ગેરકાયદે ધર્માતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ, વિદેશથી મેળવ્યા હતા 3 કરોડ, સનાખાનના કરાવ્યા હતા નિકાહ

UP ATS એ ગેરકાયદે ધર્માંતરણ મામલે ગ્લોબલ પીસ સેન્ટરના પ્રમુખ મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. કલીમની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, કાલી ઉમર ગૌતમની નજીક છે અને ગેરકાયદે ધર્માતરણ કેસના મામલામાં તેની સાથે જોડાયેલ છે. મૌલાના કલિમે ફિલ્મ અભિનેત્રી સનાખાનના નિકાહ કરાવ્યા હતા.

ગેરકાયદે ધર્માતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ, વિદેશથી મેળવ્યા હતા 3 કરોડ, સનાખાનના કરાવ્યા હતા નિકાહ
Maulana Kaleem Siddiqui

Conversion Racket: ગેરકાયદે ધર્મ પરિવર્તનના કેસમાં યુપી એટીએસએ ગ્લોબલ પીસ સેન્ટરના પ્રમુખ મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. UP ATS એ મૌલાના કલીમ સિદ્દીકીની મેરઠથી ધરપકડ કરી છે. મૌલાના જમિયત-એ-વલીઉલ્લાહના પ્રમુખ પણ છે. મળતી માહિતી મુજબ મૌલાના કલીમ ઉમર ગૌતમની નજીક છે.

ઉતરપ્રદેશ ATS દ્વારા આ મુદ્દે આજે લખનૌમાં મોટો ખુલાસો કરી શકે છે. કાલિમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ રહી હતી. મૌલાના કલીમ મંગળવારે સાંજે મેરઠમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. રાત્રે 9 વાગ્યે નમાઝ પછી, તે તેના સાથીઓ સાથે પાછો ફર્યો હતો. આ દરમિયાન, પરિવારના સભ્યોએ મૌલાનાને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો. આ પછી પરિવારે મૌલાનાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ખબર પડી કે ઉતરપ્રદેશ ATS એ તેમને કસ્ટડીમાં લીધા છે.

આજે થઈ શકે છે મોટો ખુલાસો
મુઝફ્ફરનગરના ખતૌલીમાં રહેતા મૌલાન કલીમ સિદ્દીકી અને ત્રણ મૌલવીઓ, ડ્રાઈવર સલીમની મંગળવારે રાત્રે સુરક્ષા એજન્સીએ અટકાયત કરી હતી. લખનૌ એટીએસએ આખી રાત ચારેયની પૂછપરછ કરી છે. સુરક્ષા એજન્સી આજે આ મામલે મોટો ખુલાસો કરી શકે છે.

ઉમર ગૌતમે સૌથી પહેલા નામ લીધું
ઉમર ગૌતમે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેના ભાગીદાર મૌલાના કલીમ સિદ્દીકીએ છેલ્લા કેટલાક વર્ષોમાં 5 લાખથી વધુ લોકોના ધર્માંતરણ કર્યા હતા. સગીરોનું રૂપાંતર IDC દ્વારા પણ કરવામાં આવી રહ્યું હતું. જેમનુ ધર્માંતરણ કરાયુ છે, તેમના નામ એટીએસને મળ્યા છે. તેમાં ખ્રિસ્તી 4 ટકા, શીખ 0.75 ટકા અને એક જૈન વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

સનાખાનના કરાવ્યા હતા નિકાહ
મૌલાના કલીમ સિદ્દીકીને ધર્મ પરિવર્તનના કેસમાં આરોપી બનાવી શકાય છે. તેના પર અસંખ્ય ધર્મપરિવર્તન કરવાનો આરોપ છે. મૌલાના કલિમે 7 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં RSS ના વડા મોહન ભાગવત દ્વારા આયોજિત રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્ર સર્વોચ્ચ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. મૌલાના કલીમ સિદ્દીકીએ બોલીવુડની પૂર્વ અભિનેત્રી સના ખાનના નિકાહ કરાવ્યા હતા.

વિદેશથી મેળવ્યા 3 કરોડ
ઉતરપ્રદેશના એડીજી પ્રશાંત કુમારે કહ્યુ કે, અત્યાર સુધીની તપાસમાં મૌલાનાને વિદેશમાંથી કુલ 3 કરોડ મળ્યા છે. જેમાં 1.5 કરોડ બહેરીનથી મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે તપાસ કરવા માટે એટીએસ દ્વારા કુલ છ ટીમ બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM Modi US Visit: પીએમ મોદી અમેરિકા જવા રવાના, કહ્યું – આતંકવાદ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે

આ પણ વાંચોઃ Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati