Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koo તેના પ્લેટફોર્મ પર સેલ્ફ વેરિફિકેશન સુવિધા શરૂ કરે છે, જાણો તમામ માહિતી

Koo એપ તેના પ્લેટફોર્મ પર સ્વૈચ્છિક સેલ્ફ-વેરિફિકેશન (Self Verification) સુવિધા શરૂ કરી છે. આ સાથે, તે આવી સુવિધા શરૂ કરનાર વિશ્વનું પ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે.

Koo તેના પ્લેટફોર્મ પર સેલ્ફ વેરિફિકેશન સુવિધા શરૂ કરે છે, જાણો તમામ માહિતી
Koo (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 11:28 AM

આજે કૂ (Koo) વિશ્વનું પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે, જે  તેના યુઝર્સને સેલ્ફ વેરિફિકેશન (Self Verification) કરવાની મંજૂરી આપે છે. આ ફીચર દ્વારા યુઝર પોતાના સરકારી આઈડી અથવા આધાર કાર્ડનો (Aadhar Card) ઉપયોગ કરીને પોતાની પ્રોફાઈલ સેલ્ફ -વેરિફાઈ કરી શકે છે. કૂ એપ એ ભારતમાં બનેલું બહુભાષી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ છે. આ સુવિધા દ્વારા, કોઈપણ વપરાશકર્તા હવે તેના સરકાર દ્વારા આપવામાં આવેલું આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરીને પ્લેટફોર્મ પર તેની પ્રોફાઇલને એક જ ક્ષણમાં સેલ્ફ-વેરિફાઈ કરી શકે છે.

  1. Twitter અને Instagram પર ચકાસાયેલ પ્રોફાઇલ્સની જેમ, Koo પરની તમામ સેલ્ફ- વેરિફિકેશન પ્રોફાઇલ્સમાં એકાઉન્ટના નામની બાજુમાં લીલું ટિક હશે.
  2. ભારતીય ભાષાઓમાં ટ્વિટર જેવો અનુભવ પ્રદાન કરતી Kooએ કહ્યું કે આધાર ડેટા સ્ટોર કરવામાં આવશે નહીં, કારણ કે ચકાસણી માટે માત્ર OTPની જરૂર પડશે. ચકાસણી સરકારના અધિકૃત તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવે છે.

Koo એપ એ પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેણે મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા, 2021ના નિયમ 4(7) મુજબ આ સુવિધાને સક્ષમ કરી છે. Kooના યુઝર્સ હવેથી ભારત સરકાર દ્વારા જારી કરાયેલા ID અથવા આધાર નંબર સાથે તેમના Koo એકાઉન્ટની સેલ્ફ-વેરિફિકેશન કરવામાં સમર્થ હશે.

તમારા koo એકાઉન્ટની સ્વ-તપાસ કેવી રીતે કરવી

જો તમારી પાસે કોઈ ભારતીય ફોન નંબર છે. જે તમારા આધાર નંબર અથવા સરકારી ID સાથે લિંક થયેલો છે, તો તમે તમારા Koo એકાઉન્ટને ચકાસવા માટે આ સ્ટેપ્સને ફોલો કરવાનું રહેશે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
  1.  કુ એપ પર તમારી પ્રોફાઇલ ખોલો અને સેલ્ફ-વેરીફાઈ પર ક્લિક કરો.
  2. તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  3. તમારા આધાર લિંક કરેલ ફોન નંબર પર પ્રાપ્ત વન-ટાઇમ પાસવર્ડ (OTP) દાખલ કરો અને તેને ચકાસો.
  4. એકવાર OTP સબમિટ થઈ જાય, તમારા નામની સામે સેલ્ફ-વેરિફિકેશન ટિક પ્રદર્શિત થશે.

અમે તમને જણાવી દઈએ કે, કંપનીએ કહ્યું છે કે તે તેમના યુઝર્સની ચકાસણી માટે થર્ડ પાર્ટી સર્વે કરી રહી છે. Koo દાવો કરે છે કે તે વપરાશકર્તાઓની આધાર વિગતો સંગ્રહિત કરશે નહીં.

Koo, જે લોકપ્રિય એપ્લીકેશન ટ્વિટરનો ભારતીય વિકલ્પ છે, કે જે માર્ચ 2020માં લોન્ચ કરવામાં આવ્યો હતો. Koo એપ ભાષા-આધારિત માઇક્રો-બ્લોગિંગમાં નવો ફેરફાર લાવી રહી છે. કૂ એપ હાલમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, પંજાબી, કન્નડ, તમિલ, તેલુગુ, આસામી, બંગાળી અને અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો – Kam Ni Vaat: તમારા ID પર કેટલા મોબાઈલ સિમ એક્ટિવ છે? જાણો માત્ર 30 સેકન્ડમાં. તમારી જાણ બહારના નંબર માટે આ રીતે કરો ફરિયાદ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">