂગલ પ્લે સ્ટોર પર દેખાતી લિંકની મદદથી યુઝર્સ સરળતાથી ડેટા વેરિફાઈ કરી શકશે, જેમાં એપ પર જ રિટર્ન ફરી આવી શકશે. ખરેખર, લિંક કનેક્શનથી જાણી શકાશે કે તે એપ્લિકેશન કેટલી ઓથેંટિક હશે.

હેતુ શું છે

વાસ્તવમાં, ગૂગલ પ્લે સ્ટોર પર કેટલીક એપ્સને લઈ સામે આવ્યું છે કે તે લોકો સાથે છેતરપિંડી કરી રહી છે, જેના કારણે વપરાશકર્તાઓને ઊંચા દરે વ્યાજનો સામનો કરવો પડે છે. આપને જણાવી દઈએ કે ગૂગલ પ્લે સ્ટોર પર અલગ-અલગ નામથી ઘણી લોન એપ્સ છે, જે આકર્ષક પોસ્ટરો સાથે લોન રજૂ કરે છે અને નિર્દોષ લોકો તેમાં ફસાઈ જાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">