IRCTC : 12 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પકડી IRCTC ની વેબસાઇટમાં ખામી, લાખો લોકોનો ડેટા લીક થતાં બચી ગયો

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના આઇટી વિભાગે તરત જ ફરિયાદની નોંધ લીધી અને સમસ્યાનું સમાધાન કર્યું. આ ફરિયાદ 30 ઓગસ્ટના રોજ સામે આવી હતી અને તેને 2 સપ્ટેમ્બરના રોજ સુધારી દેવામાં આવી હતી.

IRCTC : 12 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પકડી IRCTC ની વેબસાઇટમાં ખામી, લાખો લોકોનો ડેટા લીક થતાં બચી ગયો
IRCTC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 2:28 PM

નાના બાળકો પણ ક્યારેક એટલુ મોટું કામ કરી જતા હોય છે જે મોટા અને વિદ્વાન લોકો દ્વારા પણ કરવું મુશ્કેલ હોય છે. ચેન્નાઇમાં 12 માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ એવું જ કઇંક કરીને બતાવ્યુ છે. તેની સમજ અને અલર્ટનેસના કારણે લાખો ભારતીય લોકોનો ડેટા લીક થતા બચી ગયો છે.  તો આવો જાણીએ કે આ વિદ્યાર્થીએ એવું તો શું કર્યુ

સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીએ IRCTC ના ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ પર એક ખામી પકડી હતી જેનાથી ગ્રાહકોનો ડેટા લીક થવાની શક્યતા હતી. IRCTC એ ચેન્નાઈના 12 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ બુકિંગ સાઇટ પર અસુરક્ષિત ડાયરેક્ટ ઓબ્જેક્ટ રેફરન્સ (IDOR) ની હાજરી અંગે ચેતવણી આપ્યા બાદ તેને સુધારી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના આઇટી વિભાગે તરત જ ફરિયાદની નોંધ લીધી અને સમસ્યાનું સમાધાન કર્યું. અધિકારીએ જણાવ્યું કે, આ ફરિયાદ 30 ઓગસ્ટના રોજ સામે આવી હતી અને તેને 2 સપ્ટેમ્બરના રોજ સુધારી દેવામાં આવી હતી. હવે અમારી ઇ-ટિકિટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ચેન્નાઈ તંબારામમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા 12 માં ધોરણના વિદ્યાર્થી પી રેંગનાથમે કહ્યું કે જ્યારે તે 30 ઓગસ્ટે ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેણે વેબસાઇટ પર આ સમસ્યા (IDOR) જોઈ, જે લાખો યાત્રીઓની મુસાફરી અને ખાનગી માહિતીઓ લીક કરી શક્તી હતી. આ જોકે એક સામાન્ય સમસ્યા છે

તેમણે તરત જ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ને આ વિશે જાણ કરી. તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત સીઇઆરટી-ઇનને ઇમેઇલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આના દ્વારા કોઇ બીજાની ટિકિટ રદ પણ કરી શકે છે અને સંવેદનશીલ માહિતી પણ એકત્રિત કરી શકે છે.

આ પણ વાંચો –

ગેરકાયદે ધર્માતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ, વિદેશથી મેળવ્યા હતા 3 કરોડ, સનાખાનના કરાવ્યા હતા નિકાહ

આ પણ વાંચો –

Uttarakhand: સંપત્તિને લગતા વિવાદો સંતો પર ભારે પડી રહ્યા છે, છેલ્લા 3 દાયકામાં 22 સંત આવા કાવતરાનો શિકાર બન્યા

આ પણ વાંચો –

Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">