અજય દેવગણે, જન્મદિવસે Kajolને ખાસ રીતે પાઠવી શુભેચ્છા, કહ્યુ તમે મારા ચહેરાની મુસ્કાન

બોલિવૂડ અભિનેત્રી કાજોલ (Kajol) આજે પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહી છે. સેલેબ્સ કાજોલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અજય દેવગને કાજોલને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.

અજય દેવગણે, જન્મદિવસે Kajolને ખાસ રીતે પાઠવી શુભેચ્છા, કહ્યુ તમે મારા ચહેરાની મુસ્કાન
Kajol, Ajay Devgn

કાજોલ (Kajol) અને અજય દેવગન (Ajay Devgn) બોલિવૂડના ક્યૂટ કપલમાંથી એક છે. બંને હંમેશા સાથે રહે છે અને એકબીજાની મસ્તી કરતા રહે છે. આજે કાજોલ પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહી છે. કાજોલના જન્મદિવસ પર અજયે તેમને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

અજય દેવગન અને કાજોલે ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 1999 માં લગ્ન કર્યા હતા. બંને વચ્ચેનો પ્રેમ હજુ પણ પહેલા જેવો જ છે. કાજોલના જન્મદિવસ પર અજય દેવગને એક પ્રેમાળ પોસ્ટ શેર કરી છે.

શેર કરો ક્યૂટ તસ્વીર

અજય દેવગને કાજોલ સાથે એક સુંદર તસ્વીર શેર કરી છે જેમાં અભિનેત્રી તેમના ખભા પર માથું રાખીને હસતી જોવા મળી રહી છે અને અજય પણ હસી રહ્યા છે. અજયે આ ફોટો શેર કરતી વખતે લખ્યું – તમે સૌથી લાંબા સમય સુધી મારા ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહ્યા છો. હેપ્પી બર્થડે કાજોલ. તમારા જન્મદિવસને ખાસ બનાવવાનો પ્રયત્ન કરશું જેવા તમે છો.

અહીં જુઓ અજય દેવગનની પોસ્ટ

 

 

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)


અજય દેવગનની આ પોસ્ટને લગભગ 3 લાખ લોકોએ પસંદ કરી છે. તેના ચાહકો પોસ્ટ પર કોમેન્ટ કરીને કાજોલને તેમના જન્મદિવસ પર અભિનંદન આપી રહ્યા છે.

તનીષા મુખર્જીએ પણ શેર કરી પોસ્ટ

કાજોલના જન્મદિવસે તેમની બહેન તનિષાએ ખાસ નોટ લખી છે. તેમણે લખ્યું- જન્મદિવસની શુભેચ્છા મારી અદભૂત વુમેન. તમને હંમેશા એવો જ પ્રેમ મળે જે તમને મળ્યો છે.

તમને જણાવી દઈએ કે જન્મદિવસના એક દિવસ પહેલા કાજોલ તેમની માતા તનુજા અને બહેન તનીષા સાથે લંચ પર ગઈ હતી. જ્યાંની તસ્વીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

 

 

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol)


જન્મદિવસ ઉજવવો ગમે છે

એક અહેવાલ મુજબ, કાજોલે કહ્યું હતું કે તેમને તેમનો જન્મદિવસ ઉજવવો ગમે છે, તેથી તેઓ એક સપ્તાહ અગાઉથી ફ્રિ કરી લે છે અને પોતાને પ્રિપેર કરે છે અને તે દિવસે કામ કરતા નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે ફિલ્મ ત્રિભંગમાં જોવા મળી હતી. તેની સાથે ફિલ્મમાં મિથિલા પાલકર અને તન્વી આઝમી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

 

આ પણ વાંચો :- Viral Video : Sara Ali Khan એ કપાવ્યું નાક, વીડિયો શેર કરીને માતા-પિતાની માગી માફી

આ પણ વાંચો :- BTS Video : Sidharth Malhotra એ, જીવંત કર્યુ કારગીલ યુધ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાનુ પાત્ર, જુઓ વીડિયો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati