AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp મિસ્ડ કોલ માટે લાવ્યું Do Not Disturb મોડ, જાણો કેવી રીતે કરશે કામ

હવે DND મોડમાં હોવા છતાં, તમે લેબલ પર જઈને કૉલની માહિતી મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વોટ્સએપએ એક નવું કોમ્યુનિટી ફીચર પણ બહાર પાડ્યું છે.

WhatsApp મિસ્ડ કોલ માટે લાવ્યું Do Not Disturb મોડ, જાણો કેવી રીતે કરશે કામ
WhatsAppImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 2:11 PM
Share

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ યુઝર્સની સુવિધા માટે તેની એપ પર દરરોજ નવા ફીચર્સ લાવે છે. ત્યારે હવે ડુ નોટ ડિસ્ટર્બ મોડની એન્ટ્રી કરવામાં આવી છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે વોટ્સએપમાં ડુ નોટ ડિસ્ટર્બ મોડનો લાભ લઈ શકશે, જ્યારે મિસ્ડ કોલની માહિતી પણ Do Not Disturb માં મેળવી શકાશે. એટલે કે, હવે DND મોડમાં હોવા છતાં, તમે લેબલ પર જઈને કૉલની માહિતી મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વોટ્સએપએ એક નવું કોમ્યુનિટી ફીચર પણ બહાર પાડ્યું છે.

વોટ્સએપના ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ વોટ્સએપના આ ફીચર વિશે માહિતી આપી છે. WABetaInfoએ આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. કંપની હાલમાં આ ફીચર બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરી રહી છે. આગામી દિવસોમાં તેનું સ્ટેબલ વર્ઝન પણ બહાર પાડવામાં આવી શકે છે.

કેવી રીતે એક્ટિવ કરવું

રિપોર્ટ અનુસાર, તમે ફોનના સેટિંગમાં જઈને આ ફીચરને એક્ટિવેટ કરી શકો છો. આ પછી તમને તમારા કોઈ મિત્ર કે પરિવારના સભ્યો તરફથી મેસેજ અને કોલ નહીં મળે. એટલે કે આ ફીચરની મદદથી તમે કોઈપણ ખલેલ વિના તમારા કામ પર ફોકસ કરી શકો છો. ઉપરાંત, DND મોડમાં મિસ્ડ કૉલ પણ પછીથી જોઈ શકાય છે.

જાણો તે કેવી રીતે કરશે કામ

જો તમારા વોટ્સએપમાં DND મોડ ઓન હોય, તો કોલ રિસીવ થવા પર ડુ નોટ ડિસ્ટર્બ દ્વારા સાયલન્સ્ડનું લેબલ દેખાશે. આ પછી તમે પછીથી ડુ નોટ ડિસ્ટર્બ સેટિંગ્સમાં જઈને આ લેબલમાં મિસ્ડ કોલ વિશે માહિતી મેળવી શકશો.

કમ્યુનિટીમાં 50 જેટલા WhatsApp ગ્રુપ ઉમેરી શકો છો

તાજેતરમાં જ કંપનીએ યુઝર્સ માટે કોમ્યુનિટી ફીચર રજૂ કર્યું હતું. આ ફીચરની મદદથી યુઝર્સ એક કોમ્યુનિટીમાં 50 જેટલા વોટ્સએપ ગ્રુપ એડ કરી શકે છે. આ સાથે, તમે હવે એક જ જગ્યાએ પડોશીઓ, શાળા અને કાર્યસ્થળના ગ્રુપને ઉમેરી શકો છો. આટલું જ નહીં, યુઝર્સ આ ફીચર દ્વારા ગ્રુપ ચેટ પણ મેનેજ કરી શકે છે.

જણાવી દઈએ કે વોટ્સએપ ધીમે ધીમે આ ફીચરને રોલ આઉટ કરી રહ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં, તે તમામ વપરાશકર્તાઓ સુધી પહોંચશે. જો તમને વોટ્સએપનું આ નવું ફીચર મળ્યું છે, તો તમે તેનો ઉપયોગ એક જ જગ્યાએ અલગ-અલગ ગ્રુપ એડ કરવા માટે કરી શકો છો.

વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
g clip-path="url(#clip0_868_265)">