AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cash On Delivery Fraud: શું તમે પણ વસ્તુઓનો ઓનલાઈન ઓર્ડર કરો છો? તો રહો સાવધાન, ‘કેશ ઓન ડિલિવરી’ના નામે થઈ રહી છે છેતરપિંડી

કેશ ઓન ડિલિવરી ફ્રોડ વિશે વાત કરીએ તો, તેમાં ડિલિવરી મેન લોકોને ફોન કરે છે અને કહે છે કે તે તમારા નામ પર પાર્સલ આવ્યું છે. આ ઉપરાંત તે કહે છે કે આ પાર્સલ માટે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો છે, તેથી આ ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે. જે લોકોને ફોન આવ્યો હોય છે તેઓએ આવો કોઈ ઓર્ડર જ કર્યો હોતો નથી.

Cash On Delivery Fraud: શું તમે પણ વસ્તુઓનો ઓનલાઈન ઓર્ડર કરો છો? તો રહો સાવધાન, 'કેશ ઓન ડિલિવરી'ના નામે થઈ રહી છે છેતરપિંડી
Cash On Delivery Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 1:31 PM
Share

છેલ્લા કેટલાક સમયથી કેશ ઓન ડિલિવરીનું નવું ફ્રોડ (Cash On Delivery Fraud) ચાલી રહ્યું છે. તેની કેટલીક ઘટનાઓ બની છે અને કેટલીક ઘટનાઓ હજુ પણ પ્રકાશમાં આવી રહી છે. આજે આપણે આ છેતરપિંડી (Cyber Crime) વિશે જાણીશું. જો તમે પણ નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુઓનો ઓર્ડર કરો છો તો તમારા માટે આ ફ્રોડ વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે.

ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે

કેશ ઓન ડિલિવરી ફ્રોડ વિશે વાત કરીએ તો, તેમાં ડિલિવરી મેન લોકોને ફોન કરે છે અને કહે છે કે તે તમારા નામ પર પાર્સલ આવ્યું છે. આ ઉપરાંત તે કહે છે કે આ પાર્સલ માટે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો છે, તેથી આ ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે.

OTP દ્વારા કરવામાં આવે છે છેતરપિંડી

જે લોકોને ફોન આવ્યો હોય છે તેઓએ આવો કોઈ ઓર્ડર જ કર્યો હોતો નથી. તેથી તેઓ સ્કેમર્સને આ બાબતની જાણકારી આપે છે અને રકમ ન ચૂકવવાની વાત કરે છે. તેના પર ડિલિવરી બોય લોકોને કસ્ટમર કેર સાથે વાત કરવાનું કહે છે, જે એક ફેક નંબર હોય છે. આ કોલમાં લોકોને કહેવામાં આવે છે કે તેના મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP જણાવ્યા બાદ ઓર્ડર કેન્સલ કરી શકાય છે.

લોકોના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે

ઓર્ડર કેન્સલ કરવાના બહાને લોકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે અને ડિલિવરી બોયને તેમના મોબાઈલ પર આવેલો OTP જણાવે છે. ડિલિવરી બોય સાથે OTP શેર કરતાની સાથે જ લોકોના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે. આ રકમ લોકોના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતોના આધારે કપાઈ છે.

આ પણ વાંચો : AI Video Call Fraud: વીડિયો કોલ દ્વારા લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું સાવચેતી રાખવી, જુઓ Video

છેતરપિંડીથી બચવા શું સાવચેતી રાખવી

સાયબર ફ્રોડથી સાવધ રહો અને કોઈને પણ તમારો OTP શેર કરવો નહીં. જો કોઈ વ્યક્તિ પાર્સલ લાવે જેનો ઓર્ડર તમે નથી કર્યો તો તેને સ્વીકારશો નહીં અને તમારી વ્યક્તિગત કે અંગત માહિતી તેમજ બેંકિંગ વિગતો આપશો નહીં. આજકાલ સાયબર ગુનેગારો લોકોને નવી નવી રીતોથી છેતરતા હોય છે, તેથી તેનાથી સાવધાન રહો.

જો તમે સાયબર ક્રાઈમનો શિકાર બનો છો તો હેલ્પલાઈન નંબર પર કોલ કરો. 1930 અને સરકારના સાયબર ક્રાઈમ સેલમાં તરત જ ફરિયાદ નોંધાવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">