TV9 Exclusive : ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ સપનું સાકાર થવા બરાબર, હવે પેરિસમાં ગોલ્ડનો ટારગેટ : પીવી સિંધુ
PV Sindhu : પીવી સિંધુએ કહ્યુ “આ જીત સરળ નહોતી, બિલકુલ અઘરી હતી, બેક ટુ બેક ઓલિમ્પિકમાં મેડલ જીતવા એ સપનું સાકાર થવા બરાબર હતું, મારી જર્ની બહુ અલગ રહી છે હું ઘણ બધુ શીખી છું,
ભારતના બેડમિન્ટન સ્ટાર અને ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) કાંસ્ય પદક વિજેતા પીવી સિંધુ (PV Sindhu) હવે પેરિસ 2024 માં ગોલ્ડ મેળવવા પોતાનુ બેસ્ટ આપશે. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યા બાદ પીવી સિંધુએ ટીવી 9 સાથે વાતચીત કરી.
પીવી સિંધુએ કહ્યુ “આ જીત સરળ નહોતી, બિલકુલ અઘરી હતી, બેક ટુ બેક ઓલિમ્પિકમાં મેડલ જીતવા એ સપનું સાકાર થવા બરાબર હતુ, મારી જર્ની બહુ અલગ રહી છે હું ઘણુ બધુ શીખી છુ, ઘણો બધો અનુભવ પણ લીધો. 2016 કરતા 2020 અલગ હતું હવે આશાઓ ઘણી બધી છે.
હું ખુશ છુ કે હું મેડલ સાથે પરત ફરી. મહેનત કરવી અને મારુ બેસ્ટ આપવુ મારા માટે ઘણુ મહત્વપૂર્ણ હતું. અમે છેલ્લા પાંચ વર્ષથી ખૂબ મહેનત કરી છે. ન માત્ર હું પણ મારા પરિવાર, સપોર્ટ સ્ટાફ, સ્પોન્સર બધાએ મારામાં વિશ્વાર રાખ્યો કે હું કરી શકુ તેમ છુ અને મે કર્યુ.”
તમે તમારી ગોલ્ડ મેડલની સફર કેવી રીતે નક્કી કરશો હવે પછીનુ આગામી લક્ષ શું છે ? આ જવાબ આપતા સિંધુએ જણાવ્યુ કે ‘હજી પેરિસ ઓલિમ્પિક 2024 માટે સમય છે અત્યારે તો હુ આ પળને માણી રહી છું, થોડા મહીનાઓમાં હુ ટૂર્નામેન્ટ ચાલુ કરીશ. વર્ષના અંતે વર્લ્ડ ચેમ્પિયનશીપ છે તો મારુ લક્ષ છે કે હું મારુ શ્રેષ્ઠ આપુ. મારુ કામ મહેનત કરવાનુ અને મારુ શ્રેષ્ઠ આપવાનુ છે, બાકી બધુ તે દિવસ પર આધાર રાખે છે.”
“આ ઉપરાંત પીવી સિંધુએ જણાવ્યુ કે કોને દેશ માટે મેડલ જીતવુ ન ગમે ? આખરે બધા મહેનત કરી રહ્યા છે અને પોતાનુ શ્રેષ્ઠ આપી રહ્યા છે. બહુ બધી ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટ છે અને હુ એવુ માનુ છુ કે હુ વર્લ્ડ ચેમ્પિયનશીપનુ ટાઇટલ મારા નામે કરી શકુ છું.”
યૂકેમાં ટ્રેનિંગ લેવા અંગે સિંધુએ જણાવ્યુ કે “જો સમય રહ્યો તો હુ ચોક્કસથી ઇંગ્લેન્ડમાં ટ્રેનિંગની યોજના બનાવીશ. જેમકે ભૂતકાળમાં તેણે મને ઘણી મદદ કરી છે. જો કે બહુ બધા કમિટમેન્ટ્સ છે અને બહુ બધી વસ્તુઓ ચાલી રહી છે. મને આશા છે કે મહામારીની સ્થિતિ દૂર થઇ જશે, આપણે સાવધાન રહેવાની જરુર છે, પરંતુ જો સાથે મોકો મળે છે તો કેમ તેનો (ઇંગ્લેન્ડમાં ટ્રેનિંગ) લાભ ન ઉઠાવવામાં આવે.”
કોરિયન કૉચ સાથે કન્ટીન્યૂ કરવા અંગે બેડમિન્ટન સ્ટારે જણાવ્યુ કે “મારા કૉચ Park ખૂબ દયાળુ અને મદદરુપ રહ્યા છે. હું તેમની સાથે કન્ટીન્યુ કરીશ. હું તેમની ખૂબ આભારી છું, કારણ કે તેમણે ખરેખર બહુ પ્રયત્નો કર્યા છે અને મહેનત કરી છે. આખરે તે ચૂકવાયું. બ્રોન્ઝ મેચના અંતે ગોપીચંદ સરે મને શુભકામના આપી મે તેમનો આભાર માન્યો છે.
આ પણ વાંચો :Bollywood Song : ઈઝરાયલની સ્વીમરોએ હિન્દી ગીત ‘આજા નચ લે’ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો