30 દિવસમાં ડોક્ટર બનાવી દેવાનો દાવો કરતી એપ, યુઝર્સના રિવ્યુ વાંચી થઈ જશો હસી હસીને લોટપોટ
આ એપ વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે તમને 30 દિવસમાં ડોક્ટર બનાવી દેશે. એપ વિશે, ગૂગલ પ્લે સ્ટોર પર કહેવામાં આવ્યું છે કે તેમાં ઘણા પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યા છે, જે સામાન્ય રીતે ડૉક્ટર્સ ફોલો કરે છે.
એન્ડ્રોઇડ (Android)સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય છે. આ કારણે એપ ડેવલપર્સ ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર વિવિધ પ્રકારની એપ્સનું લિસ્ટિંગ કરતા રહે છે. આમાં, ઘણી વખત એપ દ્વારા માલવેર પણ પબ્લિશ થાય છે. જ્યારે ઘણી એપ્સ ગેરમાર્ગે દોરતી હોય છે. આવી જ એક ભ્રામક એપ ‘ડૉક્ટર બને 30 દિન મેં’ છે. તેને મનોરંજન કેટેગરીમાં માર્ક કરવામાં આવી છે. આ એપની સાઈઝ 5.6 MB છે. તેને 10 હજારથી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
આ એપ વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે તમને 30 દિવસમાં ડોક્ટર બનાવી દેશે. એપ વિશે, ગૂગલ પ્લે સ્ટોર પર કહેવામાં આવ્યું છે કે તેમાં ઘણા પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યા છે, જે સામાન્ય રીતે ડૉક્ટર્સ ફોલો કરે છે. આ એપ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ એક વર્ચ્યુઅલ મેડિકલ કોર્સ છે જે તમને દવાની મૂળભૂત બાબતોને સમજવામાં મદદ કરશે.
આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે તમને મેડિકલ ટર્મિનોલોજીની બેઝિક્સમાં માસ્ટર બનાવશે. ઉપર અમે જણાવ્યા મુજબ, આ એક ભ્રામક એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારની તબીબી કટોકટીના કિસ્સામાં, તમારે ફક્ત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આ એપને મળેલા રિવ્યુ વાંચીને તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો. કવિશ રઝા નામના યુઝરે આ એપ વિશે લખ્યું છે કે ‘પૈસા ચૂકવીને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ટાઈમ વેડફવાની જરૂર નથી. આ એપની મદદથી તે ખૂબ સારા ડોક્ટર બની ગયા છે. તેમના દર્દીઓ તેમની સારવારથી એટલા ખુશ છે કે તેઓ ફરીથી તેમની પાસે આવતા નથી.’
અન્ય યુઝર કેશવ ઝાએ એપ વિશે લખ્યું છે કે, આ એક ખૂબ જ સારી એપ છે. તેનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું પરંતુ સમય અને પૈસાના અભાવે તે બની શક્યો નહીં. પરંતુ, હવે આ એપના કારણે તે ફુલ ટાઈમ ડોક્ટર બની ગયો છે.
મહિમા પાંડેએ આ એપ વિશે લખ્યું છે કે, આ એપથી ડોક્ટર બન્યા પછી તમે સારવારના નામે કોઈને ટોર્ચર કરી શકો છો. વધુમાં તેણે લખ્યું છે કે જો તમારે ખરેખર ડૉક્ટર બનવું હોય તો સખત અભ્યાસ કરો અને આ એપનો ક્યારેય ઉપયોગ કરશો નહીં.
નોંધ: આ લેખનો હેતુ મનોરંજન સાથે જાગૃત કરવાનો છે અહીં પ્લે સ્ટોર પર જે એપ વિશે જણાવામાં આવ્યું છે તેવી કોઈ એપ ઈન્સ્ટોલ કરવી નહીં.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભારે ઉથલ-પાથલ, ડુંગળીના ઉત્પાદકોને 11 કરોડ 72 લાખ રૂપિયાનું નુકસાન
આ પણ વાંચો: Russia Ukraine Crisis: એપલ બાદ Microsoftની મોટી કાર્યવાહી, હવે રશિયામાં નહીં વેચાય કંપનીની પ્રોડક્ટ