Fact Check: આધાર કાર્ડમાં બાળકના નામની જગ્યાએ લખ્યું ‘મધુ કા પાંચવા બચ્ચા’, આ છબરડો જોઈને ચોંક્યા અધિકારીઓ

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં આધાર કાર્ડને લઈને એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક શાળામાં પ્રવેશ માટે બાળકનું આધાર કાર્ડ આપવામાં આવ્યું ત્યારે તેમાં ‘મધુ કા પાંચવા બચ્ચા' લખેલું જોવા મળ્યું હતું. મામલાની નોંધ લેતા ડીએમએ કહ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Fact Check: આધાર કાર્ડમાં બાળકના નામની જગ્યાએ લખ્યું ‘મધુ કા પાંચવા બચ્ચા', આ છબરડો જોઈને ચોંક્યા અધિકારીઓ
Aadhaar card, 'Madhu ka panchwa bachcha'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 4:32 PM

ઉત્તર પ્રદેશના બદાયુંમાં (Badayu) એક શાળાએ બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો. કારણ કે બાળકના આધાર કાર્ડમાં (Aadhar Card) નામની જગ્યાએ ‘મધુનું પાંચમું બાળક’ લખેલું હતું. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. એવું કહેવામાં આવ્યું હતું કે, આધાર કાર્ડમાં આધાર નંબર પણ નથી. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બિલસી તહસીલના રાયપુર ગામનો દિનેશ તેની પુત્રી આરતીને શાળામાં દાખલ કરાવવા પ્રાથમિક શાળામાં પહોંચ્યો. શિક્ષકે તેને શાળામાં દાખલ કરવાની ના પાડી દીધી. શિક્ષકે દિનેશને આધાર કાર્ડ સુધારવાનું કહ્યું.

આધાર કાર્ડ પર ‘આરતી’ ને બદલે લખ્યું ‘મધુનું પાંચમું બાળક’

શિક્ષકે વિદ્યાર્થિની ‘આરતી’ના પિતા દિનેશને કહ્યું કે, આધાર કાર્ડમાં સુધારો કરાવ્યા બાદ જ બાળકને પ્રવેશ આપશે. ‘મધુનું પાંચમું બાળક’ લખેલું આધાર કાર્ડ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં, બિલસી તહસીલના રાયપુર ગામના રહેવાસી દિનેશને 5 બાળકો છે. તેમના ત્રણ બાળકો ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. જ્યારે દિનેશ તેની દીકરી આરતીના એડમિશન માટે સ્કૂલે પહોંચ્યો ત્યારે ત્યાં હાજર શિક્ષકે નામાંકનની તમામ ઔપચારિકતાઓ પૂરી કરીને બાળકીનું આધાર કાર્ડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

કાર્ડ પર આધાર નંબર પણ નથી લખ્યો

બાળકીનું નામ આરતી છે. પરંતુ બેદરકારીના કારણે આધાર કાર્ડમાં આરતીના નામની જગ્યાએ ‘મધુનું પાંચમું બાળક’ લખવામાં આવ્યું છે. આ સાથે આધાર કાર્ડ પર આધાર નંબર પણ લખવામાં આવ્યો નથી. શિક્ષકે આરતીના પિતા દિનેશને આધાર કાર્ડમાં નામ સુધારણા કરાવ્યા બાદ જ પ્રવેશ લેવા જણાવ્યું છે. અન્ય લોકોને પણ અપીલ કરી હતી કે આવી ભૂલોને અવગણશો નહીં, સમયસર સુધારો કરાવો. ઉલ્લેખનીય છે કે મધુ દિનેશની પત્ની છે, જેને 5 બાળકો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જ્યારે આ મામલો બદાયુંના ડીએમ સુધી પહોંચ્યો ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દીપા રંજને કહ્યું, “બેંક અને પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. ઘોર બેદરકારીના કારણે આ ભૂલ થઈ છે. બેંક અને પોસ્ટ ઓફિસના અધિકારીઓને એલર્ટ કરવામાં આવશે અને આવી બેદરકારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ સોશિયલ મીડિયા પર આ આધાર કાર્ડની તસવીર વાયરલ થઈ છે.

દૈનિક જાગરણના રિપોર્ટ મુજબ- ઉદાહરણ તરીકે, સૂરજનું પ્રથમ બાળક, સૂરજનું બીજું બાળક અથવા મધુનું ત્રીજું બાળક, મધુનું ચોથું બાળક ચિહ્નિત થયેલ છે. એકવાર નામકરણ થઈ જાય પછી માતાપિતાને બાળકનું આધાર અપડેટ કરાવવા માટે પણ નિર્દેશિત કરવામાં આવે છે. બાયોમેટ્રિક મશીન પર ઓછામાં ઓછા પાંચ વર્ષ પછી જ બાળકોના ફિંગરપ્રિન્ટ આવે છે, તેથી પાંચ વર્ષ પછી બાળકને લઈને તેનો ફોટો અને આંગળી અપડેટ કરાવો.

પાંચ વર્ષ પછી બાયોમેટ્રિક અપડેટ કરાવો

બાળક પાંચ વર્ષનું થાય પછી જ તેની આંગળીઓ બાયોમેટ્રિક મશીન પર મુકાવવામાં છે. તેથી, બાળકની ઉંમર પાંચ વર્ષની થાય પછી, તેને લઈ જાઓ અને બાયોમેટ્રિક અપડેટ કરાવો. તેમાં બાળકનો ફોટો પણ લેવામાં આવશે અને ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવશે.

આ પણ વાંચો: Tech News: UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો નવો રેકોર્ડ, 1 ટ્રિલિયન ડોલર કરતાં વધી ગયું ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય, તેનો અર્થ જાણો

આ પણ વાંચો: Tech News: 7 એપ્રિલે લોન્ચ થશે Tata Neu સુપર એપ, આ પ્લેટફોર્મને આપશે ટક્કર

g clip-path="url(#clip0_868_265)">