Republic Day 2022: WhatsAppથી ગણતંત્ર દિવસ પર દોસ્તો અને પરિજનોને આ અનોખી રીતે આપો શુભકામનાઓ
WhatsAppની મદદથી તમે ગણતંત્ર દિવસના સંદેશાઓ મિત્રો અને પરિવારજનોને શેર કરી શકો છો. આમાં તમે વોટ્સએપ પર આવતા સ્ટીકરોને પણ ઈન્સ્ટોલ કરી શકો છો અથવા તમે Google Play Store પર જઈને મનપસંદ સ્ટીકર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તેનો લાભ લઈ શકો છો.
ગણતંત્ર દિવસ 2022 (Republic Day 2022) ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે અને આ દરમિયાન લોકો એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવે છે. ઘણા લોકો ફોન કોલ્સ કરે છે અને મોટાભાગના લોકો વોટ્સએપની મદદથી મેસેજ મોકલે છે. આજે અમે તમને આવા જ કેટલાક મેસેજ, સ્ટીકર્સ (Sticker) અને વોલપેપર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમે WhatsAppની મદદથી મિત્રો અને પરિવારજનોને ગણતંત્ર દિવસના સંદેશાઓ શેર કરી શકો છો. આમાં, તમે વોટ્સએપ પર આવતા સ્ટીકરોને પણ ઈન્સ્ટોલ કરી શકો છો અથવા તમે ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પર જઈને મનપસંદ સ્ટીકર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તેનો લાભ લઈ શકો છો.
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન પર પ્રજાસત્તાક દિવસ માટે લેટેસ્ટ ફોટા, સ્ટીકરો અને કોટ મેળવવા માંગો છો? તો આ માટે તમે ગૂગલ પ્લેસ્ટોર પર જઈને એપ ઈન્સ્ટોલ કરી શકો છો. આ માટે અમે ગૂગલ પ્લેસ્ટોર પર રિપબ્લિક ડે વીડિયો સ્ટેટસ 2022 એપનો ઉપયોગ કર્યો છે. તેમાં સ્ટેટસ પર મૂકવા માટે શોર્ટ વીડિયો, ટ્રેડિંગ સોંગ, અસંખ્ય વીડિયો સ્ટેટસ, વોટ્સએપ સોંગ વીડિયો સ્ટેટસ વગેરેના વિકલ્પ છે. આ એપ 6.8 MB સાઇઝ સાથે આવે છે અને તે એન્ડ્રોઇડ 4.4 કિટકેટ અને તેનાથી ઉપરના વર્ઝનને સપોર્ટ કરે છે.
તમે WhatsApp પર તમારા પોતાના સ્ટીકર બનાવી શકો છો
વોટ્સએપ યુઝર્સ પોતાના માટે અલગથી પોતાના સ્ટીકર પણ બનાવી શકે છે. જેમાં તમે પોતાની ક્રિએટીવિટી બતાવી શકો છો, જેથી તમારી સ્ટીકર અથવા ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ અલગ હશે. આ માટે યુઝર્સે માત્ર ગૂગલ પ્લે સ્ટોર પરથી એક એપ ઈન્સ્ટોલ કરવાની રહેશે.
પોતાના સ્ટીકરો બનાવવા માટે યુઝર્સે તેમના એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોર ખોલવુ પડશે અને WhatsApp માટે સ્ટીકર મેકર ઇન્સ્ટોલ કરવું પડશે.
સૌ પ્રથમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને Create a new sticker pack પર ક્લિક કરો. સૌથી પહેલા તમારે નામ ટાઈપ કરવું પડશે. હવે એડ સ્ટિકર આઇકોન પર ક્લિક કરો આ માટે ગેલેરીમાંથી મનપસંદ ફોટો પસંદ કરવાનો રહેશે.
અમે ભલામણ કરીએ છીએ કે Google Play store પરથી કોઈપણ એપ ઇન્સ્ટોલ કરતા પહેલા તેના વિશે આપેલ વર્ણનને ધ્યાનથી વાંચો.
આ પણ વાંચો: ભારતીય ક્રિએટર્સને મળશે પૈસા કમાવાનો મોકો! Instagram પર જોવા મળ્યું આ ફિચર
આ પણ વાંચો: બદલાઈ જશે ડેસ્કટોપ પર WhatsApp ઉપયોગ કરવાની રીત, આવી રહ્યું છે આ નવું સિક્યોરિટી ફીચર