AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YouTube Shorts ની મદદથી દર મહિને 10 હજાર ડૉલર કમાવાની તક

ફંડથી પૈસા કમાવા માટે ચેનલ પર પાછલા 180 દિવસોમાં એક વીડિયો અપલોડ કરેલો હોવો જોઇએ અને આ બધુ યૂટ્યુબ કમ્યુનિટી ગાઇડલાઇન્સ, કોપીરાઇટ, મોનિટાઇઝેશનના નિયમોને મેચ કરવા જોઇએ.

YouTube Shorts ની મદદથી દર મહિને 10 હજાર ડૉલર કમાવાની તક
Opportunity to earn 10 thousand dollars per month using YouTube Shorts
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 5:04 PM
Share

આ મહિનાથી યુટ્યુબ કેટલાક સિલેક્ટેડ દેશોમાં 100 મિલિયન YouTube shorts ફંડ આપવા જઇ રહી છે. આ ફંડને એ ક્રિએટર્સ વચ્ચે વહેચવામાં આવશે કે જેમના વીડિયો સૌથી વધુ વાયરલ થશે. દર મહિને યૂટ્યુબ હજારો એલિજિબલ ક્રિએટર્સને પસંદ કરશે અને તેને આ ફંડ્સમાંથી પેમેન્ટ આપશે. આની મદદથી કંપની પોતાના શોર્ટ ફોર્મ વીડિયો એટલે કે યૂટ્યુબ શોટ્સને જગ્યાએ જગ્યાએ પહોંચાડવા માંગે છે. જો ક્રિએટર બધા જ ક્રાઇટેરિયાને મેચ કરશે તો વ્યૂવરશિપ અને એન્ગેજમેન્ટની મદદથી તે 100 ડૉલરથી લઇને 10,000 ડૉલર સુધીની કમાણી કરી શક્શે. તેના માટે તેનો વીડિયો 60 સેકન્ડ સુધી લાંબો હોવો જોઇએ.

100 મિલિયન YouTube shorts Funds ને આ વર્ષે અને વર્ષ 2022ની વચ્ચે વહેચવામાં આવશે. YouTube નું કહેવુ છે કે એવા ક્રિએટર્સને સૂચિત કરશે જે YouTube એપમાં દર મહિનાના બીજા અઠવાડિયે shorts ફંડમાંથી બોનસ મેળવવા માટે ક્વોલિફાઇ કરે છે. ત્યાર બાદ મહિનાની 25 તારીખે તેને ક્લેમ કરી શકાશે. જો તે ક્લેમ કરવામાં અસફળ રહે છે તો તેનું બોનસ એક્સપાયર થઇ જશે.

આલ્ફાબેટ/Google ના સીઇઓ સુંદર પિચઇએ ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે, YouTube shorts ને પાછલા મહિને જ અમેરીકા અને અન્ય દેશોમાં પહેલા રોલઆઉટ બાદ ગ્લોબલ લેવલ પર લોન્ચ કરવામાં આવ્યુ, તે બાઇટડાંસના ટિકટોક એપની ભારી લોકપ્રિયતા પર આધારીત છે. ગુગલનું કહેવુ છે કે, YouTube shorts જલ્દીથી દુનિયાભરમાં હીટ થઇ ગયુ. આ સુવિધા હવે 15 બિલિયનથી વધુ ગ્લોબલ ડેલી વ્યૂઝ જનરેટ કરે છે જે માર્ચમાં 6.5 બિલિયનથી વધુ હતી

જણાવી દઇએ કે, હાલમાં ફક્ત 10 દેશોના ક્રિએટર્સ જ YouTube shorts પર ફંડ પેમેન્ટ રીસિવ કરવા માટે એલિજિબલ છે જેમાં અમેરીકા, યૂકે, બ્રાઝીલ, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, જાપાન, મેક્સિકો, નાઇજીરિયા, રશિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ છે. યૂટ્યુબે જણાવ્યુ કે તે આવનાર સમયમાં વધુ દેશોને આમાં સામેલ કરશે.

ફંડથી પૈસા કમાવા માટે ચેનલ પર પાછલા 180 દિવસોમાં એક વીડિયો અપલોડ કરેલો હોવો જોઇએ અને આ બધુ યૂટ્યુબ કમ્યુનિટી ગાઇડલાઇન્સ, કોપીરાઇટ, મોનિટાઇઝેશનના નિયમોને મેચ કરવા જોઇએ. સાથે જ ક્રિએટરની ઉંમર 13 વર્ષથી વધુની હોવી જોઇએ.

આ પણ વાંચો – અજય દેવગણે, જન્મદિવસે Kajolને ખાસ રીતે પાઠવી શુભેચ્છા, કહ્યુ તમે મારા ચહેરાની મુસ્કાન

આ પણ વાંચો – TV9 Exclusive : ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ સપનું સાકાર થવા બરાબર, હવે પેરિસમાં ગોલ્ડનો ટારગેટ : પીવી સિંધુ

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">