Tech News: આવી રહ્યું છે Google નું નવું ફિચર, તમે પણ લખી શકશો શશિ થરૂર જેવું અંગ્રેજી, જાણો કેવી રીતે
Google દ્વારા Google Docs માટે એક નવું અપડેટ બહાર પાડવામાં આવશે, જે વપરાશકર્તાઓ માટે અંગ્રેજી અથવા અન્ય કોઈપણ ભાષામાં લખવાનું સરળ બનાવશે. ચાલો જાણીએ કે નવું ફીચર કેવી રીતે કામ કરશે.

ગૂગલ (Google) દ્વારા યુઝર્સની સુવિધા માટે નવા અપડેટ જાહેર કરવામાં આવે છે. આવું જ એક નવું અપડેટ ગૂગલ ડોક્સ (Google Docs) યુઝર્સ માટે ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. જેની મદદથી ગૂગલ ડોક્સ યુઝર્સ શશિ થરૂરની જેમ મજબુત અંગ્રેજી લખી શકશે. આપને જણાવી દઈએ કે શશિ થરૂર કોંગ્રેસ પાર્ટીના નેતા છે, જેઓ તેમના જબરદસ્ત અંગ્રેજી માટે જાણીતા છે. Google દ્વારા Google Docs માટે એક નવું અપડેટ બહાર પાડવામાં આવશે, જે વપરાશકર્તાઓ માટે અંગ્રેજી અથવા અન્ય કોઈપણ ભાષામાં લખવાનું સરળ બનાવશે. ચાલો જાણીએ કે નવું ફીચર કેવી રીતે કામ કરશે.
Google Doc માં ટૂંક સમયમાં આવી રહ્યાં છે અપડેટ્સ
ધ વર્જના રિપોર્ટ અનુસાર, ગૂગલનો દાવો છે કે નવા અપડેટ બાદ યુઝર્સ ગૂગલ ડોક્સ ફાઇલમાં વ્યાકરણની ખામીઓને દૂર કરી શકશે. જોડણીની ભૂલો પણ સુધારી શકાય છે. આ સિવાય વાક્યો અને શબ્દો કેવી રીતે લખવા? આ અંગે ગૂગલ તરફથી રિયલ ટાઈમ સૂચન આપવામાં આવશે. આ વપરાશકર્તાઓની લેખન ગુણવત્તામાં સુધારો કરશે. Google તરફથી સેંસટિવ રાઈટિંગ ફિચર્સને આગામી થોડા અઠવાડિયામાં શરૂ કરવામાં આવી શકે છે.
લેખનને સુધારવામાં મદદ કરશે
ગૂગલે જાહેરાત કરી છે કે ગૂગલ તમારા લેખનને વધુ અસરકારક બનાવવા માટે કામ કરશે. આ સાથે, તમને જરૂર વગર શબ્દોનો ઉપયોગ ન કરવા અંગે સૂચનો આપવામાં આવશે. આ માટે, ટાઇપ કરતી વખતે એક જાંબલી સ્ક્વિગલી લાઇન દેખાશે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી ગૂગલ દ્વારા આ નવા સૂચનો લાંબા સમયથી થર્ડ પાર્ટી દ્વારા આપવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે ગૂગલ ડોક્સ પર થર્ડ પાર્ટીની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ યુઝર્સ માટે નવું અપડેટ ઉપલબ્ધ થશે
જો કે, Googleનું નવું અપડેટ તમામ Google Workspace પ્લાન માટે લાગુ કરવામાં આવશે નહીં. કંપનીએ કહ્યું કે ટોન અને સ્ટાઈલ સજેશન ફીચર માત્ર બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ પ્લાન, એન્ટરપ્રાઈઝ સ્ટાન્ડર્ડ, એન્ટરપ્રાઈઝ પ્લસ અને એજ્યુકેશન પ્લસ સબસ્ક્રાઈબર્સ માટે જ ઉપલબ્ધ હશે. જ્યારે વર્ડ વોર્નિંગ ફીચર બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ પ્લસ, એન્ટરપ્રાઇઝ સ્ટાન્ડર્ડ, એન્ટરપ્રાઇઝ પ્લસ, એજ્યુકેશન ફંડામેન્ટલ્સ, એજ્યુકેશન સ્ટાન્ડર્ડ, એજ્યુકેશન પ્લસ અને ટીચિંગ એન્ડ લર્નિંગ અપ પ્લાન માટે હશે.
આ પણ વાંચો: Tech News: સિમકાર્ડ વિના કોલ, ઈન્ટરનેટ અને મેસેજની સુવિધા ? Google લાવી રહ્યું છે નવું ફિચર
આ પણ વાંચો: Tech Tips: WhatsApp ના 4 જરૂરી ફિચર્સ જે દરેક યુઝર્સએ કરવા જોઈએ ઉપયોગ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-