જો તમે UPI દ્વારા પેમેન્ટ સ્વિકારો છો તો આ બાબતોનું ધ્યાન રાખજો, એક નાની ભૂલથી થઈ શકે છે ફ્રોડ, જુઓ વીડિયો
ઓનલાઈન ફ્રોડમાં લોકોની વિગતોની ચોરી કરીને ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. તેથી જ ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે સરકાર દ્વારા પણ સતત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તમારે માત્ર એક બેંક એકાઉન્ટને UPI સાથે લિંક કરવું જોઈએ. કારણ કે, જેટલા વધારે એકાઉન્ટ UPI સાથે લિંક હશે, તેટલી ઓનલાઇન છેતરપિંડી થવાની શક્યતા વધારે રહે છે.
આજકાલ લોકો પોતાના દરેક કામ ઓનલાઈન કરી રહ્યા છે. નાની મોટી વસ્તુઓ અને માલસામાનની ખરીદી ઓનલાઈન કરી રહ્યા છે. આ ઉપરાંત ઓફલાઈન ખરીદી કર્યા બાદ પણ પેમેન્ટ ઓનલાઈન યુપીઆઈ દ્વારા કરે છે. UPI દ્વારા પેમેન્ટ કરવા બાબતના અનેક ફ્રોડના કિસ્સા સામે આવી રહ્યા છે. તેમાં લોકોને ભૂલથી પેમેન્ટ થઈ ગયું છે તેમ કહીને મેસેજ મોકલી ફોન કરવામાં આવે છે. ત્યારબાદ લોકોને છેતરીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.
છેતરપિંડીથી બચવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે
આ પ્રકારની જુદી-જુદી છેતરપિંડી દ્વારા ભોગ બનનાર લોકોના ખાતા ખાલી થઈ રહ્યા છે. ઓનલાઈન ફ્રોડમાં લોકોની વિગતોની ચોરી કરીને ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. તેથી જ ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે સરકાર દ્વારા પણ સતત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તમારે માત્ર એક બેંક એકાઉન્ટને UPI સાથે લિંક કરવું જોઈએ. કારણ કે, જેટલા વધારે એકાઉન્ટ UPI સાથે લિંક હશે, તેટલી ઓનલાઇન છેતરપિંડી થવાની શક્યતા વધારે રહે છે.
રૂપિયાની ચૂકવણીનો મેસેજ મોકલે છે
હાલમાં ફ્રોડ કરવાની એક નવી જ રીત સામે આવી છે. જેમાં સ્કેમર્સ આમ જનતાની સાથે હવે વેપારીઓને પણ છેતરી રહ્યા છે. ઠગ ગ્રાહક બનીને ઓનલાઈન વેપારીનો સંપર્ક કરે છે અને વસ્તુ ઓનલાઈન ખરીદવા માટે રસ દાખવે છે. ત્યારબાદ વેપારી દ્વારા જ્યારે કેટલોગ મોકલવામાં આવે છે ત્યારે ઠગ તેમાંથી એક પ્રોડક્ટ ખરીદવા માટે જણાવે છે. તે પ્રોડક્ટ માટે UPI દ્વારા પેમેન્ટ કરી અને રૂપિયાની ચૂકવણીનો મેસેજ વેપારીને મોકલે છે.
બેંકની એપ પર જઈને તેની ચકાસણી કરો
આ મેસેજમાં વેપારીને પૂરી રકમ ચૂકવી હોય તેવું લાગે છે પરંતુ ખરેખર જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે માત્ર 1 રૂપિયાનું પેમેન્ટ જ મળ્યું હોય છે. જો તમે વેપારી હોય અને અન્ય કામમાં વ્યસ્ત હોય અને પ્રોડક્ટ જો મોકલી દેવામાં આવે તો આર્થિક નુકશાન થઈ શકે છે. તેથી જ્યારે પણ મોટી રકમનું પેમેન્ટ કોઈ કરે છે તો બેંકની એપ પર જઈને તેની ચકાસણી કરવી જોઈએ.
આ પણ વાંચો : WHO માં નોકરી અપાવવાના નામે 15 લાખ રૂપિયાની છેતરપિંડી, જાણો કેવી રીતે કરવામાં આવ્યું ફ્રોડ
ઘણી વખત સ્કેમર્સ ફોન પર અજાણી લિંક્સ સાથે મેસેજ મોકલે છે, તો તમારે તે લિંક પર ક્લિક કરવું નહીં. કારણ કે આ એક પ્રકારની ફિશિંગ લિંક હોય છે. તેના પર ક્લિક કરતાની સાથે સાથે જ તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો