AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: WhatsApp ના 4 જરૂરી ફિચર્સ જે દરેક યુઝર્સએ કરવા જોઈએ ઉપયોગ

WhatsApp દ્વારા કેટલીક વધારાની સુરક્ષા સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે વપરાશકર્તાની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી કોઈ તમારા WhatsAppને ઍક્સેસ કરી શકશે નહીં. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

Tech Tips:  WhatsApp ના 4 જરૂરી ફિચર્સ જે દરેક યુઝર્સએ કરવા જોઈએ ઉપયોગ
WhatsApp (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 8:28 AM
Share

વોટ્સએપ (WhatsApp) એક ખૂબ જ સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મ (WhatsApp Security Feature) છે. જેનો મેસેજ ટ્રેક કરવો મુશ્કેલ છે, કારણ કે WhatsApp એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન આધારિત મેસેજિંગ સિસ્ટમ પર કામ કરે છે. પરંતુ આ હોવા છતાં, WhatsApp દ્વારા કેટલીક વધારાની સુરક્ષા સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે વપરાશકર્તાની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી કોઈ તમારા WhatsAppને ઍક્સેસ કરી શકશે નહીં. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

ફિંગરપ્રિન્ટ લોક

યુઝરની સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ લોક (Fingerprint Lock) ફીચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુઝર્સે હંમેશા ફિંગરપ્રિન્ટ ફીચર ઓન રાખવું જોઈએ. ચાલો જાણીએ તેના ઉપયોગ વિશે.

વોટ્સએપના 3 ડોટ ઓપ્શન પર ટેપ કરો. ત્યારપછી Account and Privacy વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, તમે ફિંગરપ્રિન્ટ વિકલ્પ ખોલી શકશો.

ટુ સ્ટેપ વેરિફિકેશન (Two Step Verification)

WhatsApp નું Two Step Verification પ્રોસેસ એકસ્ટ્રા લેયર સિક્યોરિટી પૂરી પાડે છે. સૌથી પહેલા WhatsApp સેટિંગ વિકલ્પ પર ટેપ કરો. આ પછી એકાઉન્ટ અને પછી ટુ-સ્ટેપ વેરિફિકેશનને ઈનેબલ કરી શકાય છે. આ માટે 6 અંકની સિક્યોરિટી પિન નાખવો પડશે. તેની સાથે ઈમેલ એટેચમેન્ટનો ઓપ્શન પણ મળશે.

ડિસઅપિયરિંગ મોડ

વોટ્સએપનું આ ફીચર ચોક્કસ સમય પછી વોટ્સએપ મેસેજને ઓટોમેટિક ડીલીટ કરી દે છે. ડિસઅપિયરિંગ મેસેજ ફિચરને ચાલુ કરવા પર, વપરાશકર્તાઓ 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસનો વિકલ્પ પસંદ કરી શકે છે.

સૌથી પહેલા WhatsAppના Setting ઓપ્શન પર ક્લિક કરો. ત્યારપછી Account અને પછી Privacy ઓપ્શન પર ક્લિક કરો. આ પછી Default Message Timerનો વિકલ્પ ઉપલબ્ધ થશે.

વ્યૂ વન્સ

જ્યારે વોટ્સએપનું વ્યૂ વન્સ (View Once) ફીચર ઓન કરવામાં આવે છે, ત્યારે મીડિયા ફાઇલો એકવાર જોવામાં આવે તે પછી આપમેળે ડિલીટ થઈ જાય છે.

આ માટે યુઝર્સે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવાનું રહેશે. આ પછી, મીડિયા ફાઇલોને ચેટ બોક્સમાં પસંદ કરવાની રહેશે. આ પછી, તમારે ચેટ બોક્સના ગોળાકાર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ વ્યુ વન્સ ઓપ્શન પર ક્લિક કરી શકાશે.

આ પણ વાંચો:Sri Lanka: આર્થિક સંકટમાં સપડાયેલ શ્રીલંકાના સમગ્ર મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, મહિન્દા રાજપક્ષે રહેશે PM

આ પણ વાંચો: Viral: પતિ-પત્નીએ રેસ્ટોરન્ટમાં જબરદસ્ત પ્રેન્ક કર્યો, લોકોએ કહ્યું ‘પૈસા બચાવવાની આ નિન્જા ટેકનિક છે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">