Important News : મોબાઇલ યૂઝર્સ માટે 1 સપ્ટેમ્બરથી બદલાઇ જશે આ નિયમો, જાણો શુ છે મામલો

TV9 GUJARATI

|

Updated on: Aug 27, 2021 | 4:08 PM

આ બદલાવમાં ડિઝ્ની+હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મના સબ્સક્રિપ્શન, Amazon, Google, Google Drive જેવી સર્વિસ પણ સામેલ છે. આ બદલાવનો અસર સીધો તમારા ખિસ્સા પર પડશે.

Important News : મોબાઇલ યૂઝર્સ માટે 1 સપ્ટેમ્બરથી બદલાઇ જશે આ નિયમો, જાણો શુ છે મામલો
New rules for smartphone users

Follow us on

જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. 1 સપ્ટેમ્બરથી કેટલાક નિયમો બદલાઇ રહ્યા છે જે જાણવા તમારા માટે ખૂબ જરૂરી છે. આ બદલાવમાં ડિઝ્ની+હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મના સબ્સક્રિપ્શન, Amazon, Google, Google Drive જેવી સર્વિસ પણ સામેલ છે. આ બદલાવનો અસર સીધો તમારા ખિસ્સા પર પડશે તો આવો જાણો શું બદલાવ થવા જઇ રહ્યો છે.

  1. ગુગલ ડ્રાઇવ યૂઝર્સને 13 સપ્ટેમ્બરથી નવા સિક્યોરિટી અપડેટ મળશે જે ગુગલ ડ્રાઇવના ઉપયોગને વધુ સુરક્ષિત બનાવશે. આ અપડેટ ગુગલ તેના યૂઝર્સની સેફટીને ધ્યાનમાં લઇને લોન્ચ કરશે.
  2. ગુગલના નવા નિયમો 1 સપ્ટેમ્બરથી લાગુ પડશે. જેના અંતર્ગત 1 સપ્ટેમ્બરથી ખોટુ અને નકલી કોન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. ગુગલે પોતાની બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ છે કે, લાંબા સમયથી નહી ચાલતી હોય તેવી એપ્સને તેના ડેવલપર્સ દ્વારા બ્લોક કરી દેવામાં આવશે. જણાવી દઇએ કે ગુગલ પ્લે સ્ટોરના નિયમોને પહેલા કરતા વધુ સ્ટ્રીક્ટ કરી દેવામાં આવશે.
  3. 15 સપ્ટેમ્બર 2021 થી ગુગલ પ્લે સ્ટોર માટે નવા નિયમો લાગુ પડવા જઇ રહ્યા છે. જેના અંતર્ગત શોર્ટ પર્સનલ લોન એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આવી એપ્સ લોનના નામે ઠગાઇ કરીને દેવુ લેનાર લોકોને હેરાન કરે છે. મળતી માહિતી અનુસાર, 100 કરતા વધુ શોર્ટ લોન એપ્સ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેના બાદથી જ ગુગલની તરફથી આવી એપ્સ માટે નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે ડેવલપર્સે શોર્ટ લોન એપના સંબંધમાં વધુ દસ્તાવેજ જમા કરાવવા પડશે.
  4. 1 સપ્ટેમ્બરથી એમેઝોન પરથી સામાન ઓર્ડર કરવુ મોંઘુ પડશે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાથી કંપની લૉજિસ્ટિક કોસ્ટને વધારી શકે છે તેવામાં 500 ગ્રામના પેકેટ માટે 58 રૂપિયા ચૂકવવા પડી શકે છે.
  5. 1 સપ્ટેમ્બરથી ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન મોંઘુ થઇ જશે. યૂઝર્સને બેઝિક પ્લાન માટે 399 રૂપિયાની જગ્યાએ 499 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે યૂઝર્સે 100 રૂપિયા વધુ ચુકવવા પડશે.

આ પણ વાંચો –

IND vs ENG 3rd Test Day 3 Live: હેડિંગ્લે ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારત સામે વિશાળ લીડને અટકાવી પરત ફરવાનો કસોટી રુપ પડકાર

આ પણ વાંચો –

Afghanistan Crisis : હુમલા બાદ પણ મિશન શરૂ રાખતા બ્રિટન આગામી કલાકોમાં અફઘાનિસ્તાનમાંથી નીકળી જશે બહાર

આ પણ વાંચો –

Uttarakhand Landslide: જોલીગ્રાન્ટ એરપોર્ટ અને ઋષિકેશ વચ્ચેનો રાણીપોખરી પુલ તૂટી પડતા અનેક વાહનો તણાયાની આશંકા

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati