Google સ્ટ્રીટ વ્યુ દ્વારા ઘરની અંદર પણ જોઈ શકાશે ? જાણો ભારતમાં કયા શહેરોમાં મળશે આ સુવિધા

ગૂગલ સ્ટ્રીટ વ્યુ (Google Street View) ફીચર લોન્ચિંગ સાથે લોકોના મનમાં ઘણા સવાલ પણ ઉભા થયા છે. જેમાં તે કેવી રીતે કામ કરશે ? શું ગૂગલ સ્ટ્રીટ વ્યુ દ્વારા ઘરની અંદર પણ જોઈ શકાશે ? વગેરે ત્યારે ચાલો જાણીએ આ તમામ સવાલોના જવાબ.

Google સ્ટ્રીટ વ્યુ દ્વારા ઘરની અંદર પણ જોઈ શકાશે ? જાણો ભારતમાં કયા શહેરોમાં મળશે આ સુવિધા
Google Street ViewImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 2:42 PM

ગૂગલ મેપ્સ (Google Maps)તો તમે યુઝ કર્યું જ હશે ત્યારે ગૂગલએ ભારતમાં પોતાનું સ્ટ્રીટ વ્યુ (Google Street View) ફીચર લોન્ચ કરી દીધું છે. જે કોઈ પણ રસ્તાનો 360 ડિગ્રી વ્યુ બતાવશે. હવે તમે ઘરે બેસીને કોઈ પણ જગ્યા વિશે જાણી શકશો. આ સાથે જ તમે કોઈ પણ રેસ્ટોરન્ટ અથવા મોલનો વર્ચ્યુઅલ અનુભવ કરી શકશો. તેના લોન્ચિંગ સાથે લોકોના મનમાં ઘણા સવાલ પણ ઉભા થયા છે. જેમાં તે કેવી રીતે કામ કરશે ? શું ગૂગલ સ્ટ્રીટ વ્યુ દ્વારા ઘરની અંદર પણ જોઈ શકાશે ? વગેરે ત્યારે ચાલો જાણીએ આ તમામ સવાલોના જવાબ.

શું છે Google Street View

પહેલા તો જાણીએ કે આ ગૂગલ સ્ટ્રીટ વ્યુ છે શું તો આપને જણાવી દઈએ કે કોઈક સ્થળે જવા માટે લોકો ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતા હોય છે ત્યારે હવે ગૂગલ મેપ્સમાં એક નવું ફીચર એડ થયું છે. જેનું નામ ગૂગલ સ્ટ્રીટ વ્યું છે. અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે તમારે તાજમહેલ જોવા જવાનું મન છે ત્યારે તમારે ત્યાં જતા પહેલા તે સ્થળ વિશે જાણવું છે તો તમે શું કરશો ? ત્યારે તમે ઘેર બેઠા ગૂગલ સ્ટ્રીટ વ્યુની મદદથી 360 ડિગ્રીમાં જોઈ શકશો કે ત્યાં કેવી જગ્યા છે આસપાસ શું છે.

Google Street View કેવી રીતે કામ કરે છે

સ્ટ્રીટ વ્યુ માટે ગૂગલ ચાલીને, સાયકલ, કાર દ્વારા તસવીરો એકઠી કરે છે. ગૂગલ તેમા વિશેષ કેમેરાનો ઉપયોગ કરે છે જે એક સાથે અનેક દિશાઓની તસવીર પાડે છે બાદમાં આ તસવીરોને એકસાથે જોડી દેવામાં આવે છે. ત્યારે આ પહેલીવાર હશે જેમાં ભારતમાં ગૂગલે આ ટેક્નોલોજીનો અમલ કરવા માટે ટેક મહિન્દ્રા અને મુંબઈ સ્થિત જેનેસિસ ઈન્ટરનેશનલ કંપની સાથે ભાગીદારી કરી છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Google Street View Google Maps Know in which cities of India this facility will be available Technology News

Google Street View

શું જોઈ શકશો શું નહીં

તેના દ્વારા તમે સાર્વજનિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. ગૂગલની પ્રાઈવસી પોલિસી અનુસાર તેમાં કોઈ પણ વાંધાજનક વસ્તુનો ઉપયોગ કરી શકાતો નથી. કોઈપણ પ્રકારનું શોષણ, કોઈપણ પ્રકારની દ્વેષપૂર્ણ ભાષણ, કોઈપણ વ્યક્તિગત માહિતી જેવી વસ્તુઓ અહીં મળશે નહીં. જો કે, Google તેની ગોપનીયતા નીતિના ભાગ રૂપે તમારી ઓળખને ઓળખતી કોઈપણ વસ્તુને બ્લર કરે છે. તમારો ચહેરો, ઘર, કારની નંબર પ્લેટ જેવી દરેક વસ્તુ આમાં સામેલ છે.

શું ગૂગલ સ્ટ્રીટ વ્યુ લાઈવ ચાલશે ?

નહીં તે લાઈવ નહીં હોય તેમા જે ઈમેજનો ઉપયોગ કરવામાં આવશે તે ત્યારની હશે જ્યારે ગૂગલે તે પાડી હશે. તમે એ પણ જાણી શકો છો કે તે તસવીર ક્યારે પાડવામાં આવી છે. તેના માટે લેપટોપ અથવા કમ્પ્યુટરમાં ગૂગલ મેપ્સ ખોલી ઉપર, ઉલટા હાથ તરફ જોઈ શકો છો કો ત્યાં સ્થળનું નામ અને તેની નીચે તસવીર ક્યારે પાડવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવી હોય છે.

ભારતમાં કયા શહેરોમાં શરૂ થશે ગૂગલ સ્ટ્રીટ વ્યુ

હાલમાં, સ્ટ્રીટ વ્યૂ સુવિધા બેંગ્લોરમાં પ્રાયોગિક ધોરણે શરૂ થઈ છે. આ પછી તેને હૈદરાબાદ અને કોલકાતામાં શરૂ કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ, પુણે, નાશિક, વડોદરા, અહેમદનગર અને અમૃતસર જેવા મોટા શહેરોના લોકો પણ આનો લાભ લઈ શકશે. ગૂગલનો દાવો છે કે 2022ના અંત સુધીમાં આ સેવા ભારતના 50થી વધુ શહેરોમાં શરૂ થઈ જશે. જો કે, સામાન્ય લોકોની મદદથી લેવામાં આવેલા ફોટા દ્વારા, સ્ટ્રીટ વ્યૂનો વિકલ્પ હજુ પણ દેશના ઘણા શહેરોમાં ઉપલબ્ધ છે.

Gullify પ્રોજેક્ટ આપ્યું નામ

ગૂગલે આ પ્રોજેક્ટને ગુલિફાઈ (Gullify)નામ આપ્યું છે, શરૂઆતમાં આ પ્રોજેક્ટ ભારતના 10 શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. વર્ષના અંત સુધીમાં, એવી અપેક્ષા છે કે આ સેવાઓ 50 શહેરોમાં શરૂ થઈ જશે. આગામી બે વર્ષમાં કુલ 70 હજાર કિમીનું મેપિંગ કરવામાં આવશે. આના પર, Google Mapsના ઉપાધ્યક્ષ મરિયમ કાર્તિકા ડેનિયલએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે “અમારા ભાગીદારોને જિયોસ્પેશિયલ ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સનો અનુભવ છે. આ ઉપરાંત, ભાગીદારો એકસાથે બહુવિધ ક્ષેત્રોમાં સ્કેલ કરવાની ક્ષમતા ધરાવે છે.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">