AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Reels Update: હવે બધું જ રીલ્સ છે ! કંપનીએ કર્યો મોટો ફેરફાર, જાણો શું છે નવું

નવું અપડેટ એપ વપરાશકર્તાઓને સંપૂર્ણ સ્ક્રીન અનુભવ પ્રોવાઈડ કરવાના ઈન્સ્ટાગ્રામ (Instagram) ના પ્રયાસનો એક ભાગ છે. આ સિવાય યુઝર્સને હવે એક જ ટેપમાં તમામ વીડિયો જોવા મળશે.

Instagram Reels Update: હવે બધું જ રીલ્સ છે ! કંપનીએ કર્યો મોટો ફેરફાર, જાણો શું છે નવું
InstagramImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 12:46 PM
Share

વીડિયો અને ફોટો શેરીંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram)પર મોટા ફેરફાર થઈ રહ્યા છે. જેમાં ઘણીવાર નવા અપડેટ આવતા રહે છે. તમે ઈન્સ્ટાગ્રામના નવા યુગમાં એન્ટ્રી કરી રહ્યા છો. ત્યારે કંપનીનું ફોકસ હવે વીડિયો પર રહેશે. જેમાં પણ ખાસ રીલ્સ પર રહેશે. હવે ઈન્સ્ટાગ્રામ પર 15 મિનિટથી નાનો કોઈ પણ વીડિયો રીલ્સની જેમ બતાવવામાં આવશે. જોકે પહેલાના પોસ્ટ કરેલા વીડિયોને રીલ્સ(Instagram Reels)માં નહીં બદલવામાં આવે. કંપનીએ આ ફેરફારની શરૂઆત થોડાક અઠવાડિયા પહેલાથી કરી છે. અને આગામી થોડાક અઠવાડિયામા તે કાયમી થઈ જશે. નવું અપડેટ એપ વપરાશકર્તાઓને સંપૂર્ણ સ્ક્રીન અનુભવ પ્રોવાઈડ કરવાના Instagram ના પ્રયાસનો એક ભાગ છે. આ સિવાય યુઝર્સને હવે એક જ ટેપમાં તમામ વીડિયો જોવા મળશે.

કોઈપણ વીડિયો હવે રીલ્સમાં દેખાશે

આ ફેરફાર પછી, પબ્લિક એકાઉન્ટ્સમાંથી પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને રીલ તરીકે ગણવામાં આવશે. કોઈપણ આ રીલ્સ શોધી શકે છે અને રીલ્સ બનાવવા માટે તમારા મૂળ ઓડિયોનો ઉપયોગ કરી શકે છે. જો તમારું એકાઉન્ટ ખાનગી પર સેટ છે, તો તમારી રીલ્સ ફક્ત તમારા ફોલોઅર્સને જ દેખાશે.

રીમિક્સ કરવું થશે સરળ

જ્યારે તમે પબ્લિક એકાઉન્ટમાંથી રીલ પોસ્ટ કરો છો, ત્યારે કોઈપણ તેની સાથે રીમિક્સ કરી શકે છે. જો કે, તમે એકાઉન્ટ સેટિંગ્સ બદલીને તેને બંધ કરી શકો છો. કેટલાક લોકો આ ફેરફારથી નાખુશ પણ હોઈ શકે છે. હવે યુઝર્સને હોરીઝોન્ટલ વીડિયો બનાવવામાં મુશ્કેલી પડશે. કારણ કે એપ્લિકેશન તેમને વર્ટિકલ રીલ ફોર્મેટમાં આપમેળે અપલોડ કરશે.

રીલ્સ બનાવવાની નવી રીતો પણ મળશે

લોકોને લાંબા સમયથી આ પગલાનો અંદાજો હતો. કંપની ઘણા સમયથી વીડિયો એપને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ સિવાય ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા અને શેર કરવાની નવી રીતો પણ લાવી રહ્યું છે. યુઝર્સને એપ પર ડ્યુઅલ ઓપ્શન મળશે, જેની મદદથી યુઝર્સ કન્ટેન્ટ અને અન્ય યુઝરની પ્રતિક્રિયા એક સાથે રેકોર્ડ કરી શકશે. આ ફીચર નવા પ્રકારની રીલ બનાવવામાં મદદ કરશે.

આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર એક બીજુ ફીચર છે જેને Instagram એ વર્ષ 2018 માં ક્લોઝ ફ્રેન્ડ્સ ફીચર તરીકે લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી તમે કેટલાક લોકોનું ગ્રુપ બનાવો છો. આ પછી, તમે ક્લોઝ ફ્રેન્ડ ફીચર હેઠળ તમારી કોઈપણ સ્ટોરી શેર કરી શકો છો. જેથી તમે તમારા નજીકના મિત્રોના ગ્રુપમાં જે લોકોને ઉમેર્યા છે તે જ લોકો તમે શેર કરેલી વાર્તા જોઈ શકશે.

Instagram સ્ટોરી વ્યક્તિગત રહેશે

આ ફીચરની મદદથી, તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ માત્ર વ્યક્તિગત જ નહીં રહે, પરંતુ તે તમારી ગોપનીયતા પણ જાળવી રાખે છે. તમારા મનપસંદ લોકોને ક્લોઝ ફ્રેન્ડ ફિચરમાં ઉમેરવું એકદમ સરળ છે. ચાલો જાણીએ કે તમે તમારા મનપસંદ લોકોને ક્લોઝ ફ્રેન્ડમાં કેવી રીતે એડ કરી શકો છો.

Close friend ને કેવી રીતે ઉમેરવા

લોકોને Close friend માં ઉમેરવા માટે, તમારે પહેલા તમારા Android અથવા iOS ઉપકરણ પર Instagram એપ્લિકેશન ખોલવી આવશ્યક છે. હવે તમારે નીચે દર્શાવેલ તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, ઉપરના મેનૂ આઇકોન પર ટેપ કરો અને મેનૂ પર જાઓ, જ્યાં તમને ઘણા વિકલ્પો મળશે, જેમાં તમારે ક્લોઝ ફ્રેન્ડ્સ વિકલ્પ પસંદ કરવો પડશે. હવે તમે આગામી સ્ક્રીન પર તમારા બધા Instagram મિત્રો પ્રોફાઇલ જોશો. અહીં, તમે જે મિત્રોને તમારા Close friend ની યાદીમાં ઉમેરવા માંગો છો તેને ઉમેરો અને પછી Done પર ક્લિક કરો.

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
g clip-path="url(#clip0_868_265)">