Online Shopping Fraud: ઓનલાઈન શોપિંગ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, એક ભૂલથી ખાલી થઈ જશે તમારૂ બેંક એકાઉન્ટ
હાલમાં ઘણા એવા પ્લેટફોર્મ છે જે થોડી જ મિનિટોમાં ચીજ-વસ્તુઓ તમારા ઘરે પહોંચાડે છે. આ સુવિધાના કારણે લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ તેની સાથે ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડીના (Cyber Crime) કિસ્સા પણ વધી રહ્યા છે. તેથી જ્યારે પણ તમે ઓનલાઈન શોપિંગ કરો છો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આજકાલ ઓનલાઈન શોપિંગનો (Online Shopping) ટ્રેન્ડ વધી રહ્યો છે. રોજિંદા ઉપયોગની મોટાભાગની વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરવામાં આવે છે. હાલમાં ઘણા એવા પ્લેટફોર્મ છે જે થોડી જ મિનિટોમાં ચીજ-વસ્તુઓ તમારા ઘરે પહોંચાડે છે. આ સુવિધાના કારણે લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ તેની સાથે ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડીના (Cyber Crime) કિસ્સા પણ વધી રહ્યા છે. તેથી જ્યારે પણ તમે ઓનલાઈન શોપિંગ કરો છો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો દરેક વેબસાઈટ પર સેવ ન કરવી
ઓનલાઈન ખરીદી કરતી વખતે તમારે પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો ભરવાની રહે છે. આ સુવિધા એટલા માટે આપવામાં આવે છે જેથી ફરીથી જ્યારે ઓર્ડર કરવાનો હોય તો ફરીથી વિગતો ભરવી પડે નહીં. પરંતુ આવું કરવું તમારા માટે સમસ્યા પણ બની શકે છે.
કારણ કે જો ક્યારેય આ એપ્સ પર હેકર્સ દ્વારા હુમલો કરવામાં આવે છે, તો તમારા કાર્ડની વિગતો હેકર્સ પાસે જઈ શકે છે. જેના કારણે હેકર્સ તેનો દુરુપયોગ કરી શકે છે. તેથી ફ્રોડથી બચવા માટે તમારે ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો દરેક વેબસાઈટ પર સેવ કરવી જોઈએ નહીં.
કોઈપણ ફોરવર્ડ લિંક પરથી ખરીદી કરવી નહીં
ઘણી વખત તમને કોઈ શોપિંગ વેબસાઈટની ફોરવર્ડ લીંક મળે છે જેમાં તમને કપડાં કે અન્ય કોઈ વસ્તુ ખૂબ જ સસ્તા ભાવે મળી રહે છે. ઘણી વખત લોકો તેના પર ક્લિક કરીને પ્રોડક્ટનો ઓર્ડર આપે છે. પરંતુ ઘણી ફેક વેબસાઇટ્સ છે જે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ લે છે, પરંતુ સામાન પહોંચાડતી નથી. ઘણી વખત તેમાં અત્યંત નબળી ગુણવત્તાનો સામાન પણ મોકલવામાં આવે છે. તેથી, કોઈપણ ફોરવર્ડ કરેલી લિંક પરથી ક્યારેય સામાન ખરીદશો નહીં અને સર્ચ કરતી વખતે તમારે સત્તાવાર વેબસાઈટ તપાસ્યા બાદ જ ઓર્ડર કરવો જોઈએ.
આ પણ વાંચો : Cash On Delivery Fraud: શું તમે પણ વસ્તુઓનો ઓનલાઈન ઓર્ડર કરો છો? તો રહો સાવધાન, ‘કેશ ઓન ડિલિવરીના નામે છેતરપિંડી
ઓનલાઈન શોપિંગ છેતરપિંડીથી કેવી રીતે બચવું?
ઓનલાઈન શોપિંગની છેતરપિંડીથી બચવાનો સરળ રસ્તો એ છે કે જો તમને કોઈ ઓફરનો મેસેજ આવે જેમાં કોઈ પણ વસ્તુ સસ્તી આપવાનો દાવો કરવામાં આવી રહ્યો હોય, તો તેના પર ક્લિક કરશો નહીં. જો તમે ભૂલથી આવી લિંક પર ક્લિક કરો છો તો તમારી કોઈપણ અંગત કે બેંકને લગતી વિગતો ક્યારેય આપવી નહીં. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો