Kam Ni Vaat: તમારા ID પર કેટલા મોબાઈલ સિમ એક્ટિવ છે? જાણો માત્ર 30 સેકન્ડમાં. તમારી જાણ બહારના નંબર માટે આ રીતે કરો ફરિયાદ

Kam Ni Vaat: તમારા ID પર કેટલા મોબાઈલ સિમ એક્ટિવ છે? જાણો માત્ર 30 સેકન્ડમાં. તમારી જાણ બહારના નંબર માટે આ રીતે કરો ફરિયાદ

Dipali Barot
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:57 PM

તમારા નામે જો રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે, જેનો ઉપયોગ તમે નથી કરી રહ્યા તો તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે એક્ટિવિટી (Illegal activity) માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો

તમે ભલે એક કે બે સિમ કાર્ડ (SIM card)નો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા IDથી કેટલા સિમ રજિસ્ટર્ડ (SIM registered) છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ટેલિકોમ વિભાગ (Department of Telecom)ના નવા નિયમ પ્રમાણે એક ID પર 9 જ સિમ એક્ટિવેટ (SIM activated) કરી શકાશે. જમ્મુ-કાશ્મીર, આસામ સહિત ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે આ લિમિટ 6 સિમની છે. 9થી વધારે સિમ તમારા નામે રજિસ્ટર્ડ હોય તો તમારે KYC કરવું જરૂરી છે. સિમ વેરિફાય (SIM verify) થયેલું નહિ હોય તો તે ડિએક્ટિવ થઈ જશે.

ટેલિકોમ વિભાગે 7 ડિસેમ્બર 2021એ એક નોટિફિકેશન જાહેર કર્યું હતુ. જે મુજબ ગ્રાહકોને સિમ વેરિફાય કરવા માટે 60 દિવસનો સમય મળશે. ઈન્ટરનેશનલ રોમિંગ યુઝર્સ (International roaming users) , બીમાર અને વિકલાંગ ગ્રાહકોને વધારે 30 દિવસનો સમય મળશે. નવું નોટિફિકેશન જાહેર થયા બાદ જો તમે એ જાણવા માગતા હો કે તમારા IDથી કેટલાં સિમ રજિસ્ટર્ડ છે તો અમે તમને તેની પ્રોસેસ જણાવીશું.

કેટલાં સિમ એક્ટિવ છે એ જાણવું જરૂરી

તમારા નામે જો રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે, જેનો ઉપયોગ તમે નથી કરી રહ્યા તો તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે એક્ટિવિટી (Illegal activity) માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. માટે સતર્ક રહો સાવધાન રહો.

ટેલિકોમ વિભાગે TAFCOP (Telecom Analytics for Fraud Management and Consumer Protection) પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ પર દેશમાં એક્ટિવ તમામ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે.

આ રીતે રજિસ્ટર્ડ સિમની સંખ્યા જાણો

  1.  સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.
  2.  અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTPથી લોગ-ઈન કરો.
  3. તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબર (Mobile number) નું તમને લિસ્ટ જોવા મળશે.
  4. આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો તેને તમે રિપોર્ટ કરી શકો છો.
  5.  તેના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
  6.  ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
  7.  હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
  8. ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.

આ પણ વાંચો : Kam-Ni-Vaat: નોકરી બદલતી વખતે જૂના PFને નવા ઈપીએફ અકાઉન્ટમાં ટ્રાન્સફર કેવી રીતે કરવું? જાણો ઓનલાઈન ટ્રાન્સફર કરવાની સરળ રીત

આ પણ વાંચો : Kam Ni Vaat : PPF સહિત પોસ્ટ ઓફિસની 5 યોજનાઓ આપી રહી છે FD કરતા વધુ વ્યાજ, જાણો ક્યાં રોકણ કરવું રહેશે વધુ સારું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 06, 2022 04:10 PM
g clip-path="url(#clip0_868_265)">