AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે Google-Apple પર નિર્ભર નહીં રહે ભારત, સરકાર લાવવા જઈ રહી છે સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ

રિપોર્ટસ મુજબ ગૂગલ અને એપલના દબાણ અને મનમાનીને ખત્મ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેટિંગ સિસ્ટમને રજૂ કરવાની જાહેરાત કરી છે. ભારતની નવી ઓપરેટિંગ સિસ્ટમને IndOS નામ આપવામાં આવી શકે છે.

હવે Google-Apple પર નિર્ભર નહીં રહે ભારત, સરકાર લાવવા જઈ રહી છે સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ
Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 6:05 PM
Share

સ્માર્ટફોન માર્કેટમાં Google અને Appleની ઈજારાશાહી છે. ત્યારે સરકારે આ બંને કંપનીઓના ભારત પર દબાણ કરવાના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો છે. સ્માર્ટફોન કોઈ પણ હોય પણ સ્માર્ટફોનમાં સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આ બંને કંપનીઓ પોતાની રીતે વેપાર કરે છે પણ હવે આ વધારે દિવસ નહીં ચાલે. ઝડપી જ ભારત સરકાર સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરી શકે છે.

રિપોર્ટસ મુજબ ગૂગલ અને એપલના દબાણ અને મનમાનીને ખત્મ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેટિંગ સિસ્ટમને રજૂ કરવાની જાહેરાત કરી છે. ભારતની નવી ઓપરેટિંગ સિસ્ટમને IndOS નામ આપવામાં આવી શકે છે.

ભારત હવે ગૂગલ અને એપલ પર નિર્ભર નહીં રહે

મોદી સરકાર મોબાઈલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ માટે ગૂગલ અને એપલ પર નિર્ભર નહીં રહે. મોદી સરકારે સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. ત્યારે યુઝર્સને વધારે સિક્યુરિટીનો અનુભવ મળશે. સાથે જ ગૂગલ અને એપલને પણ પડકાર ફેંકવામાં આવશે. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ગૂગલની તમામ સર્વિસ જેવી ગૂગલ ક્રોમ, યુટ્યૂબ, જીમેઈલનો ડિફોલ્ટ તરીકે ઉપયોગ થાય છે. યૂઝર્સ આ સર્વિસને પોતાની મરજીથી હટાવી શકતા નથી.

ભારતનું સિક્યોર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ

  1. ભારત દુનિયાભરમાં સ્માર્ટફોનનું એક મોટુ માર્કેટ છે. ભારત ઈચ્છે છે કે યૂઝર્સને એક સેફ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવવું જોઈએ.
  2. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં યૂઝર્સને ઘણા પ્રકારના ઓપ્શન મળશે.
  3. હાલના સમયમાં 97 ટકા માર્કેટમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો દબદબો છે, જ્યારે બાકી 3 ટકામાં iOS બેસ્ડ ઓપરેટિંગ સિસ્ટમ ડિવાઈસ છે.
  4. ભારતના આ નવા ઓપરેટિંગ સિસ્ટમ IndOSના માર્કેટમાં આવ્યા બાદ એપલ અને ગૂગલની સામે પડકાર વધી જશે.
  5. રિપોર્ટસ મુજબ આજકાલ યૂઝર્સ એન્ડ્રોઈડ સ્માર્ટફોન મેકર્સ પર ઘણા દિવસથી સોફ્ટવેર અપડેટ ના થવાનો આરોપ લગાવી રહ્યા છે.

ગૂગલની સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ છે કેસ

ગૂગલની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો છે. ગૂગલ પર ભારતમાં ખોટી રીતે વેપાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે સિવાય ગૂગલ પર લગભગ 2200 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગૂગલ તરફથી એક બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે જો આવુ થશે તો આગામી દિવસમાં ભારતમાં મોબાઈલ ફોન ખરીદવાનું મોંઘુ થઈ શકે છે. સોફ્ટવેર અપડેટ મળવામાં સમય લાગી શકે છે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">